back to top
Homeગુજરાતભાસ્કર વિશેષ:રાજકોટના વીરવા ગામે 10 વીઘામાં 80 જાતની કેરીના 2 હજારથી વધુ...

ભાસ્કર વિશેષ:રાજકોટના વીરવા ગામે 10 વીઘામાં 80 જાતની કેરીના 2 હજારથી વધુ આંબા અને ઓલટાઈમ ઝૂમખા કેરીનું બારે માસ ઉત્પાદન

કેરીનું નામ પડે એટલે સામાન્ય રીતે આપણા મનમાં પહેલો વિચાર આવે તાલાલા, ગીરની મીઠી મધુરી કેસર કેરીનો, પરંતુ રાજકોટના લોધિકા તાલુકાના વીરવા ગામે જયસુખ રાદડિયા નામના ખેડૂતે 10 વીઘામાં 80 જાતની કેરીના 2 હજાર આંબાનું વાવેતર કર્યું છે. આંબાના બગીચાની સફર વિશે વાત કરતાં જયસુખભાઇ કહે છે કે, કોરોના લોકડાઉન પછી મેં વિચાર્યું કે મારી વાડીમાં કશું નવું કરીએ ને બાગાયત પાકનું વિચાર્યું. કેસર કેરી માટે અહીં હવામાન યોગ્ય ન હોઈ ભારતીય વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલી અવનવી કેરીની જાતો મગાવી અને બાગબાન શરૂ કર્યું. ચાર વર્ષની મહેનત બાદ આંબા ઉગ્યા અને કેરીઓ પણ આવવા લાગી છે. ઉત્તરપ્રદેશમાં ઇન્ડો ઈઝરાયલ એગ્રિકલ્ચર પ્રોજેક્ટ અંતર્ગત કેરીની અવનવી જાત તૈયાર કરતાં સેન્ટરની વાત મારા ધ્યાને આવી. અહીંથી મેં વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર થતી અરુણિકા, અંબિકા લાલિમા, મલિકા જેવી સ્વદેશી કેરીની કલમો મગાવી. આ કેરી 400થી વધુ ગ્રામની થાય છે, વધુ પાક આવે છે અને વર્ષમાં એકથી વધુ વાર અને મોટા ભાગે ઓગસ્ટ પછી પણ આ કેરીઓનો પાક આવે છે. આ ઉપરાંત મિયાઝાકી, જાપાની કિંગ ચતા પતા, તાઈવાન રેડ, ભાગલપુર મેંગો જરદાલુ, માઝા ટેસ્ટ કેરી, સ્વર્ણ રેખા, ઓલટાઈમ ઝૂમખાવલી કેરીઓ ઉગાડી છે. જયસુખભાઇએ આ ઉપરાંત ફળાઉ ઝાડ પણ વાવ્યા છે. જેમાં દાડમ, સંતરા, રાસબરી, જાંબુ, પીચ, સફરજન સહિત 150થી વધુ ફળની વેરાઈટી ઉગાડી છે. આવનારા દિવસોમાં તેમાં પણ પ્રયોગો કરી વધુ ફળાઉ પાક લેવા તેઓ કામ કરી રહ્યા છે. શહેરના લોકોને પ્રકૃતિના પાઠ ભણાવવા અને નૈસર્ગિક ફળફળાદી અંગે માહિતગાર કરવા ‘એગ્રો ટૂરિઝમ’ પણ શરૂ કરવામાં આવશે. વિવિધ કેરીની વિશેષતા મિયાઝાકી : ગુલાબી રંગની 300 ગ્રામની એક કેરી જાપાની કિંગ ઓફ ચતા પતા કેરી : રતાશ પડતા રંગની. એક મહિના સુધી કેરી સારી રહે. ઓલટાઈમ ઝૂમખા કેરી : એક ઝૂમખામાં 50 જેટલી કેરી થાય. કેસર અને હાફુસ જેવો મિશ્ર સ્વાદ. બારે મહિના ઉત્પાદન મળે. તાઈવાન રેડ : 1 કિલો જેટલા વજનની એક કેરી થાય. બનાના કેરી : 8 ઇંચ જેટલી લાંબી કેરી, નાની ગોટલી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments