આણંદ કૃષિ યુનિવર્સિટી ફાર્મ ટેકનોલોજી ટ્રેનીંગ સેન્ટર નેનપુર, મહેમદાવાદ ખાતે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ દ્વારા પીએમ-પ્રનામ કિસાન સંગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. મહેમદાવાદ તાલુકાના પ્રગતિશીલ ખેડૂતોને પીએમ પ્રનામ યોજનાની વિસ્તૃત માહિતી આપવામાં આવી. કાર્યક્રમમાં સેન્દ્રીય ખાતરના ફાયદા, સિટી કોમ્પોસ્ટ અને ફરમેન્ટેડ ઓર્ગેનિક મેન્યુર વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અને કુદરતી ખાતરોના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ સંશોધન કેન્દ્ર, સણસોલીના સહ સંશોધન વૈજ્ઞાનિક ડૉ. ડી. બી. પ્રજાપતિ અને જી.એન.એફ.સી.લી.ના મધ્ય ગુજરાતના હેડ ડી.એ.પટેલ ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત ડૉ.એમ.બી.ઝાલા, ડૉ.બી.એન.ઠક્કર અને વિસ્તરણ અધિકારી અશોકભાઈ ચૌહાણ પણ હાજર રહ્યા. કાર્યક્રમમાં મહેમદાવાદ તાલુકાના 120 જેટલા પ્રગતિશીલ ખેડૂતોએ ભાગ લીધો. કાર્યક્રમના અંતે ખેડૂતોની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવ્યું અને તેમને કેન્દ્ર ખાતે આવેલ મ્યુઝિયમની મુલાકાત કરાવવામાં આવી.