back to top
Homeગુજરાતકેગના રિપોર્ટમાં ખુલાસો:સિવિલ સહિતની સરકારી હોસ્પિટલોમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની સંખ્યામાં 13% ઘટ

કેગના રિપોર્ટમાં ખુલાસો:સિવિલ સહિતની સરકારી હોસ્પિટલોમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની સંખ્યામાં 13% ઘટ

તાજેતરમાં સરકારે જાહેર કરેલા કેગના રિપોર્ટ પ્રમાણે અમદાવાદમાં ડોક્ટર, સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નર્સ, પેરામેડિકલ સ્ટાફ, સીએચસી સેન્ટર, પીએચસી સેન્ટર મંજૂર મહેકમ કરતા ફરજ પરના સ્ટાફની સંખ્યા ઓછી જોવા મળી રહી છે. જેમાં મેડિકલ કોલેજ વીથ હોસ્પિટલમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની સંખ્યા 657 હોવી જોઈએ જેની જગ્યાએ હાલમાં 577 સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો ફરજ બજાવે છે. સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા ગંભીર બીમારીઓનું નિદાન કરે છે તે ખાતામાં જ 13 ટકાની ઘટ સરકારની આરોગ્ય પ્રત્યેની ગંભીરતાને દર્શાવે છે. આ ઉપરાંત ડોક્ટરોનું મંજૂર મહેકમ 1082 છે તેની સામે 4 ટકાની ઘટ સાથે 1038 ડોક્ટર ફરજ બજાવી રહ્યા છે. જ્યારે 2278 નર્સ માટેનું મહેકમ મંજૂર છે તેની સામે 3 ટકાની ઘટ સાથે 2200 નર્સનો સ્ટાફ હાજર છે. પેરામેડિક્સ સ્ટાફમાં 928 લોકોનો મહેકમ મંજૂર થયેલ છે તેની સામે 893 પેરામેડિક્સ સ્ટાફનો મહેકમ મંજૂર છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં પીએચસી સેન્ટરોમાં પણ મોટાપાયે ડોક્ટર, નર્સ અને પેરામેડિક્સ સ્ટાફની ઘટ જોવા મળી રહી છે. પીએચસી સેન્ટરમાં 40 ડોક્ટર માટેનું મહેકમ મંજૂર છે તેની સામે 32 ડોક્ટર ફરજ પર છે. જ્યારે 29 નર્સ માટે મહેકમ મંજૂર છે તેની સામે એકપણ નર્સ ફરજ પર નથી અને 80 પેરામેડિક્સ સ્ટાફ માટે મહેકમ મંજૂર છે તેની સામે 72 લોકોનો પેરામેડિકલ સ્ટાફ મંજૂર છે. આ ઉપરાંત શહેરની વસ્તીને ધ્યાનમાં રાખીને કુલ 11 કોમ્યુનિટી હેલ્થ સેન્ટર હોવા જોઈએ તેની સામે માત્ર 8 સીએચસી કાર્યરત છે અને 42 પીએચસી હોવું જોઈએ તેની સામે 40 પીએચસી કાર્યરત છે. આરોગ્ય જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રે સરકાર દ્વારા ચલાવાતી હોસ્પિટલમાં ડોક્ટર, સ્પેશિયાલિસ્ટ ડોક્ટર, નર્સ અને પેરામેડિક્લ સ્ટાફની મોટાપાયે ઘટ જોવા મળતા છેલ્લે લોકોને જ હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે. સિવિલ-સોલા સિવિલમાં એકેય સુપર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર નથી
સોલા સિવિલમાં હૃદયની સારવાર કરતાં કાર્ડિયોલોજિસ્ટ અને કાર્ડિયાક સર્જન, મગજની સારવાર કરતાં ન્યુરોલોજિસ્ટ અને ન્યુરો સર્જન, ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ અને ગેસ્ટ્રો સર્જન અને નેફ્રોલોજિસ્ટ જેવા ડોકટર્સ ઉપલબ્ધ નથી. જયારે સિવિલ હોસ્પિટલમાં નેફ્રોલોજિસ્ટ, ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ, પીડિયાટ્રિક ન્યૂરોલોજિસ્ટ અને ઇન્ટેન્સિવિસ્ટ નથી. સીએમ સેતુ અંતર્ગત બોલાવવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments