વિશ્વામિત્રીમાં આવતા વિનાશક પૂરમાં શહેરના માથે જાણે દુઃખના ડુંગર તૂટી પડ્યા હતા. ત્યારે નદીના પૂરને રોકવા પાલિકાએ વિશ્વામિત્રીને ઊંડી-પહોળી કરવા 100 દિવસનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. નદીમાંથી નીકળેલી માટી શહેરના ટ્રાન્સપોર્ટ નગરના ગ્રાઉન્ડમાં ઠાલવવામાં આવી રહી છે. જેનો ડ્રોન નજારો શહેર માથે તૂટી પડતાં પૂરના દુઃખના ડુંગરનું સુખના ડુંગરમાં પરિવર્તન થઇ રહ્યું હોય તેમ દર્શાવી રહ્યો છે. સાથે ફિલિપિન્સની ચોકલેટ હિલ્સ જેવો નજારો પણ આવો જ હોય છે. વડોદરાની એક સુંદર અને સુખમય ભવિષ્યની છબી આ તસવીરમાં ઊપસી રહી છે.