48 કલાકમાં હવામાનમાં આવશે મોટો પલટો કાળઝાળ ગરમી વચ્ચે અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી. આગામી 48 કલાકમાં હવામાનમાં પલટો આવશે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. બહુચરાજી શક્તિપીઠમાં ચૈત્રી પૂનમના મેળાનો પ્રારંભ પવિત્ર યાત્રાધામ બહુચરાજી શક્તિપીઠ ખાતે ચૈત્રી પૂનમના મેળાનો પ્રારંભ થયો. આ મેળો 12 એપ્રિલ સુધી યોજાશે. દૂરથી આવતા ભક્તો માટે વહીવટી તંત્રએ ખાસ વ્યવસ્થા કરી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક વડોદરામાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો. પાન પાર્લન પર સિગારેટ ખરીદ્યા બાદ પૈસા ન આપી દુકાન માલિકને માર માર્યો. પોલીસે આરોપીને ઝડપી માફી મંગાવી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો બોગસ હથિયાર લાઇસન્સ કૌભાંડ કેસમાં વધુ 16 ઝડપાયા બોગસ હથિયાર લાઇસન્સ કૌભાંડ મામલે ATSએ વધુ 16 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપી પાસેથી 15 હથિયાર અને 489 કારતૂસ જપ્ત કર્યા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો અંબાજીમાં યોજાઈ રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધા અંબાજી ખાતે આયોજીત દેશની પ્રથમ NTPC ખેલો ઇન્ડિયા નેશનલ રેન્કીંગની રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધામાં દેશભરની 478 યુવા નારી તિરંદાજોએ ભાગ લીધો. વિજેતાઓને ગુજરાત સરકાર તરફથી 41.52 લાખના ઇનામો એનાયત કરાયા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો જૂનાગઢમાં પોલીસ સામે જ મારામારી જૂનાગઢની માંગનાથ બજારમાં પાર્કિંગ મુદ્દે થયેલી માથાકૂટ બાદ પોલીસે બંને પક્ષો સામે ગુનો નોંધ્યો હતો. જો કે પોલીસ આરોપીને સાથે રાખી પંચનામું કરવા પહોંચી એવામાં પોલીસની સામે ફરી મારામારી થઈ. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો રાજ્યમાં દારૂ ઘુસાડવાના નવા કીમિયાનો પર્દાફાશ LCBએ સંઘ પ્રદેશ દિવથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાના નવા કીમિયાનો પર્દાફાશ કર્યો. પ્લાસ્ટિકના કેરેટમાં શાકભાજી નીચે દારૂની બોટલો છુપાવીને ગુજરાતમાં લવાતી હતી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો