અમદાવાદને ઘણા સમયથી નર્મદાનું પાણી મળી રહ્યું છે, પ્રતિદિન 1450 એમએલડી (1450 મિલિયન લિટર પર ડે) પાણીનો જથ્થો મળી રહ્યો છે. જેની સામે મ્યુનિ.એ પ્રતિ 1 હજાર લિટરે નર્મદા નિગમને રૂ. 4.87 નો ભાવ ચૂકવવો પડે છે. જો કે મ્યુનિ.એ પાણીવેરા પેટે લોકો પાસેથી 300 કરોડ વસૂલી લીધા છે તેમ છતાં નર્મદા નિગમને 700 કરોડથી વધુ ચૂકવ્યા નથી. અમદાવાદ પ્રતિ વર્ષ નર્મદા કેનાલમાંથી 5.29 લાખ (મિલિયન લિટર) પાણીનો જથ્થો મેળવે છે. આ સ્થિતિમાં પ્રતિ 1 હજાર લિટરે રૂ. 4.87 લેખે મ્યુનિ.ને પ્રતિ વર્ષ 200થી 250 કરોડની રકમ નર્મદા કેનાલને ચૂકવવી પડે છે. શહેરમાં અત્યારે રાસ્કા મારફતે તેમજ નર્મદા કેનાલ મારફતે બે સ્થળેથી પાણીનો જથ્થો મળી રહ્યો છે. 2021થી 2024/25ના વર્ષ દરમિયાન નર્મદા દ્વારા અપાયેલા પાણીના જથ્થો પેટે મ્યુનિ.ને રૂ. 1136.36 કરોડ ચૂકવવાના થાય છે. જે પૈકી મ્યુનિસિપલ કોર્પોરેશને રૂ. 466.32 કરોડની રકમ ચૂકવાઇ છે જ્યારે હજુ પણ 710 કરોડ રકમ ચૂકવવાની બાકી નીકળતી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે. ક્યારે કેટલો જથ્થો મળ્યો, કેટલો ભાવ હતો વર્ષ જથ્થો કેટલો ભાવ બિલ ચુકવણી 2020/21 4.80 રૂ.3.8 182.66 27.80 2021/22 5.14 રૂ.4.18 215 71.75 2022/23 5.50 રૂ.4.6 253.45 251.59 2023 એપ્રિલથી ઓગસ્ટ 2.36 રૂ.5.05 119.5 72.92 2023 સપ્ટેમ્બરથી માર્ચ 24 3.24 રૂ.4.73 153.25 153.25 2024/25 4.36 રૂ.4.87 212.46 132.70 નોંધ : કુલ જથ્થો લાખ મિલિયન લિટર અને નર્મદાનું બિલ કરોડમાં છે.