હવે કેરળમાં બાળકો વિરુદ્ધ જાતીય ગુનાઓ (POCSO)ના કેસોની તપાસ એક સ્પેશિયલ પોલીસ ટીમ કરશે. બુધવારે, કેરળ સરકારના મંત્રીમંડળે આ માટે એક ડેડિકેટેડ વિંગ બનાવવાની મંજૂરી આપી. આ સ્પેશિયલવિંગમાં કુલ 304 નવા પદ તૈયાર કરવામાં આવશે. જેમાં 4 ડેપ્યુટી એસપી અને 40 સબ-ઇન્સ્પેક્ટરનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી કાર્યાલયમાંથી મળેલી માહિતી અનુસાર, આ ટીમ ફક્ત POCSO એક્ટ હેઠળ નોંધાયેલા કેસોની તપાસ કરશે. સરકારનો ઉદ્દેશ્ય આ કેસોમાં ઝડપી અને સચોટ તપાસ કરવાનો છે જેથી પીડિતોને ઝડપથી ન્યાય મળે. કેબિનેટના અન્ય 2 મોટા નિર્ણયો…