પોપ ફ્રાન્સિસ મૃત્યુની એટલી નજીક આવી ગયા કે તબીબી ટીમે તેમની સારવાર બંધ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, પોપની નર્સ આ સાથે સહમત ન હતી. તેણે પોપની સારવાર છેલ્લી ઘડી સુધી ચાલુ રાખવા કહ્યું. પોપ ફ્રાન્સિસની સારવાર કરી રહેલા ડોક્ટરોએ પોતે આ વાતનો ખુલાસો કર્યો છે. 88 વર્ષીય પોપ ફ્રાન્સિસને ફેબ્રુઆરીમાં શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 5 અઠવાડિયા પછી તેમને ગયા રવિવારે રજા આપવામાં આવી. ઊલટી પાછી અંદર જવાથી તકલીફ વધી
ફ્રાન્સિસને રોમની જેમેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેમને ઓછામાં ઓછા ચાર વખત શ્વાસ લેવામાં ગંભીર તકલીફ થઈ. સૌથી વધારે સમસ્યા 28 ફેબ્રુઆરીએ આવી. ત્યારે તેમણે ઊલટી પાછી અંદર લઈ લીધી હતી જેના કારણે તેમના ફેફસા પર દબાણ વધી ગયું હતું અને શ્વાસ અટકી ગયો હતો. હોસ્પિટલના સર્જન સર્જિયો અલ્ફીએરીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે પોપની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે. અમને ખાતરી હતી કે તેઓ હવે બચશે નહીં. અમારે તેમની સારવાર બંધ કરવી કે સારવાર માટે અન્ય વિકલ્પો અપનાવવા તે પસંદ કરવાનું હતું. પરંતુ તેમના આંતરિક અવયવોને નુકસાન થવાનું જોખમ વધારે હતું. જ્યારે પોપની અંગત નર્સ, મેસિમિલિઆનો સ્ટ્રેપેટીને સારવાર બંધ કરવા અંગે તેમનો અભિપ્રાય પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે સ્પષ્ટપણે ના પાડી દીધી. તેમણે તબીબી ટીમને સારવાર ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો. તેમણે ટીમને બધું જ અજમાવવા અને હાર ન માનવા કહ્યું. પોપને ફરીથી બોલતા શીખવું પડશે
વેટિકન કાર્ડિનલ વિક્ટર મેન્યુઅલ ફર્નાન્ડીઝે શુક્રવારે જણાવ્યું હતું કે પોપ ફ્રાન્સિસ ધીમે ધીમે પોતાની શક્તિ પાછી મેળવી રહ્યા છે પરંતુ લાંબા ગાળાની હાઇ-ફ્લો ઓક્સિજન થેરાપીને કારણે તેમણે ફરીથી બોલતા શીખવું પડશે.