એક્ટ્રેસ ગૌહર ખાને પોતાની બીજી પ્રેગ્નેન્સીની જાહેરાત કરી છે. તેણે સોશિયલ મીડિયા પર પતિ ઝૈદ દરબાર સાથેનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે ખુલાસો કર્યો છે કે તેઓ ટૂંક સમયમાં ફરીથી પેરેન્ટ બનવાના છે. બંનેનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો પણ તેમને અભિનંદન આપી રહ્યા છે. ગૌહર ખાન અને ઝૈદ દરબારે તેમના ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું,- ‘તમારી પ્રાર્થના અને પ્રેમની જરૂર છે.’ વીડિયો સામે આવતાની સાથે જ સેલેબ્સ અને ચાહકોએ તેમને સોશિયલ મીડિયા પર અભિનંદન આપવાનું શરૂ કરી દીધું. ભારતી સિંહ, અનિતા હસનંદાની, અવેજ દરબાર, વિશાલ દદલાની સહિત ઘણા ચાહકોએ કમેન્ટ કરીને કપલને ફરીથી પેરેન્ટ બનવા બદલ અભિનંદન આપ્યા છે. ગૌહરે 2020માં ઝૈદ દરબાર સાથે લગ્ન કર્યા હતા ગૌહર અને ઝૈદે 25 ડિસેમ્બર 2020 ના રોજ મુંબઈ ITC ગ્રાન્ડ મરાઠા હોટેલમાં લગ્ન કર્યા. ગૌહર અને ઝૈદ વચ્ચે 12 વર્ષના ઉંમરના તફાવતને કારણે આ લગ્ન તે સમયે હેડલાઇન્સમાં હતા. આ કપલની લવ સ્ટોરી કોઈ ફિલ્મી ફિલ્મી સ્ટોરીથી ઓછી નહોતી. ઝૈદે ગૌહરને પહેલી વાર ગ્રોસરી શોપમાં જોઈ, ત્યારબાદ તેણે ગૌહરને મેસેજ કર્યો અને તેને મળવાની ઇચ્છા વ્યક્ત કરી. તેમના સંબંધો મિત્રતાથી શરૂ થયા હતા અને લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી, આ દંપતીએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. ગૌહરે 2023 માં એક પુત્રને જન્મ આપ્યો હતો. ડિસેમ્બર 2022 માં, ગૌહર ખાને તેની પહેલી પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. આ પછી, 10 મે, 2023 ના રોજ, કપલે તેમના પહેલા બેબી બોય સ્વાગત કર્યું, જેનું નામ તેમણે જેહાન રાખ્યું છે.