અમદાવાદ 41.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર ગતરોજ 41.5 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું. ઉપરાંત રાજ્યનાં 6 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું. આજે ગરમીથી રાહત મળવાની શક્યતા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો અમદાવાદમાં પંજાબે ગુજરાતને 11 રને હરાવ્યું અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબે ગુજરાતને 11 રને હરાવ્યું. ગુજરાતની હારને પગલે GTના ચાહકોમાં નિરાશા જોવા મળી. મેચ અડધી મૂકીને જ ચાહકો સ્ટેડિયમની બહાર નીકળી ગયા હતા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો જૂનાગઢના પ્લાસવામાં ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યાં જૂનાગઢના પ્લાસવામાં ગૌચરની જમીન પરનાં ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યાં. પોલીસ બંદોબસ્ત સાથે JCB દ્વારા મંદિર અને ઝૂંપડી તોડી પાડવામાં આવી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો દુષ્કર્મના આરોપીએ લોકઅપમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મના આરોપીએ લોકઅપમાં પોતાના શર્ટથી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો. આરોપીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો પોલીસ અને AAPના કોર્પોરેટર વચ્ચે ઝપાઝપી સુરત મહાનગરપાલિકામાં પોલીસ અને AAPના કોર્પોરેટર વચ્ચે ઝપાઝપી થઈ. આપના કાર્યકરોએ પોલીસકર્મીએ દારૂ પીધો હોવાનો આક્ષેપ કર્યો. તો પોલીસે ટીંગાટોળી કરી કહ્યું ચાલો, ટેસ્ટ કરાવીએ. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો SOGએ ડ્રોનની મદદથી ગાંજાની ખેતી ઝડપી પાડી નવસારીના વાંસદા તાલુકાના આંબાપાણી ગામે SOGએ ડ્રોનની મદદથી ગાંજાની ખેતી ઝડપી પાડી. SOGએ સવા લાખની કિંમતના 149 છોડ સાથે ખેડૂતની ધરપકડ કરી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો વ્યાજખોરના ત્રાસથી વેપારીએ આપઘાત કર્યો વેપારીએ વ્યાજખોરના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો. વેપારીએ સુસાઇડ નોટમાં લખ્યું, હું મરવા જાઉં છું, એનું તેનું કારણ જયેશ પડિયા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો