સ્વરા ભાસ્કર ઘણીવાર પોતાના નિવેદનોને કારણે વિવાદોમાં રહે છે. આ જ કારણ છે કે તેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવે છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક્ટ્રેસના નામે બે પોસ્ટ વાઈરલ થઈ રહી હતી. જેના પર સ્વરાની પ્રતિક્રિયા સામે આવી છે. એક્ટ્રેસે કહ્યું કે તેણે આ બંને પોસ્ટ શેર કરી નથી. સ્વરા ભાસ્કરના નામે બનાવટી પોસ્ટ કરાઈ
સ્વરા ભાસ્કરના નામે કરવામાં આવેલી પોસ્ટમાં, વિક્કી કૌશલ અને ફિલ્મ ‘છાવા’ના પ્રોડ્યુસર પર નાગપુર રમખાણો ભડકાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જ્યારે બીજી પોસ્ટમાં તેમણે કુણાલ કામરાની પ્રશંસા કરી અને એકનાથ શિંદેના કાર્યકરોને ઠપકો આપ્યો. વાઈરલ પોસ્ટમાં લખ્યું હતું કે, ફિલ્મ ‘છાવા’એ લોકોને ઉશ્કેર્યા. નાગપુર રમખાણો માટે વિક્કી કૌશલ અને પ્રોડ્યુસર જવાબદાર છે. આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. જ્યારે બીજી પોસ્ટમાં લખ્યું હતું કે- કામરાનો કોમેડી શો એક આર્ટ છે. આ તોડફોડ માટે શિંદેના સમર્થકો જવાબદાર છે. સ્વરાએ વાઈરલ પોસ્ટ અંગે પ્રતિક્રિયા આપી
સ્વરા ભાસ્કરે વાઈરલ પોસ્ટની સત્યતા જાહેર કરતા કહ્યું કે- આ પોસ્ટ મેં શેર નથી કરી, આ મારા નામે કરવામાં આવેલી બનાવટી પોસ્ટ છે. સ્વરાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું- રાઈટ વિંગ (તે પક્ષ કે વિચારધારા જે સામાજિક સ્તરીકરણ અથવા સામાજિક સમાનતાને અનિવાર્ય, કુદરતી, સામાન્ય અથવા જરૂરી માને છે) દ્વારા ફેલાવવામાં આવી રહેલા આ બંને ટ્વિટ નકલી છે. મેં એક પણ ટ્વીટ કરી નથી. પ્લીઝ તમે લોકો હકીકત તપાસો. એક્ટ્રેસે ફેક પોસ્ટ્સના ઘણા સ્ક્રીનશોટ શેર કર્યા અને લખ્યું, ‘મૂર્ખ રાઈટ વિંગના લોકો પાછા એ કરવા લાગ્યા છે જે તે સારી રીતે કરે છે (નકલી ફોટા અને મીમ્સ ફેલાવવા). વિક્કી કૌશલની ‘છાવા’ની ટીકા થઈ હતી
સ્વરા ભાસ્કરે તાજેતરમાં જ તેના સત્તાવાર X એકાઉન્ટ (અગાઉનું ટ્વિટર) પર લખ્યું હતું કે, જે સમાજ 500 વર્ષ પહેલાં એક કાલ્પનિક ફિલ્મમાં હિન્દુઓ પર થયેલા અત્યાચારો વિશે વધુ ગુસ્સે છે, તે નાસભાગ અને મિસ મેનેજમેન્ટ, ભયાનક મૃત્યુ પછી મૃતદેહોને બુલડોઝરથી ઊઠાવવાની ઘટના સામે અસંવેદનશીલ છે, આવો સમાજ મન અને આત્માથી મૃત છે. સ્વરા છેલ્લા કેટલાક સમયથી ફિલ્મી પડદા પરથી ગાયબ છે
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સ્વરા ભાસ્કર લાંબા સમયથી કોઈ ફિલ્મ કે શોમાં જોવા મળી નથી. લગ્ન બાદથી તે ફિલ્મોમાં સક્રિય નથી. ‘રાંઝણા’, ‘તનુ વેડ્સ મનુ’ અને ‘વીરે દી વેડિંગ’ જેવી ફિલ્મોથી લોકો અભિનેત્રીને ઓળખે છે. નોંધનીય છે કે, 16 ફેબ્રુઆરી 2023ના રોજ સ્વરા ભાસ્કરે સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહેમદ સાથે લગ્ન કર્યાં હતાં. આ વર્ષે તેણે દીકરી રાબિયાને જન્મ આપ્યો.