વિશ્વની સૌથી મોટી મેગા ફેશન ઇવેન્ટ મેટ ગાલા 6 મેથી શરૂ થશે. જેને ‘ફેશનના ઓસ્કર’ સમાન પણ ગણી શકાય છે. મેટ ગાલા એક ચેરિટી કાર્યક્રમ છે. જે ન્યુયોર્ક સિટીના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટસ કોસ્ચ્યુમ ઈન્સ્ટિટ્યૂટ માટે ફંડ ભેગું કરે છે. આ વર્ષે ‘મોમ- ટુ-બી’ કિયારા અડવાણી બેબી બમ્પ સાથે મેટ ગાલા ઇવેન્ટમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. ‘મેટ ગાલા’ શું છે?
મેટ ગાલા એક ચેરિટી ઇવેન્ટ છે. ન્યૂયોર્ક સિટીમાં મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઑફ આર્ટસ કોસ્ચ્યુમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેશન શોમાં ભારત અને વિદેશના સ્ટાર્સ અલગ-અલગ પોશાક પહેરીને ભાગ લે છે. જે સેલેબ્સનું નામ કોઈપણ સ્કેમ સાથે સંકળાયેલું હોય તેમને આ ઈવેન્ટમાં આમંત્રણ આપવામાં આવતું નથી. મેટ ગાલાનું આયોજન 1995 થી વોગ મેગેઝિનના મુખ્ય સંપાદક એના વિંટોર દ્વારા તેની અધ્યક્ષતામાં કરવામાં આવે છે. સામાન્ય રીતે આ ફેશન શોનું આયોજન દર વર્ષે મે મહિનાના પહેલા સોમવારે કરવામાં આવે છે. મેટ ગાલાની થીમ કોણ નક્કી કરે છે?
વોગ મેગેઝિનના મુખ્ય સંપાદક એના વિંટોર મેટ ગાલાની થીમ નક્કી કરે છે. લગભગ 600 સેલિબ્રિટી આ મોટા ફેશન શોમાં હાજરી આપે છે, પરંતુ અહેવાલો અનુસાર, આ વર્ષે મેટ બોલમાં 400 મહેમાનોએ હાજરી આપી હતી. ફક્ત આમંત્રિત મહેમાનોને જ આ ઇવેન્ટમાં હાજરી આપવાની મંજૂરી છે. એના વિંટોર અને તેની ટીમ દ્વારા મહેમાનોની પસંદગી કરવામાં આવે છે. ભારતીય સેલિબ્રિટીઓએ તેમાં ક્યારથી ભાગ લેવાનું શરુ કર્યું?
દુનિયાભરમાં ‘મેટ ગાલા’ની શરૂઆત ઘણા સમય પહેલા થઈ હોવા છતાં, ભારતીય સેલેબ્સે વર્ષ 2017થી તેમાં ભાગ લેવાનું શરુ કર્યું હતું. ભારત તરફથી પહેલીવાર પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણે આ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. જયારે આલિયા ભટ્ટે વર્ષ 2023માં આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. મેટ ગાલા 2025ની થીમ
6 મેના રોજ આ વખતે મેટ ગાલા 2025 ન્યુ યોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ્સના કોસ્ચ્યુમ ઇન્સ્ટિટ્યૂટ ખાતે યોજાશે. થીમ ‘સુપરફાઇન: ટેલરિંગ બ્લેક સ્ટાઇલ’ છે, જે ફેશન દ્વારા કાળા ઓળખના મહત્વને ઉજાગર કરે છે, અને ડ્રેસ કોડ ‘ટેઇલર્ડ ફોર યુ’ છે. વિચિત્ર આઉટફિટ કમાણીનું મોટું સાધન કેવી રીતે બને છે?
‘મેટ ગાલા’ 2024ની ટિકિટની વાત કરવામાં આવે તો 75 હજાર ડોલર એટલે કે 62 લાખ રૂપિયા કિંમત હતી. જ્યારે 10 સીટના ટેબલનો ચાર્જ 350 હજાર ડોલર એટલે કે 2 કરોડ 92 લાખ રૂપિયાથી વધુ કિંમત હતી. આ ફેશનની દુનિયાની તે ઘટનાઓ છે, જ્યાં ફેશનના ‘એફ’ને જાણનાર દરેક વ્યક્તિની નજર હોય છે. તેનો અર્થ એ કે, જો તમે ડિઝાઇનર અથવા ફેશન બ્રાન્ડ છો, અને તમારી ડિઝાઇન અથવા ઉત્પાદન મેટ ગાલાના રેડ કાર્પેટ પર છે, તો તે વિશ્વની દરેક આંખ સુધી પહોંચી શકે છે. આ ટિકિટોમાંથી આવતા તમામ પૈસા મેટ ગાલામાં જાય છે. આ આખા ગણિતમાં સેલિબ્રિટીનો રોલ મોડલ જેવો છે. એટલા માટે મોટાભાગે તમે મેટ ગાલામાં જે સેલેબ્સ જુઓ છો તેમની ટિકિટો અથવા ટેબલો ડિઝાઇનર દ્વારા પ્રાયોજિત હોય છે. ડિઝાઇનર્સ ટેબલો ખરીદે છે અને તેમને તેઓ સ્ટાઇલ કરેલા તમામ સેલેબ્સથી ભરે છે. જો કે, કેટલાક સેલેબ્સ પોતાની ટિકિટ પણ ખરીદે છે. પરંતુ તેનો અર્થ એ પણ નથી કે 62 લાખ રૂપિયા ખર્ચીને કોઈ પણ આ ઈવેન્ટનો ભાગ બની શકે છે. વોગ મેગેઝિનના એડિટર-ઇન-ચીફ, એના 1999થી મેટ ગાલા ઇવેન્ટના અધ્યક્ષ છે. કઈ સેલિબ્રિટી અને ક્યા ડિઝાઈનરને ઈવેન્ટમાં આમંત્રિત કરવાના છે તેનું ગેસ્ટ લિસ્ટ તે પોતે જ તૈયાર કરે છે. ગેસ્ટ લિસ્ટ બનાવતી વખતે, એવા સેલેબ્સને દૂર રાખવાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે જેઓ વિવાદથી ઘેરાયેલા હોય છે. કોને સાથે બેસાડવા જોઈએ, કોને નહીં, અને કોને કયા ટેબલનો ભાગ ન બનાવવો જોઈએ, દરેક મહેમાનને કોણ ક્યાં બેસવાનું છે, તેની ખબર હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે મેટ ગાલામાં કપલ્સની સીટ એકસાથે રાખવામાં આવતી નથી.