back to top
Homeગુજરાતઅનંત અંબાણીની દ્વારકાની પદયાત્રામાં બ્રાહ્મણો જોડાયા:બે દિવસમાં 24 કિ.મી.નું અંતર કાપ્યું, 10...

અનંત અંબાણીની દ્વારકાની પદયાત્રામાં બ્રાહ્મણો જોડાયા:બે દિવસમાં 24 કિ.મી.નું અંતર કાપ્યું, 10 એપ્રિલે દ્વારકાધીશના ધામે જન્મદિવસ ઊજવશે

રિલાયન્સ પરિવારના અનંત અંબાણી પોતાના જન્મદિવસ નિમિત્તે ભગવાન દ્વારકાધીશનાં દર્શન માટે પદયાત્રા કરી રહ્યા છે. અનંત અંબાણીની પદયાત્રાનો આજે બીજો દિવસ છે. તેમણે ગઇકાલે (તારીખ 28/03/2025)ના રોજ મધરાત્રે ત્રણ વાગ્યે રિલાયન્સ ટાઉનશિપ-વનતારાથી પદયાત્રા શરૂ કરી હતી. બે દિવસમાં અનંત અંબાણીએ 24 કિલોમીટર જેટલું અંતર કાપ્યું છે. તેઓ 10 એપ્રિલના રોજ દ્વારકામાં પોતાના જન્મદિવસની ઉજવણી કરશે. સવારે આઠ વાગ્યા સુધીમાં ખંભાળિયા નજીક પહોંચ્યા
Z પ્લસ સિક્યોરિટી સાથે અનંત અંબાણી દરરોજ 10-12 કિલોમીટર અંતર કાપી રહ્યા છે. પદયાત્રા પૂરી કરે ત્યારે જ્યાં પહોંચે ત્યાંથી પરત રિલાયન્સ ટાઉનશિપ ફરે છે અને બીજા દિવસે ત્યાંથી ફરી યાત્રા શરૂ કરે છે. પહેલા દિવસે તેમણે રિલાયન્સ ટાઉનશિપથી ન્યારા કંપનીની સામે હોટલ શ્યામ-વે સુધી યાત્રા કરી હતી. જ્યાંથી તેઓ પરત રિલાયન્સ ટાઉનશિપ ફર્યા હતા. બીજા દિવસે રાત્રે સાડાત્રણ વાગ્યે ત્યાંથી યાત્રા શરૂ કરીને સવારે આઠ વાગ્યા સુધીમાં ખંભાળિયા નજીક પહોંચ્યા હતા, જ્યાંથી પરત રિલાયન્સ ટાઉનશિપ ફર્યા છે. પદયાત્રામાં અનંત અંબાણી સાથે બ્રાહ્મણો જોડાયા
અનંત અંબાણીની આ પદયાત્રામાં તેમની સાથે બ્રાહ્મણો અને મિત્રો જોડાયા છે. અનંત પદયાત્રામાં સામાન્ય નાગરિકોની જેમ લોકો સાથે સેલ્ફી લઈ રહ્યા છે અને ‘જય દ્વારકાધીશ’નો જયઘોષ કરી રહ્યા છે. જામનગર સહિત વિવિધ સ્થળોએથી લોકો તેમની એક ઝલક જોવા માટે રાતભર રાહ જોઈ રહ્યા છે. દેશના કોઈ મોટા ઉદ્યોગપતિના પરિવારજને આ રીતે પદયાત્રા કરી હોય એવું કદાચ ઇતિહાસમાં પ્રથમ વખત બની રહ્યું છે. અંબાણી પરિવાર ભગવાન દ્વારકાધીશમાં અપાર શ્રદ્ધા ધરાવે છે. તેઓ અગાઉ દ્વારકા, બાલા હનુમાન અને મહાકુંભમાં દર્શન કરી ચૂક્યા છે. તાજેતરમાં સમગ્ર અંબાણી પરિવારે મહાકુંભમાં સ્નાન કર્યું હતું. તસવીરોમાં જોઈએ અનંત અંબાણીની પદયાત્રા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments