સુરતમાં દારૂ ઘુસાડવા બુટલેગરો અવનવા કિમિયાઓ અજમાવતા હોય છે ત્યારે કારમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા ત્રણ ઇસમોને પુણા પોલીસે ઝડપી પાડી 68,000 નો દારૂ કબજે કર્યો છે પોલીસે દારૂ અને અન્ય મુદ્દા માલ મળી 3,98,000નો મુદ્દામાલ કબજે કરી આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે. સુરતની પુણા પોલીસે બાતમીના આધારે કારમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે કારમાંથી અલગ અલગ બ્રાન્ડ ની વિદેશી દારૂની 39 બોટલો કબજે કરી છે. આરોપીઓએ કારમાં સીટની પઅંદર ચોરખાનું બનાવ્યું હતું અને પાછળની લાઈટ અંદર ચોરખાનું બનાવવામાં આવ્યું હતું અને તેમાં દારૂની બોટલો લાવવામાં આવી હતી. પોલીસે કારમાં તપાસ કરતા 39 દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે પૂણા ઇન્ટરસિટી સોસાયટીની બાજુમાં જાહેરમાં રોડ પરથી આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે હરિસિંહ માનસિંહ સીસોદીયા , હરિસિંહ સોહનસિંહ સિસોદિયા અને હુકમસિંહ મહેન્દ્રસિંહ ચુડાવતની ધરપકડ કરી છે. પોલીસે 68000 નો દારૂ અને ત્રણ લાખની કાર અને 3 મોબાઈલ ફોન મળી 3.98,000 થી વધુ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી આરોપીઓ આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.