ભાસ્કર ન્યૂઝ|સેલવાસ દાદરા નગર હવેલીમાં આખો દિવસ વાદળછાયું વાતાવરણને કારણે બફારો થઇ રહ્યો હતો મોડી સાંજે અચાનક વરસાદના છાંટા પડતા વાતાવરણમાં આંશિક ઠંડકથી રાહત મળી હતી.આ વાદળછાયા વાતાવરણના કારણે કેરીના પાકને નુક્સાન થવાની ભીતિ છે.હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ સુધી વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે.જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.આ કમોસમી માવઠાથી કેરીના પાકને અશર માઠી થવાની સંભાવના છે.