back to top
Homeગુજરાતઅંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રિની તૈયારીઓ:ઘટસ્થાપન 30 માર્ચે સવારે 9:15 કલાકે, આરતી-દર્શનના સમયમાં...

અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રિની તૈયારીઓ:ઘટસ્થાપન 30 માર્ચે સવારે 9:15 કલાકે, આરતી-દર્શનના સમયમાં ફેરફાર

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે ચૈત્રી નવરાત્રિ નિમિત્તે આરતી અને દર્શનના સમયમાં મહત્વપૂર્ણ ફેરફારો જાહેર કર્યા છે. ઘટસ્થાપન 30 માર્ચ 2025ના રોજ સવારે 9:15 કલાકે કરવામાં આવશે. પ્રથમ આરતી સવારે 7થી 7:30 દરમિયાન થશે. ત્યારબાદ સવારે 7:30થી 11:30 સુધી દર્શન રહેશે. રાજભોગ આરતી બપોરે 12 વાગ્યે થશે. બપોરના દર્શન 12:30થી 4:30 સુધી ચાલુ રહેશે. સાંજની આરતી 7થી 7:30 વાગ્યા સુધી થશે અને રાત્રિ દર્શન 7:30થી 9 વાગ્યા સુધી ચાલુ રહેશે. આઠમના દિવસે (5 એપ્રિલ) અને પૂનમના દિવસે (12 એપ્રિલ) સવારની આરતી 6 વાગ્યે થશે. 6 એપ્રિલથી મંદિરના દર્શન અને આરતીનો સમય નિયમિત ક્રમ મુજબ રહેશે. ટ્રસ્ટે તમામ ભક્તોને આ નવા સમયપત્રક મુજબ દર્શન માટે આવવા વિનંતી કરી છે. આ વ્યવસ્થા યાત્રાળુઓની સગવડતા માટે કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments