back to top
Homeદુનિયાઅમેરિકામાં હેલિકોપ્ટર દુર્ઘટના:મેનહટન નજીક હડસન નદીમાં હેલિકોપ્ટર ક્રેશ, પાઇલટ સહિત 6 લોકોના...

અમેરિકામાં હેલિકોપ્ટર દુર્ઘટના:મેનહટન નજીક હડસન નદીમાં હેલિકોપ્ટર ક્રેશ, પાઇલટ સહિત 6 લોકોના મોત

અમેરિકાના મેનહટનમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. ગુરુવારે ન્યુયોર્કના હડસન નદીમાં હેલિકોપ્ટર ક્રેશ થતા આ દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં ત્રણ બાળકો સહિત છ લોકોના મોત થયા છે. માહિતી આપતાં અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટના લોઅર મેનહટન અને જર્સી સિટી વચ્ચે થયો હતો. અકસ્માત બાદ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. NYPDએ X પર લખ્યું – વેસ્ટ સાઇડ હાઇવે અને સ્પ્રિંગ સ્ટ્રીટની આસપાસ હડસન નદીમાં હેલિકોપ્ટર ક્રેશ થવાને કારણે આસપાસના વિસ્તારમાં વાહનોની અવર-જવરમમાં ટ્રાફિક થવાની અપેક્ષા છે. ન્યુયોર્ક સિટી ફાયર ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે હેલિકોપ્ટર બપોરે 3:15 વાગ્યે વેસ્ટ હ્યુસ્ટન સ્ટ્રીટ અને વેસ્ટ સ્ટ્રીટ પર પિયર 40 નજીક ક્રેશ થયું હતું. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વીડિયોમાં, અકસ્માત પછી બેલ 206 હેલિકોપ્ટર ઊંધું વળી ગયું હતું. સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયું. જુઓ વીડિયો શેર કરાયેલા વીડિયોમાં હેલિકોપ્ટર સંપૂર્ણપણે પાણીમાં ડૂબેલું દેખાય છે. અકસ્માત સમયે આકાશ વાદળછાયું હતું, પવનની ગતિ લગભગ 10 થી 15 માઇલ પ્રતિ કલાક હતી. હળવો વરસાદ પડવાની શક્યતા હતી. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ કહ્યું કે તે નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) સાથે કામ કરી રહ્યું છે. મૃતકોમાં એક જ પરિવારના પાંચ સભ્યોનો સમાવેશ ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સે જણાવ્યું હતું કે મૃતકોમાં પાઇલટ અને પાંચ લોકોનો સ્પેનિશ પરિવારનો સમાવેશ થાય છે. ન્યૂયોર્ક પોલીસ વિભાગે X વિશે માહિતી શેર કરતા કહ્યું, “વેસ્ટ સાઇડ હાઇવે અને સ્પ્રિંગ સ્ટ્રીટ નજીક હડસન નદીમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે.” નજરેજોનારે શું કહ્યું ઘટનાસ્થળે હાજર એક નજરેજોનાર બ્રુસ વોલે જણાવ્યું કે તેમણે હેલિકોપ્ટરને હવામાં જ ક્રેશ થતું જોયું. હેલિકોપ્ટર હાલક-ડોલક કરતું પડી રહ્યું હતું. અન્ય એક સાક્ષી, ડેની હોર્બિયાક, જર્સી સિટીમાં તેના ઘરે હતી ત્યારે તેણે જોરથી અવાજ સાંભળ્યો. જ્યારે મેં બારીમાંથી બહાર જોયું તો હેલિકોપ્ટર અનેક ટુકડાઓમાં નદીમાં પડી ગયું. અન્ય એક નજરેજોનાર લેસ્લી કૈમાચોએ જણાવ્યું હતું કે હેલિકોપ્ટર પાણીમાં અથડાયું તે પહેલાં અનિયંત્રિત રીતે ફરતું હતું અને ધુમાડો નીકળતો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments