back to top
Homeગુજરાતદિન વિશેષ:ઓટીઝમગ્રસ્તને વર્તન, વિષય તથા ભાષામાં તકલીફ

દિન વિશેષ:ઓટીઝમગ્રસ્તને વર્તન, વિષય તથા ભાષામાં તકલીફ

તા.2 એપ્રિલનાં દિવસને વર્લ્ડ ઓટીઝમ ડે તરિકે ઓળખવામાં તથા ઉજવવામાં આવે છે. આ વર્ષે થીમ એડવાન્સિંગ ન્યૂરોડાયવર્સીટી એન્ડ યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ છે. ઓટીઝમ માટે સમાજમાં સકારાત્મકતા બહુજ આવશ્યક છે. ઓટીઝમ શબ્દોનો સૌ પ્રથમ પ્રયોગ ડો.લીઓ કેનર દ્વારા 1943માં જોહન હોપકીન્સ યુનિવર્સીટીમાં કર્યો હતો.તેમના રીસર્ચ પેપર પ્રમાણે સામાન્ય વ્યક્તિ સાથે ઓટીઝમ ધરાવતા બાળકોને તથા વ્યક્તિઓને સમાયોજનની ખુબજ તકલીફ પડતી હોય છે. સાથે સાથે વર્તન, વિષય તથા ભાષાની આદાન પ્રદાનની ખુબજ તકલીફ જોવા મળતી હોય છે. પ્રથમ દષ્ટિએ બાળક મંદબુધ્ધિનું તથા બહેરાસ ધરાવતું હોય તેવો આભાસ થાય છે પણ હકીકતમાં તે અલગ પ્રકારની તકલીફ ઓટીઝમ અથવા સ્વલીનતાથી જ પીડાતુ હોય છે અને આ પરિસ્થિતિ જિંદગીભર છે, યોગ્ય રિહેબિલિટેશન દ્વારા પરિસ્થિતિ તથા ઓટીઝમ વિશે મહદઅંશે સમાયોજન કરી નિયંત્રણ લાવી શકાય છે. પણ સાવ નોર્મલ કરવું અશક્ય હોય છે. ઓટીઝમને બીજા અર્થમાં સ્વલીનતા પણ કહેવામાં આવે છે. તાજેતરના એક રિસર્ચ પ્રમાણે દર 68 બાળકે એક બાળક ઓટીઝમ વાળું જોવા મળતું હોય છે. આ દિવસે ઓટીઝમને લગતી થીમને આધારે તેનાં નિદાન તથા પુનવર્સન વિશે માહિતગાર કરવામાં આવે છે. સામાન્ય આરોગ્યની જાગ્રુતતાની સાથે ઓટીઝમ તથા બાળમનોરોગોને લગતી જાગૃતતા ખુબજ અનિવાર્ય છે તેનાં કારણો નિયમન તથા સામાન્ય જીવન વિશે માહિતી મેળવવી જરૂરી છે. રોટરી ક્લબ ઓફ ભાવનગર દ્વારા 2021થી ઓટીઝમ ધરાવતા બાળકો તથા ટીનએજર માટે થેરાપી તથા કાઉનસ્લીંગ, એબીએ થેરાપીની સેવા નિ:શુલ્ક ઓનલાઈન માધ્યમથી દર રવિવારે ડોકટર ગૌરાંગ જોષી સવારે 7થી સાંજે 6 દરમ્યાન તથા ટીનએજર ના સાયકોલોજિકલ વેલ બીયીંગ માટે સ્ટ્રેસ મેનેજમેન્ટ હેલ્પલાઈન કાર્યરત છે. બાળક તથા ટીનએજરની દરેક માહિતી ગોપનીય રખાય છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન જિનેટિક્સના ડો. જયેશ શેઠ અને હોમિયોપેથીના સ્પેશિયાલિસ્ટ ડો. કેતન પટેલે જણાવ્યું હતું કે, સ્ટ્રેસ, પ્રસૂતિ દરમિયાન ઇન્ફેક્શન, મોડા લગ્ન અને મોડા સંતાન, દવાઓ અને પેસ્ટીસાઇડ્સની આડઅસરથી બાળક ઓટિઝમ સાથે જન્મવાની શક્યતા વધુ છે. ઓટિઝમના 50 ટકા દર્દીમાં જિનેટિક ખામી મળે છે, તેમાં 30 ટકામાં સમયસર નિદાનથી સારાં પરિણામો મળે છે. બાળક 3 વર્ષનું થાય એટલે ખબર પડી જાય
ઓટીઝમએ નાનાપણથી દેખા દેતો રોગ છે બાળકમાં આ રોગના ચિહ્નો જોવા મળે છે અને જો સતત જાગૃતતા દાખવી બાળકના એબનોર્મલ વર્તનને ધ્યાને લેવામાં આવે તેમજ ધીમે ધીમે ચોક્કસ સારવાર જેમાં ઓક્યુપેશનલ થેરાપી અને રિહેબીલીટેશનલ થેરાપીનો સમાવેશ થાય છે તેનાથી રોગી બાળકમાં લાંબા ગાળે ચોક્કસ ફાયદો થાય છે જો કે આ રોગમમાં હજી સુધી કોઇ ચોક્કસ રામબાણ ઇલાજ જેવી દવા નથી. ભારતમાં દર 68 બાળકે એક બાળક આ રોગથી પિડાય છે. > ડો.શૈલેષ જાની, સાયકિયાટ્રિસ્ટ ઓટીઝમ થવાના કારણો ?
ઓટીઝમ તથા બાળમનોરોગો ધરાવાના ચોક્કસ કારણો હજુ જાણી શકાયા નથી. સંભવત: અનુવાંશિક, ડીલીવરી સમયે ઈજા, માતાની મોટી ઉમરે ડીલીવરી વિગેરે જેવા કારણોથી સ્પેશિયલ બાળક રહેવાની સંભાવના વધી જાય છે. તેની સારવારમાં મનોવૈજ્ઞાનિક થેરાપી પ્રોગ્રામ જેમાં કોગ્નેટીવ બિહેવીયર થેરાપી, એબીએ થેરાપી, અર્લી ઈન્ટરવેન્શન થેરાપી જેવી સારવાર દ્વારા મહદઅંશે મેનેજમેન્ટ શક્ય છે. આ ઉપરાંત આરટીએમએસ થેરાપી, ડાયલેકટીવ બિહેવયર થેરાપી આધુનિક મનોવૈજ્ઞાનિક સારવાર મદદરૂપ થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments