અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાત બાદ વૈશ્વિક શેરબજારો, કોમોડિટી માર્કેટ અને ફોરેક્સ માર્કેટમાં અફડાતફડીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચીન, કેનેડા જેવા દેશો જવાબી કાર્યવાહી કરતા વૈશ્વિક સ્તરે ટ્રેડવૉરની શરુઆત અને અમેરિકામાં ફુગાવો વધવાની શક્યતાએ આજે ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે જ કડાકાની સ્થિતિ જોવા મળી હતી. વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે એપ્રિલ માસમાં એફપીઆઇની વેચવાલી યથાવત રહેતા અને ટેરિફના લીધે વૈશ્વિક સ્તરે મંદીના એંધાણે વૈશ્વિક બજારોમાં કડાકા સાથે ભારતના ઇન્ડેક્સ સેન્સેક્સમાં અંદાજીત 2200 પોઈન્ટથી વધુનો તેમજ નિફ્ટી ફ્યુચરમાં અંદાજીત 690 પોઈન્ટથી વધુનો ઐતિહાસિક કડાકો નોંધાયો હતો. જેપી મોર્ગને અમેરિકા અને વૈશ્વિક મંદીનો અંદાજ 40%થી વધારી 60% કરતાં અને ગોલ્ડમેન સાસે ભારતનો જીડીપી અંદાજ 6.3%થી ઘટાડી 6.1% કરતાં આજે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. કરન્સી માર્કેટની વાત કરીએ તો, ટ્રમ્પની આકરી ટેરીફ નીતિ તથા તેની સામે ચીન અને કેનેડા સહિત વિવિધ દેશોએ વળતો જવાબ આપવાનું શરૂ કરતાં વૈશ્વિક સ્તરે ટ્રેડવોર વકરતા આજે ડોલર ઈન્ડેક્સમાં ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 3.46% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 4.13% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મેટલ, રિયલ્ટી, કોમોડિટીઝ, ઇન્ડસ્ટ્રીયલ અને કેપિટલ ગુડ્સ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4225 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 3515 અને વધનારની સંખ્યા 570 રહી હતી, 140 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 11 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 10 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં હિન્દુસ્તાન યુનીલીવર 0.25% વધ્યા હતા, જયારે ટાટા સ્ટીલ 7.73%, લાર્સેન લિ. 5.78%, ટાટા મોટર્સ 5.54%, કોટક બેન્ક 4.33%, મહિન્દ્રા મહિન્દ્રા 4.11%, ઈન્ફોસીસ લિ. 3.75%, એકસિસ 3.72%, આઈસીઆઈસીઆઈ બેન્ક 3.54% અને એચસીએલ ટેક્નોલોજી 3.27% ઘટ્યા હતા. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ ⦁ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 22263 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 22474 પોઈન્ટના પ્રથમ અને 22606 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 22188 પોઈન્ટ થી 22088 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં 22474 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
⦁ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 50095 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 50575 પોઈન્ટ પ્રથમ અને 50808 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 50008 પોઈન્ટ થી 49939 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 50808 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
⦁ ઓરબિન્દો ફાર્મા ( 1101 ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.1122 થી રૂ.1130 ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.1060 નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
⦁ એક્સિસ બેન્ક ( 1053 ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.1014 સ્ટોપલોસ આસપાસ પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.1066 થી રૂ.1075 આસપાસ ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!!!
⦁ હેવેલ્સ ઈન્ડિયા ( 1460 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.1484 આસપાસ વેચવાલી થકી રૂ.1434 થી રૂ.1408 ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1500 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
⦁ ઈન્ફોસિસ લિ. ( 1410 ) :- રૂ.1447 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1455 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.1388 થી રૂ.1373 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1460 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા…
મિત્રો, ટ્રમ્પના ટેરિફના કારણે ચીન, કેનેડા જેવા દેશોએ જવાબી કાર્યવાહી હાથ ધરવાનું શરુ કરી વિશ્વભરમાં ટ્રેડવૉર શરુ થઈ ચુકી છે. ટ્રમ્પના ટેરિફના કારણે ફુગાવો વધવાની શક્યતાએ કોર્પોરેટ્સનો નફો અને વપરાશ ઘટાડો જોવા મળી શકે છે. જેના પરિણામે વિશ્વના ઘણા દેશોના આર્થિક ગ્રોથ પર અસર થશે. એક અંદાજ મુજબ અમેરિકાની ટ્રેડ નીતિના કારણે મોંઘવારીમાં પણ વધારો થવાના પરિણામે સમગ્ર વિશ્વમાં મંદીનો માહોલ જોવા મળી શકે છે. ગોલ્ડમેન સાસે ભારતનો જીડીપી અંદાજ પણ ટ્રમ્પના 26% રેસિપ્રોકલ ટેરિફના કારણે 6.3%થી ઘટાડી 6.1% કર્યો છે. વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે એફઆઇઆઇ ફરી પાછી વેચવાલી નોંધાવી રહ્યા છે ત્યારે આરબીઆઇની દ્વિમાસિક મોનેટરી પોલિસી બેઠકમાં જીડીપી ગ્રોથને ટેકો આપવા માટે વ્યાજના દરોમાં વધુ ઘટાડો કરે તેવી સંભાવના જોવા મળી રહી છે.