back to top
Homeગુજરાતસુરતમાં 30 માર્ચે રત્નકલાકારોની હડતાળ:હીરા માર્કેટ અને કારખાનાઓમાં ઠેર-ઠેર બેનર લાગ્યા; કતારગામથી...

સુરતમાં 30 માર્ચે રત્નકલાકારોની હડતાળ:હીરા માર્કેટ અને કારખાનાઓમાં ઠેર-ઠેર બેનર લાગ્યા; કતારગામથી કાપોદ્રા હીરા બાગ સુધી એકતા રેલીનું આયોજન

ઘણાં સમયથી હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી ભયંકર મંદીને કારણે રત્નકલાકારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા ઉદ્યોગો બંધ રાખી અને હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. આ હડતાળના સમર્થનમાં સુરતના વિવિધ હીરા માર્કેટ અને કારખાનાઓમાં ઠેર-ઠેર હડતાળના બેનર લગાવવામાં આવ્યા છે, જેનાથી ઉદ્યોગમાં ઉથલપાથલ મચી ગઈ છે. આગામી 30 માર્ચના રોજ રત્નકલાકારો હડતાળ કરશે અને કતારગામથી કાપોદ્રા હીરા બાગ સુધીની એકતા રેલી યોજશે. 30 માર્ચે હડતાળ સાથે રેલીનું આયોજન
ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે 10 માર્ચે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી રત્નકલાકારોની સમસ્યાઓ અંગે સરકારનું ધ્યાન દોર્યું હતું. સંગઠન દ્વારા 30 માર્ચ, 2025ના ઉદ્યોગ બંધ રાખવાની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે “રત્નકલાકાર એકતા રેલી”નું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે ગાંધી ચિંધ્યા માર્ગે કાઢવામાં આવશે. રેલી માટે પોલીસ વિભાગ પાસે પરમિશન માટેની અરજી કરવામાં આવી છે. રત્નકલાકારોની સતત અવગણના થતાનો આક્ષેપ
રાજ્ય સરકાર દ્વારા બે દિવસમાં એક્શનપ્લાન તૈયાર કરવાની ખાતરી આપી હતી, પરંતુ હજી સુધી કોઈ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી. રત્નકલાકારોની સતત અવગણના થતી હોવાના આક્ષેપ સાથે ડાયમંડ વર્કર યુનિયને ઉગ્ર આંદોલનની ચેતવણી આપી છે. રત્નકલાકારોની માંગણીઓ…
રત્નકલાકારોની મુખ્ય માંગણીઓમાં મોંઘવારીને ધ્યાનમાં રાખીને 30% પગાર વધારો, ભાવ વધારા પર એક વિશિષ્ટ સમિતિની રચના, આર્થિક પેકેજની વ્યવસ્થા, રત્નકલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના અને આત્મહત્યા કરનારા રત્નકલાકારોના પરિવારોને સહાય અપાવવાની માંગણીઓ સામેલ છે. યુનિયનનું રત્નકલાકારોને હડતાળ અને એકતા રેલીમાં જોડાવા આહ્વાન
ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકએ જણાવ્યું કે, છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે. અનેક રત્નકલાકારો રોજગાર ગુમાવી રહ્યા છે. પગારમાં ઘટાડો થઈ રહ્યો છે અને આર્થિક સંકડામણના કારણે આત્મહત્યા જેવા બનાવો વધી રહ્યા છે. ડાયમંડ વર્કર યુનિયને રત્નકલાકારોને હડતાળમાં અને એકતા રેલીમાં જોડાવાનું આહ્વાન કર્યું છે. જો સરકાર રત્નકલાકારોની માગણીઓનો વિચાર નહીં કરે તો હડતાળના કારણે સુરતના હીરા ઉદ્યોગને મોટો ઝટકો લાગી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments