રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણીની દ્વારકાની પદયાત્રાનો આજે છઠ્ઠો દિવસ છે. રાત્રે ત્રણ વાગ્યે તેમણે સોનરડી ગામના પાટિયા પાસેથી પદયાત્રા શરૂ કરીને સવારે આઠ વાગ્યે ગુરગઢ ગામના પાટિયા પાસે પૂરી કરી. છ દિવસમાં અનંત અંબાણીએ 60 કિલોમીટર જેટલું અંતર કાપ્યું છે. આજે મહિલાઓએ કંકુ તિલક કરીને અનંત અંબાણીનું સ્વાગત કર્યું હતું, જ્યારે બાળાઓએ દ્વારકાધીશનો ફોટો આપીને વનતારા આવવાનું કહેતાં અનંતે કહ્યું કે તમે બધા ચોક્કસથી વનતારા આવજો. પદયાત્રામાં એક્ટ્રેસ જાહ્નવી કપૂરના બોયફ્રેન્ડ અને બિઝનેસમેન શિખર પહાડિયાએ બધાનું ધ્યાન ખેંચ્યુ હતું. બાળકોએ દ્વારકાધીશનો ફોટો આપી સ્વાગત કર્યું
છેલ્લા છ દિવસથી એટલે કે 28 માર્ચથી અનંત અંબાણી રિલાયન્સ ટાઉનશિપ-વનતારાથી દ્વારકાની પદયાત્રા કરી રહ્યા છે. અનંત અંબાણીની પદયાત્રા દરમિયાન માર્ગ પર મોટી સંખ્યામાં બાળકો, મહિલાઓ, યુવાનો તેમજ વડીલો અનંત અંબાણીની ઝલક જોવા માટે કલાકો સુધી રાહ જોતા જોવા મળે છે અને હર્ષભેર સ્વાગત કરે છે. આજે છઠ્ઠા દિવસે મહિલાઓએ કંકુ-તિલક, ચોખા અને બાળકોએ દ્વારકાધીશનો ફોટો આપી અનંત અંબાણીનું સ્વાગત કર્યું હતું. બાળાઓને વનતારા બોલાવવાનું વચન આપ્યું
અનંત અંબાણીની પદયાત્રાના છઠ્ઠા દિવસે બાળાઓએ અનંત અંબાણીને વનતારાની વિઝિટ કરવાનું કહ્યું તો અનંત અંબાણીએ સામે જવાબ આપતા કહ્યું કે, તમે બધા આવો તમને વનતારાની વિઝિટ કરાવીશ. આ દરમિયાન નિધિ દાવડા નામની એક બાળકીએ અનંત અંબાણીને એક કવર આપ્યું હતું અને કહ્યું હતું કે, આમાં અમારાં માતા-પિતાનો કોન્ટેક નંબર છે. તમે આમાં કોન્ટેક કરીને અમને વનતારાની મુલાકાત કરવા બોલાવજો. ત્યારે અનંત અંબાણીએ કવર સ્વીકારીને હસતાં હસતાં ચોક્કસ બોલાવવાનું વચન આપ્યું હતું. આ ઉપરાંત અનંત અંબાણીએ બાળાઓને નાસ્તો આપ્યો હતો. રસ્તામાં નાસ્તા અને ફ્રૂટનું અવિરત વિતરણ
અનંત અંબાણી પદયાત્રામાં હનુમાન ચાલીસા, શ્રીરામ જય રામ..જયજય રામ… ગાયત્રીના પાઠ, હરહર મહાદેવ, જય દ્વારકાધીશના નારાઓ બોલતા જાય છે અને પદયાત્રા કરતા જાય ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે. રસ્તામાં તેઓ તમામ બાળકો, વડીલો અને યુવાનોને પ્રસાદી રૂપે નાસ્તો, ઠંડું પીણું અને ફ્રુટ સહિતની વસ્તુઓ પણ સતત આપતા રહે છે. ખાસ કરીને નાનાં બાળકો અનંત અંબાણીને જોવા માટે મોડી રાતથી વહેલી સવાર સુધી રસ્તા ઉપર જોવા મળે છે અને અનંત અંબાણીને જોઈને જય દ્વારકાધીશ…જય દ્વારકાધીશના નારા લગાવે છે. સહેજ પણ આરામ કર્યા વગર દરરોજ 10-11 કિ.મી.ની પદયાત્રા
અનંત અંબાણી રોજ જ્યાં પદયાત્રા પૂરી કરે ત્યાંથી વનતારા પરત ફરે છે અને બીજા દિવસે ત્યાંથી યાત્રા શરૂ કરે છે. જેઓ રાત્રે ત્રણ વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી ચાલે છે, જેમાં અંદાજિત 10-11 કિલોમીટર જેટલું અંતર કાપે છે. અનંત અંબાણી યાત્રા શરૂ કરે ને પૂરી કરે એ દરમિયાન વચ્ચે કોઇ આરામ કરતા નથી, સતત ચાલ્યા જ કરે છે. તસવીરોમાં જુઓ અનંત અંબાણીની પદયાત્રા… આ પણ વાંચો: અનંતે કતલખાને જતી મરઘીઓને બચાવી: VIDEO