back to top
Homeબિઝનેસઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ:નિફટી ફ્યુચર 23404 પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ:નિફટી ફ્યુચર 23404 પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાગુ કરવામાં આવી રહેલાં રેસિપ્રોકલ ટેરિફના કારણે આંજે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો, તેમજ શોર્ટ પ્રોફિટ બુક કરતાં જોવા મળતાં આજે બીએસઈ સેન્સેક્સમાં 1100થી વધુ પોઈન્ટ અને નિફ્ટી ફ્યુચરમાં અંદાજીત 300 પોઈન્ટથી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો હતો. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ મામલે આક્રમક નીતિને લઈ યુરોપ, ચાઈના સહિતના દેશો વળતાં પગલાં લઈ રહ્યા છે, ત્યારે 2 એપ્રિલના રેસિપ્રોકલ ટેરિફ લાગુ થતાં પૂર્વે ભારતે ટેરિફમાં આગોતરા ઘટાડા કર્યા બાદ હવે કૃષી ચીજોની આયાત પરના અંકુશો અને ટેરિફ હળવા કરવા નિર્ણયની તૈયારી વચ્ચે આજે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક ડોલર ઇન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડ વધતા આજે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે રશિયાથી ક્રૂડતેલની આયાત કરનારા દેશો સામે ટ્રમ્પ વધુ ટેરીફ નાંખશે એવી શક્યતાએ ક્રૂડઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 1.04% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.07% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ્યુનિકેશન અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4195 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1344 અને વધનારની સંખ્યા 2708 રહી હતી, 143 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 8 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 11 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ઇન્ડસઇન્ડ બેન્ક 5.11% અને ઝોમેટો લિ. 0.27% વધ્યા હતા, જયારે એચસીએલ ટેકનોલોજી 3.87%, બજાજ ફિનસર્વ 3.46%, એચડીએફસી બેન્ક 3.35%, બજાજ ફાઈનાન્સ 2.81%, ઇન્ફોસિસ લિ. 2.73%, ટાઈટન કંપની લિ. 2.52%, આઈસીઆઈસીઆઈ બેન્ક 2.28, સન ફાર્મા 2.22% અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1.77% ઘટ્યા હતા. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ… ⦁ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 23308 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 23088 પોઈન્ટના પ્રથમ અને 23008 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 23373 પોઈન્ટ થી 23404 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં 23404 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!! બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…
⦁ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 51191 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 51474 પોઈન્ટ પ્રથમ અને 51606 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 51088 પોઈન્ટ થી 50880 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 51606 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!! ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
⦁ એચડીએફસી બેન્ક ( 1779 ) :- એચડીએફસી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1744 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1730 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1797 થી રૂ.1808 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1814 ઉપર તેજી તરફી ધ્યાન…!!
⦁ ઈન્ફોસીસ લિ. ( 1538 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1508 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1488 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1553 થી રૂ.1560 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
⦁ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ( 2653 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પેસેન્જર્સ કાર્સ એન્ડ યુટીલીટી વ્હીકલ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.2688 આસપાસ વેચવાલી થકી રૂ.2608 થી રૂ.2580 ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2707 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
⦁ મુથૂટ ફાઈનાન્સ ( 2340 ) :- રૂ.2388 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.2393 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.2303 થી રૂ.2280 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.2404 ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!! બજારની ભાવિ દિશા….
મિત્રો, ઈઝરાયેલ – હમાસ યુદ્વ કે યુક્રેન – રશીયા વોરના કારણે સર્જાયેલી જીઓપોલિટીકલ ટેન્શનના પડકારો છતાં ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ અમેરિકા ફર્સ્ટના ચૂટણી વચનની સાથે ટેરિફ વોરમાં વિશ્વને ધકેલનારા ડોનાલ્ડ ટ્રમ્પ સરકારની નીતિઓની આક્રમકતા સાથે અનિશ્ચિતતાએ વિશ્વના અનેક બજારોમાં ઉથલપાથલ મચાવ્યા સાથે ભારતીય શેરબજારમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે. આમ નાણા વર્ષ 2024-25ના અંતિમ છમાસિકમાં ઘણા ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોથી લઈ રિટેલ ઈન્વેસ્ટરોના પોર્ટફોલિયોમાં મોટું ધોવાણ થયું છે. બજાર છેલ્લા એક મહિનામાં ખાસ માર્ચના અંતિમ દિવસોમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો ભારતીય શેરબજારમાં ઘણા શેરોમાં ખરીદદાર બનતાં ભારતીય શેરબજારમાં નીચા મથાળેથી રીકવરી જોવા મળી હતી. પરંતુ હજુ ટેરિફ મુદ્દે વિશ્વને અનિશ્ચિતતાના દોરમાં રાખ્યું છે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં આગામી દિવસોમાં ટૂંકાગાળા માટે બે-તરફી અફડાતફડી સાથે સાવચેતી રાખવી જરૂરી બની રહેશે, ઉપરાંત બીજી એપ્રિલના અમેરિકા ક્યા દેશો પર કેટલી રેસિપ્રોકલ ટેરિફ લાદે છે એના પર ભારતીય શેરબજારની નજર રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments