સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના એ ચુકાદા પર સ્ટે આપ્યો છે, જેમાં હાઈકોર્ટે કહ્યું હતું કે સગીરાની છાતીને સ્પર્શવું અને તેના પાયજામાનું નાડું ખોલવું એ રેપ નથી. જસ્ટિસ બીઆર ગવઈ અને એજે મસીહની બેન્ચે બુધવારે આ કેસની સુનાવણી કરી હતી. બેન્ચે કહ્યું કે, “હાઈકોર્ટના આદેશમાં કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓ સંપૂર્ણપણે અસંવેદનશીલ અને અમાનવીયતા દર્શાવે છે.”
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, ઉત્તર પ્રદેશ સરકાર અને અન્ય પક્ષોને નોટિસ પાઠવી છે અને તેમનો જવાબ માંગ્યો છે. ગઈકાલે મંગળવારે, SCએ હાઈકોર્ટના ફેંસલા પર જ સુનાવણી કરવાનો નિર્ણય લીધો હતો. કાયદાકીય નિષ્ણાતો, રાજકારણીઓ અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો તરફથી આ નિર્ણયનો વિરોધ થયો હતો.
આ પછી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. જો કે, અગાઉ સુપ્રીમ કોર્ટે આ જ કેસ પર દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. આ અરજીમાં ચુકાદાના વિવાદિત ભાગને હટાવવાની માંગ કરવામાં આવી હતી. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ એજે મસીહની બેન્ચે કહ્યું- આ ખૂબ જ ગંભીર મામલો છે અને આ નિર્ણય આપનાર જજે ભારે અસંવેદનશીલતા દર્શાવી હતી. અમને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે ચુકાદો લખવામાં સંવેદનશીલતાનો સંપૂર્ણ અભાવ હતો. અલ્હાબાદ હાઈકોર્ટે શું કહ્યું? છોકરીના પ્રાઈવેટ પાર્ટને સ્પર્શવું, તેના પાયજામાનું નાડું ખોલવું અને તેને બળજબરીથી પુલ નીચે ખેંચવાનો પ્રયાસ કરવો એ રેપ અથવા ‘અટેમ્પ ટુ રેપ’નો મામલો નથી. સોમવારે અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ રામ મનોહર નારાયણ મિશ્રાએ બંને આરોપીઓ સામેની કલમો બદલી નાખી. 3 આરોપીઓ સામે કરાયેલી ફોજદારી રિવિઝન અરજી સ્વીકારવામાં આવી હતી. 3 વર્ષ જૂનો કેસ, માતાએ FIR નોંધાવી હતી ખરેખરમાં, યુપીના કાસગંજની એક મહિલાએ 12 જાન્યુઆરી, 2022ના રોજ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. તેણે આરોપ લગાવ્યો હતો કે 10 નવેમ્બર, 2021ના રોજ તે તેની 14 વર્ષની પુત્રી સાથે કાસગંજના પટિયાલીમાં તેની ભાભીના ઘરે ગઈ હતી. તે જ દિવસે સાંજે તે ઘરે પરત ફરી રહી હતી. રસ્તામાં ગામના રહેવાસી પવન, આકાશ અને અશોક મળ્યા હતા.
પવને તેની પુત્રીને તેની બાઇક પર બેસાડીને ઘરે મૂકી આવવાનું કહ્યું. માતાએ તેના પર વિશ્વાસ રાખીને તેને બાઇક પર બેસાડી, પરંતુ રસ્તામાં પવન અને આકાશે પુત્રીના ગુપ્ત ભાગ પર સ્પર્શ કર્યો. આકાશે તેને પુલ નીચે ખેંચી જવાનો પ્રયાસ કરતી વખતે તેના પાયજામાનું નાડું તોડી નાખ્યું હતું. છોકરીની ચીસો સાંભળીને ટ્રેક્ટરમાં પસાર થઈ રહેલા સતીશ અને ભુરે સ્થળ પર પહોંચી ગયા હતા. જેના પર આરોપીઓએ દેશી બનાવટની પિસ્તોલ બતાવી બંનેને ધાકધમકી આપી ફરાર થઈ ગયા હતા. પીડિતાની માતા FIR નોંધાવવા ગઈ હતી, પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી નહોતી પીડિતાનીની માતા જ્યારે આરોપી પવનના ઘરે ફરિયાદ કરવા પહોંચી ત્યારે પવનના પિતા અશોકે તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી. બીજા દિવસે માતા FIR નોંધાવવા પોલીસ સ્ટેશન ગઈ. તો ત્યાં પણ પોલીસે કોઈ કાર્યવાહી ન કરી. બાદમાં તેણે કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. 21 માર્ચ, 2022ના રોજ, કોર્ટે અરજીને ફરિયાદ તરીકે ગણી અને કેસને આગળ ધપાવ્યો. ફરિયાદી અને સાક્ષીઓનાં નિવેદનો નોંધવામાં આવ્યાં હતાં. આરોપી પવન અને આકાશની સામે IPCની કલમ 376, 354, 354B અને POCSO એક્ટની કલમ 18 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપી અશોક વિરુદ્ધ આઈપીસીની કલમ 504 અને 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપીએ સમન્સના આદેશને નકારી કાઢ્યો હતો અને હાઇકોર્ટ સમક્ષ રિવિઝન દાખલ કરી હતી. એટલે કે તેણે કોર્ટને કહ્યું કે આ આરોપો પર પુનર્વિચાર થવો જોઈએ. જસ્ટિસ રામ મનોહર નારાયણ મિશ્રાની સિંગલ બેન્ચે ક્રિમિનલ રિવિઝન પિટિશન સ્વીકારી હતી. જાણો એ જજ વિશે જેમણે કહ્યું હતું કે ‘છોકરીની છાતીને સ્પર્શવું એ રેપ નથી’ અલ્હાબાદ હાઈકોર્ટના જજ રામ મનોહર નારાયણ મિશ્રાએ એક ટિપ્પણી કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ બળજબરીથી કોઈ છોકરીની છાતીને સ્પર્શ કરે કે તેનો પાયજામાનું નાડું ખોલે તો તે બળાત્કાર ન ગણાય. એટલે કે તેને બળાત્કારની કલમ હેઠળ દોષિત માની શકાય નહીં. તેને 376ની જગ્યાએ, તેને કલમ 354-બી હેઠળ સજા કરવામાં આવશે, જે ગંભીર જાતીય અપરાધની શ્રેણીમાં સામેલ છે. કોર્ટે એમ પણ કહ્યું કે રોપનો પ્રયાસ અને ગુનો કરવાની તૈયારી વચ્ચેના તફાવતને સમજવું મહત્વપૂર્ણ છે. શું તમે જાણો છો કે કાસગંજના આ કેસ પર ટિપ્પણી કરનાર હાઈકોર્ટના જજ રામ મનોહર મિશ્રા કોણ છે? જસ્ટિસ રામ મનોહર મિશ્રાનો જન્મ 6 નવેમ્બર 1964ના રોજ થયો હતો. તેમણે 1985માં કાયદામાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ વર્ષ 1987માં તેમણે કાયદામાં જ પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું. વર્ષ1990માં ઉત્તર પ્રદેશ ન્યાયિક સેવામાં જોડાયા હતા. તેમને વર્ષ 2005માં ઉચ્ચ ન્યાયિક સેવામાં બઢતી આપવામાં આવી હતી. વર્ષ 2019માં જિલ્લા અને સત્ર ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. અહીં બઢતી પહેલાં, તેમણે બાગપત, અલીગઢ જિલ્લાઓમાં સેવા આપી હતી. તેમણે જેટીઆરઆઈના ડાયરેક્ટર અને લખનૌમાં જિલ્લા અને સેશન્સ જજ તરીકે પણ સેવા આપી હતી. સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના સમાન નિર્ણયને રદ કર્યો હતો. 19 નવેમ્બર, 2021ના રોજ, સુપ્રીમ કોર્ટે સમાન અન્ય એક કેસમાં બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચના નિર્ણયને પલટી નાખ્યો હતો. કોર્ટે કહ્યું કે બાળકીનાં જાતીય અંગોને સ્પર્શ કરવો અથવા જાતીય ઈરાદાથી શારીરિક સંપર્ક સાથે સંકળાયેલા કોઈપણ કૃત્યને POCSO એક્ટની કલમ 7 હેઠળ જાતીય હુમલો ગણવામાં આવશે. તેમાં મહત્ત્વપૂર્ણ ઇરાદો છે, સ્કીન ટુ સ્કીન સંપર્ક નહીં. આ સમાચારને લઈને વાંચો એક્સપ્લેનર આજનું એક્સપ્લેનર:બાળકીના પ્રાઈવેટ પાર્ટ પકડવા, જબરદસ્તીથી નાડું તોડવું…બળાત્કારની કોશિશ નથી; અલાહાબાદ હાઈકોર્ટના નિર્ણયની શું થશે અસર જબરદસ્તીથી વિક્ટિમના પ્રાઈવેટ અંગ પકડી લેવા, તેના પાયજામાનું નાડું તોડી નાખવું અને તેને નાળાની નીચે ખેંચી જવાની કોશિશથી રેપ કે ‘રેપના પ્રયાસ’નો કેસ બનતો નથી. સોમવારે અલાહાબાદ હાઈકોર્ટે આ નિર્ણય સંભળાવતા બે આરોપીઓ પર લાગેલી કલમો બદલી નાખી. આ સમાચાર આગળ વાંચવા માટે અહીં ક્લિક કરો…