શ્રદ્ધા કપૂર ઘણીવાર તેના અંગત જીવનને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં, તેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક્ટ્રેસ તેના કથિત બોયફ્રેન્ડ રાહુલ મોદીને મળવા માટે તેની ઓફિસમાં જતી જોવા મળી રહી છે. આ દરમિયાન શ્રદ્ધાએ પાપારાઝીથી બચવાના ઘણા પ્રયાસ કર્યા અને તેમને ઇગ્નોર કરતી જોવા મળી. વીડિયોમાં જોઈ શકાય છે કે શ્રદ્ધા કપૂર પોતાની કારમાંથી ઉતરતાંની સાથે જ સીધી રાહુલ મોદીની ઓફિસ તરફ જતી જોવા મળે છે. આ દરમિયાન શ્રદ્ધા કપૂરે સફેદ સૂટ પહેર્યો છે અને તે આ સિમ્પલ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. શ્રદ્ધા ઘણીવાર રાહુલ મોદી સાથે જોવા મળે છે. શ્રદ્ધા કપૂર ઘણીવાર તેના કથિત બોયફ્રેન્ડ રાહુલ મોદી સાથે જોવા મળે છે. બંને વચ્ચે ઘણા સમયથી અફેરની ચર્ચા ચાલી રહી હતી. શ્રદ્ધાના 38મા જન્મદિવસ પર, તેનો એક વીડિયો સામે આવ્યો જેમાં તે ગેટવે ઓફ ઈન્ડિયા પાસે રાહુલ મોદી સાથે જોવા મળી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંનેએ પોતાનો જન્મદિવસ સાથે ઉજવ્યો હતો. પહેલી મુલાકાત ‘તુ જૂઠી મેં મક્કર’ દરમિયાન થઈ હતી મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, શ્રદ્ધા અને રાહુલની પહેલી મુલાકાત ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’ દરમિયાન થઈ હતી. રાહુલ આ ફિલ્મ સાથે લેખક તરીકે સંકળાયેલા હતા. ફિલ્મના શૂટિંગ પછી તેમનો સંબંધ મજબૂત બન્યો છે. આ પછી, તેમના અફેરના સમાચાર આવવા લાગ્યા હતા. જોકે, તેમણે આ સમાચારો પર ક્યારેય પ્રતિક્રિયા આપી નથી. રાહુલે ‘પ્યાર કા પંચનામા 2’ અને ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’માં લેખક તરીકે પણ કામ કર્યું છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો શ્રદ્ધા છેલ્લે ફિલ્મ ‘સ્ત્રી 2’માં જોવા મળી હતી. આમાં તે રાજકુમાર રાવ સાથે જોવા મળી હતી. આ ફિલ્મ બ્લોકબસ્ટર બની હતી