ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-9માં લેવાયેલી પ્રખરતા શોધ કસોટીનું પરિણામ જાહેર થયું છે. સમગ્ર રાજ્યમાંથી પસંદ થયેલા 1000 વિદ્યાર્થીઓમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના 51 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે. ગુરુકુળના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. ચુડાસમા દેવદીપસિંહ વિરેન્દ્રસિંહે 174.39 માર્ક્સ સાથે રાજ્યમાં ચોથો ક્રમ મેળવ્યો છે. તેમણે 99.99 પર્સેન્ટાઇલ હાંસલ કર્યા છે. ખીમાણી મીત દિનેશભાઈએ 171.06 માર્ક્સ સાથે આઠમો ક્રમ અને 99.99 પર્સેન્ટાઇલ મેળવ્યા છે. પંડ્યા ધ્રુવ અરવિંદભાઈએ 170.39 માર્ક્સ સાથે દસમો ક્રમ અને 99.98 પર્સેન્ટાઇલ પ્રાપ્ત કર્યા છે. ગુરુકુળના સ્પેશ્યલ વિભાગના વિદ્યાર્થીએ ભાવનગરમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. આ સફળતા પાછળ શિક્ષકોનું માર્ગદર્શન, વિદ્યાર્થીઓની મહેનત અને વાલીઓનું પ્રોત્સાહન મુખ્ય છે. શાળાના સંચાલક શ્રી કે.પી.સ્વામીજી અને આચાર્ય શ્રી મહેન્દ્રભાઈ પટેલે સફળ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી છે.