back to top
Homeગુજરાતઆખરે ભાંડો ફૂટ્યો:વિજિલન્સનો નકલી PSI બે દારૂડિયાને છોડાવવા સરથાણા પોલીસ મથકે પહોંચ્યો

આખરે ભાંડો ફૂટ્યો:વિજિલન્સનો નકલી PSI બે દારૂડિયાને છોડાવવા સરથાણા પોલીસ મથકે પહોંચ્યો

આપણો માણસ છે, જોઈ લેજો, હું વિજીલન્સમાં પીએસઆઈ છું, એમ કહી સરથાણા પોલીસ સ્ટેશનમાં પીએસઓને મોબાઇલમાં પોતાનો વર્દીવાળો ફોટો બતાવી નકલી પીએસઆઈએ નશો કરેલા 2 શખ્સોને છોડાવવા આવ્યો હતો. આ દરમિયાન મહિલા પીઆઈ ઝાલા ચેમ્બરની બહાર નીકળી હતી તે વખતે પીએસઓ વિજીલન્સના પીએસઆઈની ભલામણની વાત તેઓને કરી હતી. આથી પીઆઈએ વિજીલન્સના પીએસઆઈને પૂછ્યું કે તમે વિજીલન્સમાં ક્યાં ફરજ બજાવો છો, તે સમયે નકલી પીએસઆઈએ ગાંધીનગર ખાતે નવા બનેલા વિજીલન્સના પોલીસ સ્ટેશનમાં પીઆઈ રાણા સાહેબની સ્કોવોડમાં છું. પીઆઈ ઝાલાએ આ બાબતે વિજીલન્સમાં તપાસ કરાવી હતી. જેમાં પીઆઈ રાણા કરીને કોઈ વિજીલન્સમાં ફરજ બજાવતા ન હોવાનું સામે આવ્યું હતું. આથી પીઆઈ ઝાલાએ નકલી પીએસઆઈ પાસે આઈકાર્ડ માંગ્યો તો તેણે કહ્યું કે હું રજા પર છું. પછી પીઆઈએ તેને કેટલાક સવાલો કરતા આખરે તેનો ભાંડો ફુટી ગયો હતો. સરથાણા પોલીસે જાતે ફરિયાદી બનીને નકલી પીએસઆઈ રોનક વિનુ કોઠારી (33) (રહે, નિર્મળનગર, સરથાણા, મૂળ રહે, સાવરકુંડલા, અમરેલી)ની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. મોબાઇલમાં અધિકારીઓ સાથેના ફોટા મળ્યા
નકલી પીએસઆઈ પાસેથી 2 મોબાઇલ ફોન કબજે કર્યા હતા. જેમાં એક મોબાઇલ નંબર તો ડીવાયએસપી રાણાના નામે સેવ કરેલો હતો. ઉપરાંત તેના મોબાઇલમાં ઢગલાબંધ વિડીયો પોલીસ અધિકારીના ઈન્ટરવ્યુંના જોવા મળ્યા હતા. ઉપરાંત તેના પણ પીઆઈની વર્દીવાળા ફોટો જોવા મળ્યા છે. નશો કરેલાઓને ટ્રાફિક પોલીસ પકડી લાવી હતી
ટ્રાફિક પોલીસે બે પીધેલાને પકડી પોલીસ સ્ટેશને લઈ આવી જ્યાં નકલી પોલીસ છોડાવવા આવ્યો હતો. સરથાણા બાપા સીતારામ ચોક પાસેથી ટ્રાફિક પોલીસે બાઇક પર જતા બે શખ્સોને અટકાવ્યા હતા. બન્ને શખ્સોને ટ્રાફિક પોલીસ સરથાણા પોલીસ સ્ટેશને લઈને આવી હતી. જ્યાં બન્ને નશો કરેલા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments