back to top
Homeગુજરાતઆજે લાખો જૈન એકસાથે નવકાર મંત્રનું પઠન કરશે:અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં 25 હજાર...

આજે લાખો જૈન એકસાથે નવકાર મંત્રનું પઠન કરશે:અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં 25 હજાર લોકો ઉપસ્થિત રહેશે, 9 એપ્રિલને ‘વર્લ્ડ નવકાર દિવસ’ જાહેર કરવાની માગ કરાશે

JITO(જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન) અમદાવાદ તથા જૈન સમાજ દ્વારા વિશ્વ કલ્યાણના સંકલ્પને જન જન સુધી પહોંચાડવા આજે (9 એપ્રિલે) ‘વિશ્વ નવકાર મહામંત્ર’ દિવસનું અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં બુધવારે સવારે 8 વાગ્યાથી ઐતિહાસિક આયોજન કરાયું છે. વિશ્વ નવકાર મહામંત્ર દિવસનું ગુજરાત ઉપરાંત દેશના 18 રાજ્યોના વિવિધ શહેરોમાં નવકાર મંત્રનું પઠન કરવામાં આવશે. વિશ્વ કલ્યાણના અર્થે આ મહત્ત્વપૂર્ણ આયોજન જૈન સમુદાય દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યું છે, જે અદ્ભુત ક્ષણ સાબિત થશે. આ નવકાર મંત્રના જાપથી એક ઐતિહાસિક રેકોર્ડ બનશે. આ કાર્યક્રમ 9 એપ્રિલના રોજ સવારે 8-01 વાગ્યાથી અમદાવાદના હેલ્મેટ સર્કલ પાસે આવેલા ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ-GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાશે. મોદી JITO એપેક્સના દિલ્હી વિજ્ઞાન ભવન ખાતે હાજર રહેશે
આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી JITO એપેક્સના દિલ્હી વિજ્ઞાન ભવન ખાતે યોજાઈ રહેલા મુખ્ય કાર્યક્રમથી ઉપસ્થિત રહી સમગ્ર ભારતને વર્ચ્યુઅલી સંબોધિત કરશે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, ટોરેન્ટ ગ્રુપના સુધીર મહેતા તેમજ તમામ જૈન સમુદાય, જેમ કે શ્વેતાંબર સંઘ, દિગંબર સંઘ, તેરાપંથી સંઘ, સ્થાનકવાસી સંઘ એમ તમામ જૈન સમુદાયના જૈન મુનિ આ નવકાર મહામંત્રમાં ઉપસ્થિત રહેશે. ગચ્છાધિપતિ, આચાર્ય, સાધુ-સાધ્વીજી ભગવંતો નવકાર મહામંત્રના આશીર્વાદ આપવા માટે પધારશે. જીતો અમદાવાદના હોદ્દેદારો તેમજ વિવિધ સંઘોના અગ્રણીઓ પણ હાજરી આપશે. 6000થી વધુ દેરાસર અને સ્થાનક પર આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ
ઉલ્લેખનીય છે કે આ પાવન દિવસ પર જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 25000થી વધુ લોકો જોડાશે. ભારત સહિત વિશ્વના વિવિધ દેશોમાંથી લાખોની સંખ્યામાં લોકો જોડાશે. આ ઉપરાંત 100થી વધુ અનુષ્ઠાન અને 6000થી વધુ દેરાસર અને સ્થાનક પર આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ દેરાસરો, ઉપાશ્રયો તથા વિવિધ જગ્યાએ કરાશે, જેનો વિશ્વભરના લોકો લાભ લેશે. આ દિવસે મોટી સંખ્યામાં લોકો જોડાવા માટે ખૂબ આતુર છે, કેમ કે આ આયોજન જાતિય બંધનોને તોડીને તમામ સમુદાયના લોકોને સાથે લાવશે અને એકતા તેમજ સદભાવનાનો સંદેશ વિશ્વભરના લોકો સુધી પહોંચશે. આ આયોજન થકી જૈન સમાજ અને જીતો પરિવાર વિશ્વ કલ્યાણ્યના આ વિચારને જન જન સુધી પહોંચાડવાનું એક માધ્યમ બનશે. GMDCમાં 7-30 વાગ્યે બેઠક ગ્રહણ કરી લેવી
આ કાર્યક્રમને લઇને બે દિવસ પહેલાં અમદાવાદ શહેરના ઇન્કમટેક્સ ખાતે અમદાવાદના જુદા જુદા જૈન સંઘો સાથે યોજાયેલી મિટિંગમાં આ અંગે JITO અમદાવાદના ચેરમેન ઋષભ શાહે જણાવ્યું હતું કે 9 એપ્રિલની સવારે 8-01 મિનિટે કાર્યક્રમ શરૂ થશે. પ્રસંગ મોટો છે એટલે આપણે 7-30 વાગ્યે બેઠક ગ્રહણ કરી લઇશું. 25 હજાર વ્યક્તિ પધારવાની હોવાથી ઝીણામાં ઝીણી તૈયારીઓ કરી છે. આટલું મોટું ગેધરિંગ અને સમૃદ્ધ પરિવાર હોઈ, વાહન લઇને આવે અને ઓટોમેટેડ એપથી પાર્કિંગનું એલોકેશન થઇ જાય અને સેલ્ફ ડ્રાઇવ કરીને લાવ્યા હોય કોઇપણ વ્હીકલને નજીકમાં નજીક જગ્યાએ પાર્કિંગ મળી જશે. પાર્કિંગ પ્લોટથી મંડપ સુધી મૂકવાની પણ વ્યવસ્થા કરી છે. સમાજના બીજા વર્ગને બસ થકી આવવા માગે છે. એવા સંજોગોમાં બસ પહોંચાડવાનું કામ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન અને એસ.ટી. વિભાગે આપણને ખાતરી આપી છે. આપણે 450થી વધુ બસનું પ્લાનિગ કર્યું છે. એ પણ ઓટોમેટેડ એપ અને સંઘના માધ્યમથી અમે સિસ્ટમાઇઝ કર્યું છે. એ પ્રકારની વ્યવસ્થાથી કોઇપણ નોર્મલ માણસ કોઇપણ વ્યથા વગર નવકાર મંત્રના જાપ કરવા પહોંચી જશે. સંઘો મોટી સંખ્યામાં કળશ લઈને આવશે
કાર્યક્રમ પહેલાં જ શહેરમાં કળશયાત્રા શરૂ કરાઈ છે, જે જીએમડીસી ખાતે પૂર્ણ થશે. આ કળશયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં કળશ આપવામાં આવ્યા છે. અમદાવાદનાં તમામ જૈન મંદિરોમાંથી કળશ જૈન સમુદાયના લોકો દ્વારા તેમના ઘરે લઈ જવામાં આવ્યો છે, આ કળશની પૂજા કરી નવકાર મંત્રના જાપની પણ માળાઓ કરવામાં આવી રહી છે. 9 એપ્રિલે રોજ મોટી સંખ્યામાં સંઘો કળશને લઈને આવશે અને સામૂહિક નવકાર મંત્રનો જાપ કરશે. નવકાર મંત્ર કેમ મહત્ત્વપૂર્ણ મંત્ર?
નવકાર મંત્ર એ જૈન ધર્મનો એક મહત્ત્વપૂર્ણ મંત્ર છે. આ આયોજન કરવાનાં અનેક હિતકારી કારણો છે, નવકાર મંત્રનો નિયમિત જાપ કરવાથી મન શાંત અને સ્થિર બને છે. ચિંતા, તણાવ અને ઉદાસીથી રાહત અને માનસિક શાંતિ આપે છે, પાપોનો નાશ થાય છે, પુણ્ય વધે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં, મંત્ર જાપથી આત્મજ્ઞાન મળે છે, લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે તથા સાચા માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપે છે. એટલા માટે જ તો રોજિંદા જીવનમાં નવકાર મહામંત્રનું જૈન ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે, જે અન્ય ધર્મોમાં પણ ખૂબ આદર પામે છે. એનાં મૂલ્યો અને સંદેશની ઘણા ધર્મોમાં પ્રશંસા કરવામાં આવી છે. અન્ય ધર્મોમાં નવકાર મહામંત્ર પ્રત્યે દૃષ્ટિકોણ જોઈએ એક મહત્ત્વપૂર્ણ સિદ્ધાંત છે. PM મોદી આવી રહ્યા છે એ ગૌરવની વાત: JITO એપેક્સના વાઇસ-ચેરમેન
આ કાર્યક્રમમાં JITO એપેક્સના વાઇસ-ચેરમેન હિંમાંશુ શાહે જણાવ્યું હતું કે 2600 વર્ષથી આપણું શાસન છે. ચારેય ફિરકા જોડે અને ચારેય ફિરકાના મનમાં નવકાર, નવકાર, નવકાર છે. સૌથી વધારે દેશોમાં થઇ રહ્યું છે. સૌથી મોટી વાત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. આપણા જૈન સમાજ માટે ગૌરવની વાત છે. બેંગલુરુ, ચેન્નઇ, પુણે, નાગપુર, બધાના ઘરે ઘરે નવકારના કારણે JITO પહોંચ્યું છે. એક પરિવારે પાંચ પરિવારને લઇને આવવાનું છે. આટલા મોટા ગ્રાઉન્ડમાં આપણે બધા ભેગા થઇને નવકારનો એક નાદ ગુંજાવીશું તો એની એનર્જી, એની શક્તિ બહુ અલગ છે. સૌથી મોટી વાત આપણને પહેલીવાર આપણાં જન્મમાં નવકારની પ્રભાવના કરવાનો લાભ મળ્યો છે. તો બસ મારી એટલી વિનંતી છે કે ચોક્કસ 9 તારીખે આપણે સમૂહમાં બધાં લોકો જોડાઇએ. કળશ પર મહારાજ સાહેબ વાસક્ષેપ નાખશે
આ કળશ પર મહારાજ સાહેબ વાસક્ષેપ નાખશે. વિશ્વની શાંતિ માટે આ એક ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને જૈનોના મહારાજ સાહેબોએ પણ કહેવું પડ્યું છે કે આ આયોજન કરવાનું અમારા મગજમાં પણ નથી આવ્યું, પરંતુ JITO સંસ્થાએ કર્યું એ ખૂબ પ્રશંસનીય છે. આનાથી ભવિષ્યમાં 9 એપ્રિલ વર્લ્ડ નવકાર દિવસ તરીકે જાહેર થાય એ માટે પણ પ્રયત્ન કરવામાં આવશે. 9મી એપ્રિલના દિવસે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને જૈન સમાજની લાગણી ના દુભાય અને તેમની લાગણીને ઠેસ ના પહોંચે એ માટે સ્લોટર હાઉસ, મટન શોપ, ફિશ શોપ, ચિકન શોપ બંધ રાખવાનો પણ નિર્ણય કર્યો છે, એ પણ ખૂબ સરાહનીય છે. ‘આ આયોજનનો પ્રભાવ વિશ્વના દરેક લોકો અને દરેક જીવ પર પડશે’
આમ, કુલ મળીને આખો પ્રસંગ જીવદયા અને વિશ્વની શાંતિ માટેનો છે. આ સ્કેલ પર આયોજન પ્રથમ વખત કરવામાં આવી રહ્યું છે. આપ વિચારી શકો છો કે ફક્ત અમદાવાદ શહેરમાં જો 25 હજાર લોકો એક જ દિવસે એકસામટા નવકાર ગણે તો આખા હિન્દુસ્તાન અને આખા વિશ્વમાં કેટલા લોકો નવકાર ગણે એટલે આ જે આયોજન છે એ પહેલી વખત થઇ રહ્યું છે. મને ચોક્કસ ખાતરી છે આ આયોજનનો પ્રભાવ વિશ્વના દરેક લોકો અને દરેક જીવો પર પડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments