back to top
Homeસ્પોર્ટ્સઝડપી બેટિંગના કારણે પંજાબ 16.2 ઓવરમાં જીત્યું:લખનૌને 8 વિકેટે હરાવ્યું; પંતે કહ્યું-...

ઝડપી બેટિંગના કારણે પંજાબ 16.2 ઓવરમાં જીત્યું:લખનૌને 8 વિકેટે હરાવ્યું; પંતે કહ્યું- અમે પિચ સમજી શક્યા નહીં

પ્રભસિમરન સિંહની ઝડપી બેટિંગના આધારે, પંજાબ કિંગ્સે લખનૌ સુપરજાયન્ટ્સને 8 વિકેટે હરાવ્યું. પંજાબે મંગળવારે એકાના સ્ટેડિયમમાં બોલિંગ કરવાનું પસંદ કર્યું. લખનૌએ 7 વિકેટ ગુમાવ્યા બાદ 171 રન બનાવ્યા. પંજાબે 16.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને ટાર્ગેટ પુરો કરી લીધો. પંજાબના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે 3 વિકેટ લીધી. બેટિંગમાં, પ્રભસિમરન સિંહે 34 બોલમાં 69 રન બનાવ્યા. કેપ્ટન શ્રેયસ ઐયરે 52 અને નેહલ વાઢેરાએ 43 રન બનાવ્યા. લખનૌ તરફથી દિગ્વેશ રાઠીએ 2 વિકેટ લીધી. નિકોલસ પૂરને 44 અને આયુષ બદોનીએ 41 રન બનાવ્યા હતા. મેચ એનાલિસિસ 5 પોઈન્ટમાં… 1. પ્લેયર ઓફ ધ મેચ 172 રનના લક્ષ્યાંકનો પીછો કરતા, પંજાબ કિંગ્સે ઓપનર પ્રભસિમરન સિંહ સાથે ઝડપી શરૂઆત કરી. તેણે માત્ર 34 બોલમાં 69 રન બનાવ્યા. તેની ઇનિંગમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. પ્રભસિમરને કેપ્ટન શ્રેયસ ઐયર સાથે બીજી વિકેટ માટે 84 રનની ભાગીદારી પણ કરી. ​​​​​​ પ્લેયર ઓફ ધ મેચ પ્રભસિમરને કહ્યું પોન્ટિંગ લેડેન્ડ છે, તે હંમેશા પોઝિટિવ વાતો કરે છે, આનાથી ટીમમાં વાતાવરણ સારું રહે છે. તે હંમેશા ટીમમાં જીતવાની માનસિકતા જગાડવા માંગે છે. તેમણે અમારી રમતને સપોર્ટ કરવા કહ્યું છે. હું ફક્ત મેચ પૂરી કરવા વિશે વિચારી રહ્યો હતો. મેં મારા શોટ્સનો ઘણો અભ્યાસ કર્યો છે. મને ખુશી છે કે હું તે શોટ્સને કનેક્ટ કરી શક્યો. જો કોઈ યુવા ખેલાડી સારી શરૂઆત ઇચ્છતો હોય તો IPLથી સારું કોઈ પ્લેટફોર્મ ન હોઈ શકે. અહીંથી ભારત માટે રમવાનું સ્વપ્ન પણ જોઈ શકાય છે. 2. વિજયનો હીરો
3. ફાઇટર ઓફ ધ મેચ લખનૌ સુપરજાયન્ટ્સ તરફથી દિગ્વેશ રાઠી એકમાત્ર બોલર હતો જે ફાઈટ કરતો જોવા મળ્યો હતો. તેણે પોતાની ટીમ માટે બંને વિકેટ લીધી. દિગ્વેશે ત્રીજી ઓવરમાં પ્રિયાંશ આર્યનો અને 11મી ઓવરમાં પ્રભસિમરન સિંહનો કેચ આઉટ કરાવ્યો. તેણે 4 ઓવરમાં ફક્ત 30 રન આપ્યા.
4. ધ ટર્નિંગ પોઈન્ટ ટોસ હારીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ, સુપરજાયન્ટ્સે પાવરપ્લેમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી. મિશેલ માર્શ, એડન માર્કરામ અને રિષભ પંત પ્રથમ 5 ઓવરમાં પેવેલિયન પરત ફર્યા હતા. અહીંથી ટીમ વાપસી કરી શકી નહીં અને મોટો સ્કોર પણ બનાવી શકી નહીં.
5. કોણે શું કહ્યું? લખનૌ સુપરજાયન્ટ્સના કેપ્ટન ઋષભ પંતે કહ્યું સ્કોર મોટો નહોતો, અમે 20-25 રન ઓછા બનાવ્યા, પણ રમતમાં આ બધુ થતું રહે છે. હોમ ગ્રાઉન્ડની પિચની કંડીશન સમજવામાં સમય લાગશે. જો શરૂઆતમાં વિકેટ પડી જાય તો મોટો સ્કોર બનાવવો મુશ્કેલ બની જાય છે. છતાં પણ દરેક ખેલાડી રમતને આગળ વધારવા માટે પોતાના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યો છે. અમને અપેક્ષા હતી કે પિચ ધીમી હશે, ધીમા બોલ અહીં વધુ અસરકારક રહેશે, પરંતુ પિચ બેટિંગ માટે એટલી મુશ્કેલ નહોતી. અમારે આ રમતમાંથી શીખીને આગળ વધવું પડશે. પંજાબના ઇમ્પેક્ટ પ્લેયર નેહલ વાઢેરાએ કહ્યું અમારા બોલરોએ સારી બોલિંગ કરી. શ્રેયસ ભાઈ અને પ્રભસિમરને પ્રેશર વધવા ન દીધું. મને ખબર નહોતી કે આજે તક મળશે કે નહીં, તેથી હું ફક્ત એક જ કીટ લાવ્યો હતો. મને પછી ખબર પડી કે હું રમવાનો છું. જ્યારે હું બેટિંગ કરવા જતો ત્યારે હું મારા શોટ્સ રમવા માંગતો હતો. શ્રેયસ ખૂબ સારી રીતે કેપ્ટનશીપ કરી રહ્યો છે, તેણે મને ખુલીને રમવાની સ્વતંત્રતા આપી છે. છેલ્લા 2 વર્ષમાં મુંબઈએ મને ઘણો અનુભવ આપ્યો છે, હું તેનો ઉપયોગ કરી રહ્યો છું. રિકી પોન્ટિંગ શ્રેષ્ઠ કોચ છે, મેં તેમની પાસેથી ક્યારેય કોઈ નકારાત્મક શબ્દો સાંભળ્યા નથી. તે હંમેશા પોઝિટિવ વાતો જ કરે છે, તેના શબ્દો આત્મવિશ્વાસ વધારે છે. પંજાબના કેપ્ટન શ્રેયસ ઐયરે કહ્યું આ એવી શરૂઆત હતી જેની અમે આશા રાખી રહ્યા હતા. ખોલાડીઓએ સારી રમત રમી. ટીમ મીટિંગમાં જે ચર્ચા થઈ તેના પર બધાએ કામ કર્યું. સાચું કહું તો, પ્લેઇંગ-11 માટે કોઈ યોગ્ય કોમ્બિનેશન નથી. મને લાગે છે કે બધી ટીમોમાં પ્લેઓફમાં પહોંચવાની ક્ષમતા છે. હું હંમેશા મોમેન્ટને એન્જોય કરવા માંગુ છું. આજની મેચ પણ મારા માટે ભૂતકાળ બની ગઈ છે, હવે હું આગામી મેચ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments