સુરત જિલ્લાના માંડવીમાં પોલીસે ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા વાહનો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મોડિફાઈડ સાયલેન્સર સાથેની ડ્યુક મોટરસાયકલ નંબર GJ-26-AC-0394 ડિટેઈન કરી છે. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવિર સિંહ અને નાયબ પોલીસ મહાનિરીક્ષક હિતેશકુમાર જોયસરના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી. વિભાગીય પોલીસ અધિક્ષક બી.કે.વનાર અને માંડવી પોલીસ સ્ટેશનના એ.એસ.ચૌહાણે ખાસ ટીમ બનાવી હતી. પોલીસે મેમો ફટકાર્યો છે અને વાહનમાંથી મોડિફાઈડ સાયલેન્સર દૂર કરાવ્યું છે. પોલીસે જાહેર જનતાને ચેતવણી આપી છે કે ઓવરસ્પીડિંગ અને મોડિફાઈડ સાયલેન્સર સાથે વાહન ચલાવનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.