back to top
Homeમનોરંજન1650 ગોળીઓ, 10 મિનિટ અને એક ભયાનક હત્યાકાંડની સ્ટોરી:'કેસરી ચેપ્ટર 2'નું ટ્રેલર...

1650 ગોળીઓ, 10 મિનિટ અને એક ભયાનક હત્યાકાંડની સ્ટોરી:’કેસરી ચેપ્ટર 2’નું ટ્રેલર રૂંવાડાં ઊભા કરી દેશે, ‘જલિયાંવાલા’નું સત્ય ઉજાગર કરશે અક્ષય કુમાર

અક્ષય કુમાર, આર. માધવન અને અનન્યા પાંડેની ફિલ્મ ‘કેસરી ચેપ્ટર 2’નું ટ્રેલર આજ રોજ રિલીઝ થયું છે. 3 મિનિટ 2 સેકન્ડનો આ વીડિયો તમારા રૂંવાડાં ઊભા કરી દેશે. આ વખતે અક્ષય અમૃતસરમાં થયેલા જલિયાંવાલા બાગ હત્યાકાંડની સ્ટોરી લઈને રહ્યા છે, જે જાણી ચોક્કસથી તમારું લોહી ઉકળી જશે અને તમારી આંખો ભીની થઈ જશે. જલિયાંવાલા બાગનું સત્ય ઉજાગર કરશે અક્ષય કુમાર
‘કેસરી ચેપ્ટર 2’માં, અક્ષય કુમાર સી. શંકરન નાયરની ભૂમિકા ભજવે છે, જેમણે 1919માં જલિયાંવાલા બાગ હત્યાકાંડ પછી બ્રિટીશ સામ્રાજ્ય સામે લડત આપી હતી. આ હત્યાકાંડમાં હજારો ભારતીયોને ગોળીઓથી વીંધી નાખવામાં આવ્યા હતા. આજે પણ તે બગીચાની દિવાલો પર ગોળીઓના નિશાન છે. ક્યારે રિલીઝ થશે ‘કેસરી 2’?
‘કેસરી ચેપ્ટર 2 – ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ જલિયાંવાલા બાગ’ 15 દિવસ પછી સિનેમાઘરોમાં આવશે. તે 18 એપ્રિલ 2025ના રોજ વિશ્વભરમાં રિલીઝ થશે. તેનું ડિરેક્શન કરણ સિંહ ત્યાગી દ્વારા કરવામાં આવ્યું છે. અક્ષય કુમાર સામે આર. માધવન દેખાશે, જે બ્રિટિશ સામ્રાજ્ય વતી કોર્ટમાં કેસ લડતો જોવા મળશે. અનન્યા પાંડેની ટ્રેલરમાં ઝલક જોવા મળે છે. ટ્રેલર રિલીઝ થતાં જ ટ્રેન્ડ થવા લાગ્યું
ગઈકાલે અક્ષય કુમારે પોસ્ટર શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે, “1650 ગોળીઓ, 10 મિનિટ અને એક માણસ જે તેમની સામે ગર્જના કરતો હતો. ભારતને હચમચાવી નાખનાર તે ભયાનક હત્યાકાંડની સ્ટોરીના સાક્ષી બનો. ટ્રેલર રિલીઝ થતાંની સાથે જ ‘કેસરી ચેપ્ટર 2’ ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યું. ફેન્સ કહી રહ્યા છે કે આ ટ્રેલર અદ્ભુત છે અને અક્ષયે જોરદાર કમબેક કર્યું છે. તેમની અગાઉની ઘણી ફિલ્મો ફ્લોપ ગઈ છે. 2019 માં ‘કેસરી’ રિલીઝ થઈ હતી
‘કેસરી 1’માં અક્ષય કુમારે હવાલદાર ઈશર સિંહની ભૂમિકા ભજવી હતી. તેમાં સારાગઢીના યુદ્ધનું ચિત્રણ કરવામાં આવ્યું હતું. જેમાં 21 શીખોએ પોતાના જીવનું બલિદાન આપ્યું હતું. આ ફિલ્મ વર્ષ 2019માં રિલીઝ થઈ હતી. હવે ‘કેસરી 2’માં એક અલગ અને ન સાંભળેલી વાર્તા જોવા મળશે જે તમારા આત્માને કંપાવી દેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments