back to top
Homeદુનિયાસ્ટેનફોર્ડ યુનિવર્સિટી: સ્વતંત્રતાના પવનો વિંઝાઇ રહ્યા છે:વિદ્યાર્થીઓને સ્વતંત્ર વિચારવાની તક અને સંશાધન...

સ્ટેનફોર્ડ યુનિવર્સિટી: સ્વતંત્રતાના પવનો વિંઝાઇ રહ્યા છે:વિદ્યાર્થીઓને સ્વતંત્ર વિચારવાની તક અને સંશાધન આપ્યા

અમેરિકામાં પ્રેસિડેન્ટ ટ્રમ્પનું પૂનઃ શાસન સ્થપાયા પછી રોજ નવા-નવા બદલાવ આવે છે અને રોજ નવા નિયમો ઉદ્યોગો, ઇમિગ્રેશન અને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ વગેરે માટે લાગુ પડે છે. જેના કારણે બહારના દેશોમાંથી અમેરિકામાં ભણવા માટે આવીને એક દિવસ અમેરિકન નાગરિક બનવાનું અમેરિકન ડ્રીમ ઘણા લોકો માટે અઘરું થતું જતું હોય એમ અત્યારે તો લાગી રહ્યું છે. અમેરિકા હજુપણ વિદેશી વિદ્યાર્થીઓની પહેલી પસંદગી
બધા જાણે છે એમ અમેરિકા નવી-નવી તક, સંશોધન અને ગુણવત્તાસભર જિંદગીની ભૂમિ છે. માટે જ છેલ્લી એક સદીથી બીજા દેશના લોકો માટે અમેરિકાનું આકર્ષણ પ્રબળ રહ્યું છે. ખાસ કરીને ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ માટે અહીંની શ્રેષ્ઠ યુનિવર્સિટીમાં આવીને ભણવું, ડિગ્રી મેળવીને અહીં નોકરી કરવી અને સમયાંતરે અહીંના નાગરિક બનવું. અમેરિકા હજુ પણ ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ માટે નંબર વન પસંદગી છે. સિલિકોન વેલીની ઉત્પત્તિમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની મહત્વની ભૂમિકા
એમાંય અમેરિકાની હાર્વર્ડ, પ્રિન્સટન, સ્ટેનફોર્ડ, એમઆઇટી જેવી યુનિવર્સિટીમાં ભણવું વિશ્વના દરેક તેજસ્વી વિદ્યાર્થીનું સપનું હોય છે. આમ તો આ દરેક યુનિવર્સિટીનો ઇતિહાસ અને વર્તમાન ખૂબ જ રોમાંચક છે પણ આજે વાત કરીએ કેલિફોર્નિયા રાજ્યમાં આવેલી સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની. કારણ કે જગવિખ્યાત સિલિકોન વેલીની ઉત્પત્તિમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટી એ ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે. સ્ટેનફોર્ડ યુનિ.ના વિદ્યાર્થીઓએ પ્રખ્યાત કંપનીઓ સ્થાપી
જેના સ્નાતકો દ્વારા સ્થાપવામાં આવેલી કંપનીઓમાં હ્યુવલેટ પેકાર્ડ, ઇલેક્ટ્રોનિક આર્ટસ, સન માઇક્રો સિસ્ટમ્સ, વિદીયા, યાહૂ! (Yahoo!), સિસ્કો સિસ્ટમ્સ, સિલીકોન ગ્રાફિક્સ અને ગૂગલ (Google)નો સમાવેશ થાય છે એવી સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની સ્થાપના 1891માં કેલિફોર્નિયાના રેલમાર્ગ ઉદ્યોગપતિ લેલેન્ડ સ્ટેનફોર્ડે કરી હતી. યુનિવર્સિટીનું નામ તેના રોગગ્રસ્ત પુત્રના નામ પરથી પાડવામાં આવ્યું હતું જેનું અવસાન તેના 16મા જન્મદિનના થોડા દિવસો પહેલા જ 1884માં થયું હતું. તેમના માતાપિતાએ તેમના પુત્રને એક યુનિવર્સિટી સમર્પિત કરવાનું નક્કી કર્યું હતું અને લેલેન્ડ સ્ટેનફોર્ડે તેમની પત્નીને કહ્યું હતું કે, “કેલિફોર્નિયાના બાળકો અમારા બાળકો બનશે.” 1887માં શિલાન્યાસ થયો
યુનિવર્સિટીની સ્થાપક મંજૂરી 11 નવેમ્બર, 1885ના રોજ લખાઇ હતી અને 14 નવેમ્બરના રોજ ટ્રસ્ટીના પ્રથમ બોર્ડ દ્વારા સ્વીકારવામાં આવી હતી. 14 મે, 1887ના રોજ કોર્નર સ્ટોન એટલે કે પાયાનો પથ્થર મૂકવામાં આવ્યો હતો અને આયોજન અને ઇમારતના છ વર્ષો બાદ યુનિવર્સિટીએ 1 ઓક્ટોબર, 1891ના રોજ 559 વિદ્યાર્થીઓ અને 15 શિક્ષક સભ્યો સમક્ષ ખુલ્લુ મૂક્યું હતું જેમાંના સાત કોર્નેલના હતા. સ્ટેનફોર્ડનું કેમ્પસ યુ.એસ.ના સૌથી મોટા કેમ્પસમાંનું એક છે, જે 8,180 એકરમાં ફેલાયેલું છે. તેનો પોતાનો ખાસ પિન કોડ (94305) પણ છે. સ્ટેનફોર્ડ વિશ્વની સૌથી વધુ સંશોધન-લક્ષી યુનિવર્સિટીઓમાંની એક છે. 1952 થી 54 થી વધુ સ્ટેનફોર્ડ ફેકલ્ટી, સ્ટાફ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ નોબેલ જીત્યું છે અને સ્ટેનફોર્ડ પાસે એક જ સંસ્થા માટે ટ્યુરિંગ એવોર્ડ વિજેતાઓની સૌથી મોટી સંખ્યા છે. સ્ટેનફોર્ડના વર્તમાન વિદ્વાનોના સમુદાયમાં 19 નોબેલ પુરસ્કાર વિજેતાઓ અને 4 પુલિત્ઝર પુરસ્કાર વિજેતાનો સમાવેશ થાય છે. વધુમાં, સ્ટેનફોર્ડ 30 જીવંત અબજોપતિઓ અને 17 વર્તમાન અવકાશયાત્રીઓનું અલ્મા મેટર છે. યુનિવર્સિટીને અલગ અલગ ભાગમાં વિભાજિત કરાઇ
યુનિવર્સિટીને અલગ અલગ વિભાગોમાં વિભાજિત કરવામાં આવી છે. જેમાં સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસ, સ્ટેનફોર્ડ લો સ્કૂલ, સ્ટેનફોર્ડ સ્કૂલ ઓફ મેડિસિન અને સ્ટેનફોર્ડ સ્કૂલ ઓફ એન્જિનિયરિંગનો સમાવેશ થાય છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં તમે પ્રવેશ કરો ત્યારે જ લાગે કે જાણે કોઇ અતિસુંદર અને ભવ્ય સ્થળે પ્રવેશ કરી રહ્યા છો. આખી યુનિવર્સિટી ખૂબજ કલાત્મક રીતે બનાવવામાં આવી છે. એ બધું જોતાં એવું લાગે કે જાણે કોઇ ભવ્ય આર્ટ ગેલેરી! આવી સ્ટેનફોર્ડ યુનિવર્સિટી એ કેન્ટોર સેન્ટર ફોર વિઝ્યુઅલ આર્ટસ મ્યુઝિયમનું ઘર છે. જેમાં 24 ગેલેરીઓ, સ્થાપત્ય બગીચાઓ, અગાશીઓ અને જેન તેમજ લેલેન્ડ દ્વારા તેમના એકના એક બાળકની યાદગીરી રૂપે 1891માં સ્થપાયેલા કન્ટ્રીયાર્ડનો સમાવેશ થાય છે. નોંધવાલાયક એ છે કે સેન્ટર પેરિસ, ફ્રાન્સની બહારની રોડીન કૃતિઓનું સૌથી મોટો સંગ્રહ ધરાવે છે. અનેક મહાનુભાવોએ અહીં અભ્યાસ કર્યો
આ યુનિવર્સિટીના ભૂતપૂર્વ સ્નાતકોમાં જાપાનીઝ વડાપ્રધાન યૂકીઓ હાટોયામા,ભૂતપૂર્વ યુ.એસ. પ્રમુખ હર્બર્ટ હૂવર, ભૂતપૂર્વ યુ.એસ. સેક્રેટરી ઓફ સ્ટેટ વોરેન ક્રિસ્ટોફર અને ભૂતપૂર્વ ઇઝરાયેલી વડાપ્રધાન એહુદ બારાક વગેરેનો સમાવેશ થાય છે. એ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનો સિદ્ધાંત યુનિવર્સિટીના પ્રથમ પ્રમુખ જોર્ડન દ્વારા પસંદ કરવામાં આવ્યો હતો તે એ હતો કે ‘ડાઇ લુફ્ટ ડેર ફ્રેઇહેઇટ વેહટ.’ જર્મનમાંથી ભાષાંતર કરેલા આ અવતરણ અલરિચ વોન હુટ્ટેન પરથી લેવામાં આવ્યું છે, તેનો અર્થ છે ‘સ્વતંત્રતાના પવનો વિંઝાઇ રહ્યા છે’. સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ત્યાંના વિદ્યાર્થીઓને સાચે સ્વતંત્ર વિચારવાની તક અને સંશાધન આપીને જાણે સાચે જ ‘સ્વતંત્રતાના પવનો વીંઝાઇ રહ્યા છે’અવતરણને સાર્થક કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments