રાજકોટ જિલ્લાના ગોંડલમાં રહેતા રાજસ્થાની યુવાન રાજકુમાર જાટના મોત બાદ રાજસ્થાનમાં જાટ સમુદાયના લોકોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. સમગ્ર કેસમાં યુવકનું અકસ્માતે મોત ન થયા હોવાનું તેમજ હત્યા થયા હોવાના આક્ષેપ સાથે CBI તપાસની માગ કરવામાં આવી રહી છે અને તેના જ ભાગરૂપે જયપુરમાં CBI તપાસની માગ સાથે આક્રોશ અને શ્રધ્ધાંજલી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાનો તેમજ રાજકીય આગેવાનો CBI તપાસની માગ સાથે પીડિત પરિવારને ન્યાય અપાવવા એકઠા થયા હતા. ઉલ્લેખનીય છે કે આ અગાઉ રાજસ્થાનના 25 ધારાસભ્યો અને 04 સાંસદો દ્વારા રાજસ્થાન વિધાનસભા અને લોકસભામાં પણ CBI તપાસની માગ સાથે રજૂઆત કરવામાં આવી હતી. આ અકસ્માત નહીં હત્યા છે નિષ્પક્ષ-પારદર્શક તપાસ CBI કરે
રાજસ્થાની યુવાન રાજકુમાર જાટના મોત મામલે જાટ સમાજમાં આજે પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. ઘટનાને એક મહિનો થવા આવ્યો છતાં હજુ પણ રાજસ્થાનમાં વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે અને CBI તપાસની માગ સાથે જયપુરમાં આક્રોશ અને શ્રદ્ધાજલિ સભા મળી હતી. રાજસ્થાનના યુવા એડવોકેટ જયંત મુંડે જણાવ્યું હતું કે અમારી પહેલા દિવસથી એક જ માગ છે કે આ અકસ્માત નહિ પરંતુ હત્યા છે જે હત્યાની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા કરાવવામાં આવે જેથી સત્ય બહાર આવે અને ગુનેગારોને કડકમાં કડક સજા મળે. આ હેતુ માટે 1 એપ્રિલ 2025 (મંગળવાર)ના રોજ સવારે 11:15 વાગ્યે શહીદ સ્મારક, કમિશનરેટ જયપુર ખાતે વિરોધ અને શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને નેતાઓ તથા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય માંગણીઓ મોટી સંખ્યામાં જાટ આગેવાનો હાજર રહ્યા
ઉલ્લેખનીય છે કે જયપુર ખાતે મળેલ સભામાં મૃતક રાજકુમારના પિતા રતનલાલ જાટ, મૃતકની બહેન, રાજસ્થાન બેરોજગાર સંઘના પ્રમુખ અશોક ચૌધરી, અખિલ રાજસ્થાન જાટ મહાસભાના પ્રમુખ કુલદીપ ધેવા, મહિલા પ્રમુખ અંકલેશ જાખર, મારુસેના પ્રમુખ એડવોકેટ જયંત મુંડ, રાજપૂત સંઘના પ્રમુખ અશોક ચૌધરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થી આગેવાનો રાહુલ મહાલા, મધુસુદન શર્મા, અરવિંદ નાંગલ, નિલેશ ચૌધરી, મહિપાલ સિંહ ઉપસ્થિત રહ્યા હતા. સમોટા, કિરણ શેખાવત, સરપંચ વિક્રમ પહેલવાન, યુથ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ મુકુલ ખીચડ, રાજ યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતા વિયોના જાટ, જીવરાજ ભીલવારા, વિજયપાલ કુડી, સંદીપ જાખર, હરિરામ કિવડા, અજય દુદી સહિત અનેક નેતાઓએ ઉપસ્થિત રહ્યા હતા. જયરાજસિંહના પરિવારજનોએ રાજકુમારને માર માર્યો અને ઘાતકી હત્યા કરી લાશ રોડ પર ફેંકી દીધી
યુવા એડવોકેટ જયંત મુંડએ વધુમાં જણાવ્યું હતું કે, ગત 4 માર્ચ 2025ના રોજ શંકાસ્પદ સંજોગોમાં તેમની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના માત્ર એક પરિવાર માટે ન ભરાઈ શકાય તેવી ખોટ છે પરંતુ સમગ્ર સમાજ અને દેશની ન્યાય વ્યવસ્થા માટે પણ ગંભીર પ્રશ્ન ઊભો કરે છે. પરિવારજનો અને સમાજના આક્ષેપ મુજબ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પરિવારજનોએ નાની બાબતે રાજકુમારને માર માર્યો હતો અને તેની ઘાતકી હત્યા કરી લાશ રોડ પર ફેંકી દીધી હતી. ગુજરાત પોલીસે તેને “માર્ગ અકસ્માત” ગણાવીને મામલાને છૂપાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે મૃતકના શરીર પર 48થી વધુ ગંભીર ઈજાના નિશાનો દ્વારા આ દાવાને ખોટો ઠેરવવામાં આવ્યો હતો. 26 દિવસ પછી પણ કોઈ એફઆઈઆર નોંધાઈ નથી જે સ્થાનિક વહીવટીતંત્રની નિષ્ક્રિયતા અને પ્રભાવશાળી લોકોના દબાણને છતી કરે છે.