back to top
Homeગુજરાતગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો:વડોદરામાં ગાઢ ધુમ્મસથી 200 મીટર દૂરનાં વાહનો પણ દેખાતાં...

ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો:વડોદરામાં ગાઢ ધુમ્મસથી 200 મીટર દૂરનાં વાહનો પણ દેખાતાં નથી; 10 એપ્રિલ સુધી તોફાની પવન સાથે માવઠાંની વકી

હવામાન વિભાગ અને હવામાનના નિષ્ણાતો દ્વારા ભર‌ઉનાળે વાતાવરણમાં પલટો આવવાની કરેલી આગાહી વચ્ચે આજે (28 માર્ચ, 2025) વડોદરામાં ગાઢ ધુમ્મસ છવાયું છે. ડભોઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ ઉપર ગાઢ ધુમ્મસ છવાઈ જતાં શૂન્ય વિઝિબિલિટી થઇ ગઇ હતી, પરિણામે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, ગતરોજ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા 10 એપ્રિલ સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં તોફાની પવનો સાથે કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. આજે વહેલી સવારથી જ ડભોઇ પંથકના રેલવે સ્ટેશન, વેગા, શિનોર ચાર રસ્તા, શિનોર રોડ, SOU રોડ સહિતનાં વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. ડભોઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રસ્તે વિઝીબિલીટી ઓછી થઇ જતાં નોકરી-ધંધાર્થે નિકળેલા લોકોને પોતાના વાહનોની હેડલાઇટ ચાલુ કરવાની ફરજ પડી હતી. તે સાથે વાહનો ધીમે હંકારવાની ફરજ પડી હતી. વાતાવરણમાં આવેલા એકાએક પલટો જોઇ લોકો પણ આશ્ચર્યમા મુકાઇ ગયા હતા. એક તબક્કે ઉનાળામાં વરસાદી માહોલ જેવુ વાતાવરણ થઇ ગયું હતું. ધોમધખતા તડકા વચ્ચે અંબાલાલની માવઠાની આગાહી
વરસાદની આગાહી કરતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી દિવસોમાં ભારે પવનોના તોફાનો અને વિન્ડ ગસ્ટ અને લગભગ ઝડપી પવનો સાથે સાથે વરસાદ. ક્યાંક મેઘગર્જના અને ભારે વિન્ડ ગસ્ટ સાથે સમુદ્ર કિનારે ભારે પવન ફૂકાંવવાની શખ્યતા રહેશે. જેમાં લગભગ 28, 29 અને 30 માર્ચમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે પવનો ફૂકાશે. સામાન્ય પવન 10થી 15 કિમીની ઝડપે, વિન્ડ ગસ્ટ 35 કિમીની ઝડપે અને દરિયાકાંઠા વિસ્તારોમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. દેશના ઘણા ભાગોમાં આંધી-વંટોળની શક્યતાં
આ ઉપરાંત બંગાળની ખાડીમાં સિઝનનું પ્રથમ સાયક્લોન હળવા પ્રકારનું બનવાની શક્યતા છે, જે વિશાખાપટ્ટનમ આસપાસ આ સાયક્લોન સામાન્ય વાવાઝોડામાં પરિવર્તી થશે. જેના ભેજ અને અરબસાગરના ભેજને કારણે 10મી એપ્રિલ સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં હવામાનમાં ભારે પલટો આવશે. જેમા દક્ષિણ ગુજરાતના ભાગો નવસારી, સુરત બાજુના ભાગો. દક્ષિણ-સૌરાષ્ટ્રના ભાગો. આ ઉપરાંત મધ્ય-ઉત્તર ગુજરાતના કેટલાંક ભાગોમાં હવામાનમાં પલટો આવશે. દેશના ઘણા ભાગોમાં વાતાવરણમાં પલટાની સાથે આંધી-વંટોળ અને પર્વતીય પ્રદેશોમાં મેઘ ગર્જના સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. 10 એપ્રિલ સુધીમાં હવામાનમાં મોટો પલટો આવશે
ગુજરાતના કેટલાંક ભાગોમાં છાંટા પડવાની શક્યતા રહેશે. કારણે કે, આ વખતે જેટધારા દક્ષિણવર્તિય રહી છે. જેની અસર અરબસાગરમાં થશે અને અરબસાગરના ભેજના કારણે ગુજરાતના હવામાનમાં માર્ચના અંતથી 10 એપ્રિલ સુધીમાં હવામાનમાં મોટો પલટો આવશે અને કેટલાંક ભાગોમાં છાંટા પડવાની શક્યતા રહેશે. ક્યાંક હળવો વરસાદ પડવાની શક્યતા રહેશે. આ વખતે દેશમાં અપેક્ષા કરતાં વધુ ગરમી રહેવાની છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આ વર્ષે દેશના ઉત્તર-પશ્ચિમ રાજ્યો એટલે કે હરિયાણા, પંજાબ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, દિલ્હીમાં ગરમીના દિવસોની સંખ્યા બમણી થવાની સંભાવના છે. 2024નું વર્ષ ભારત માટે સૌથી ગરમ વર્ષોમાંનું એક હતું. ગયા વર્ષે દેશ 554 દિવસ સુધી હીટવેવથી પ્રભાવિત રહ્યો હતો. સામાન્ય રીતે એપ્રિલથી જૂન સુધી સતત 5-6 દિવસ સુધી ગરમીનું મોજું ચાલુ રહે છે, પરંતુ આ વખતે 10 થી 12 દિવસના અનેક લૂપ હોઈ શકે છે. જોકે, હવામાન વિભાગે આ વર્ષે હીટવેવની અસર કેટલા દિવસ રહેશે તેની માહિતી આપી નથી. હવામાનશાસ્ત્રીઓ કહે છે કે જો ગરમીના દિવસોની સંખ્યા બમણી થાય છે, તો 2025 અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ હશે. આ દિવસોમાં તાપમાન 5 ડિગ્રી અથવા સામાન્ય કરતા વધુ રહી શકે છે. સમાચાર વિગતવાર વાંચવા ક્લિક કરો રાજ્યમાં 26 અને 27 માર્ચે નોંધાયેલું મહત્તમ તાપમાન

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments