સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં સળંગ સાત દિવસની તેજી બાદ આજે ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 2, એપ્રિલથી ઘણા દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવા મક્કમ હોવાનું, પરંતુ યુરોપના દેશો ટ્રમ્પની નીતિ સામે લડત આપવા તૈયાર હોઈ જ્યારે ભારત રેસિપ્રોકલ ટેરિફથી બચી શકશે નહીં એવા અપાયેલા સંકેત અને આ ટેરિફ લાગુ થવાની પૂરી શકયતા સામે રેસિપ્રોકલ ટેરિફ લાગુ થવા મુદ્દે હજી સુધી કોઈ સ્પષ્ટતા ન હોવાના કારણે ફંડો, રોકાણકારો દ્વારા આજે ઉછાળે નફારૂપી વેચવાલી કરતાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. નાણા વર્ષ 2024-25 પૂરું થવા જઈ રહ્યું હોઈ માર્ચ એન્ડિંગ પૂર્વે ચોપડે જે શેરોમાં નુકશાની થતી હોય એ શેરો વેચીને નુકશાની બુક કરતાં આજે માર્કેટબ્રેડથ નેગેટીવ બની હતી. કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક ડોલર ઇન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડ વધતા આજે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અમેરિકાએ વેનેન્ઝુએલાના ક્રૂડઓઈલ પર અંકુશો મૂકતા ક્રૂડઓઈલના ભાવ વધીને 73 ડોલરને પાર રહ્યા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.67% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.45% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કેપિટલ ગુડ્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4143 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 3115 અને વધનારની સંખ્યા 919 રહી હતી, 109 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 7 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 15 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ઇન્ડસઇન્ડ બેન્ક 2.94%, એચસીએલ ટેકનોલોજી 0.43%, મહિન્દ્રા મહિન્દ્રા 0.22%, ટાઈટન કંપની લિ. 0.07% અને પાવર ગ્રીડ કોર્પોરેશન 0.07% વધ્યા હતા, જયારે એનટીપીસી લિ. 3.54%, ઝોમેટો લિ. 3.10%, ટેક મહિન્દ્ર 2.85%, બજાજ ફાઈનાન્સ 2.28%, એકસિસ બેન્ક 2.14%, ઇન્ફોસિસ લિ. 2.06%, મારુતિ સુઝુકી 1.39%, કોટક બેન્ક 1.27% અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા 1.25% ઘટ્યા હતા. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 23521 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 23373 પોઈન્ટના પ્રથમ અને 23303 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 23575 પોઈન્ટ થી 23636 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં 23676 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 51273 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 51008 પોઈન્ટ પ્રથમ અને 50880 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 51373 પોઈન્ટ થી 51404 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 51474 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
કોટક મહિન્દ્ર બેન્ક ( 2140 ) :- કોટક મહિન્દ્ર ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2103 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2090 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2163 થી રૂ.2170 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2184 ઉપર તેજી તરફી ધ્યાન. એચડીએફસી બેન્ક ( 1807 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1787 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1770 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1823 થી રૂ.1830 ભાવ નોંધાવે તેવી સંભાવના છે. લુપિન લિ. ( 2060 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.2108 આસપાસ વેચવાલી થકી રૂ.2033 થી રૂ.2018 ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2120 નો સ્ટોપલોસ ધ્યાને લેવો. ઈન્ફોસિસ લિ. ( 1599 ) :- રૂ.1633 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1640 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.1580 થી રૂ.1865 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1645 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા…
મિત્રો, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કારણે ભારત સહિત અનેક દેશો મુશ્કેલીમાં મુકાયા છે. તેમણે ઘણાં દેશો પર ટેરિફ લગાવવાની અને વધારવાની જાહેરાત કર્યા બાદ અનેક દેશોના અર્થતંત્ર સહિત શેરબજારમાં પણ ઘટાડો નોંધાયો છે. મૂડીઝ એનાલિટિક્સના રિપોર્ટ મુજબ, અમેરિકાના નવા ટેરિફ અને વૈશ્વિક માંગમાં નરમાઈના કારણે વર્ષ 2025માં ભારતીય અર્થતંત્રને પણ નુકશાન થવાની શક્યતા છે. નવા અમેરિકન ટેરિફ અને વૈશ્વિક માંગ ધીમી થવાથી નિકાસ પર અસર પડી રહી છે. શેરોના હાઈ વેલ્યુએશન, ઈઝરાયેલ-હમાસ યુદ્વ, યુક્રેન-રશીયા યુદ્વ, ડિસેમ્બર અંતના ત્રિમાસિક નબળા પરિણામો અને છેલ્લે ટ્રમ્પનું ટેરિફ વોર અને ત્રીજા વિશ્વ યુદ્વના ભય સહિતના આ તમામ પરિબળોએ ભારતીય શેરબજારમાં કરેકશનનો દોર જોવા મળ્યો હતો, જો કે અહીંથી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો, એફઆઈઆઈઝની વેચવાલી અટકવાની શકયતા જોવા મળી શકે છે. ત્યારે અગામી દિવસોમાં ફોરેન ફંડોનો રોકાણ વ્યુહ કેવો રહેશે તેના પર ભારતીય શેરબજારની નજર રહેશે.