back to top
Homeદુનિયાજાણીતા ઉદ્યોગપતિનું વૈશ્વિક ગુજરાતી સંગઠન દ્વારા સન્માન:અમેરિકામાં રહેતા વતનપ્રેમી રાહુલ શુકલને સેલ્યૂટ...

જાણીતા ઉદ્યોગપતિનું વૈશ્વિક ગુજરાતી સંગઠન દ્વારા સન્માન:અમેરિકામાં રહેતા વતનપ્રેમી રાહુલ શુકલને સેલ્યૂટ ઇન્ડિયા NRI એવોર્ડ એનાયત

“મારા ભાઈ એટલે કે, બાપુજી પત્રકાર અને તંત્રી ભાનુભાઈ શુક્લએ અમને સામાજિક દાયિત્વનો વારસો સોંપ્યો છે, જે હું યથાશક્તિ મારા વતન માટે જુદી જુદી રીતે યોગદાન કરીને સંભાળી રહ્યો છું.” આ શબ્દો અમેરિકામાં વસતા જાણીતા ઉદ્યોગપતિ, લેખક અને વતનપ્રેમી રાહુલ શુક્લએ સૅલ્યૂટ ઈન્ડિયા એનઆરઆઈ એવોર્ડ સ્વીકારતી વખતે કહ્યા હતા. તેમને અમદાવાદમાં પાંચમી એપ્રિલ, 2025 શનિવારની સાંજે ગ્લૉબલ ગુજરાતી ફેડરેશન (વૈશ્વિક ગુજરાતી સંગઠન) દ્વારા જાણીતા કથાકાર શાસ્ત્રી ભાગવત ઋષિ અને ટેક્સગુરુ તથા અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા જાપાનના માનદ્ કોન્સ્યૂલેટ જનરલ મુકેશ પટેલના વરદ હસ્તે આ એવોર્ડ એનાયત કરાયો હતો. આ પ્રસંગે મુકેશ પટેલે જણાવ્યું હતું કે, દરિયાપાર વસતા લાખો ગુજરાતીઓમાં વતનપ્રેમ છે અને તે જુદી જુદી રીતે વ્યક્ત થતો રહે છે. ગ્લૉબલ ગુજરાતી ફેડરેશનના સ્થાપક પ્રમુખ રમેશ તન્નાએ જણાવ્યું હતું કે, વતનપ્રેમી ગુજરાતીઓ માદરે વતનના ઉત્થાન માટે સતત પ્રયાસ કરતા જ રહે છે. ગ્લૉબલ ગુજરાતી ફેડરેશન ગુજરાત બહાર ભારતમાં અને ભારત બહાર સમગ્ર વિશ્વમાં વસતા ગુજરાતીઓ માટે સક્રિય છે અને તેમની સજ્જતા, પ્રતિભા, સિદ્ધિ, સંવેદના અને વતનપ્રેમને ગુજરાતના ઉત્થાન સાથે મહત્તમ રીતે જોડવા સતત નવા નવા ઉપક્રમો કરે છે અને એનઆરઆઈ સમુદાય અને ગુજરાત વચ્ચે સેતુ બને છે. સંસ્થા તરફથી અનિતા તન્નાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. રાહુલ શુક્લએ અમેરિકામાં પોતે કેવી રીતે શૂનિયમાંથી સર્જન કર્યું તેની કેફિયત રમૂજી શૈલીમાં એવી તો અદભુત વાતો કરી હતી કે ઉપસ્થિત તમામ આમંત્રિતો આનંદિત થઈ ગયા હતા. આ પ્રસંગે પૉઝિટિવ સ્ટોરીઝનાં પુસ્તકોના સમાજ નાયકોનું સ્નેહમિલન પણ યોજાયું હતું, જેમાં ગુજરાતના ખૂણે ખૂણેથી સમાજ નાયકો આવ્યા હતા. આ સમારભમાં કર્મશીલો, સાહિત્યકારો, પત્રકારો, તથા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments