વડોદરામાં આજે શ્રી જય અંબે કાર્તિક સ્વામી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય 55 પગુણી ઉથીરામ કાવડી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના દિવસનું વિશેષ મહત્વ પણ રહ્યું છે, શિવ-પાર્વતીજી તથા લક્ષ્મી-નારાયણનાં લગ્નનો પવિત્ર દિવસ હોવાને કારણે ભગવાન કાર્તિક સ્વામી અને દેવી વલ્લી દેવસેનાના લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન યાત્રામાં દક્ષિણ ભારતના તમિળ સમાજના 200થી વધુ શ્રદ્ધાળુઓ જે વડોદરામાં વસવાટ કરે છે તેઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ શોભાયાત્રા સુરસાગર તળાવથી શરૂ થઈ અને શહેરના વિવિધ માર્ગો પસાર થઈને જય અંબે કાર્તિક સ્વામી મંદિરે પહોંચી હતી. આ મંદિરનું ઐતિહાસિક મહત્વ છે અને તેનો ઈતિહાસ 100 વર્ષ જૂનો છે. ત્રણ પ્રકારની માનતાના આધારે નીકળે છે યાત્રા
તમિલ સમાજના દ્વારા સુરસાગર ખાતે નીકળેલી યાત્રામાં ખાસ કરીને જે માન્યતાઓ હોય છે તે ત્રણ પ્રકારની બાધા એટલે કે માનતા હોય છે. જેમાં ભગવાન પ્રત્યે શ્રદ્ધાને પૂર્ણ કરવામાં આવતી હોય છે. ત્રણ માન્યતામાં પ્રથમ મોઢાના ભાગે ત્રિશૂળ નાંખવામાં આવે છે. જેમાં મોઢાના, હાથના અને પગના ભાગે પણ શ્રદ્ધાળુ ત્રિશુળ નાંખતા હોય છે. આ માટે ખાસ તમિલનાડુના તિરચીગામના સ્પેશિયલ લોકોને બોલાવવામાં આવે છે. આ સાથે બીજી માનતા કળશ માથામાં લઈ જવું જેમાં દૂધ હોય તેનો અભિષેક કરવામાં આવે છે. આ સાથે શ્રદ્ધાળુ કાવડી ઉઠાવે છે. તે ભગવાનના પ્રિય એવા મોરપીંછ કાવડ પર લગાવી ભગવાનને ખુશ કરવા માટે નીકળે છે. સાંજે ભંડારો યોજાશે
સાંજે મહાપ્રસાદના રૂપમાં ભંડારાનું આયોજન પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં શહેરના અનેક ભક્તો જોડાશે. આ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રસંગે ભક્તિભાવ, સમર્પણ અને સમાજિક એકતા જોવા મળી, જે વડોદરાની ધર્મપ્રેમી સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. લોકોએ કાર્તિક ભગવાનની આરાધના કરી
આ અંગે ગણેશભાઈએ જણાવ્યું હતું કે, શ્રી જય અંબે કાર્તિક સ્વામી ટ્રસ્ટ દ્વારા આજે 55મી કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરસાગર તળાવથી આ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે અને રેલવે સ્ટેશન ખાતે આવેલ શ્રી અંબે કાર્તિક સ્વામી મંદિર ટેમ્પલ ખાતે પહોંચી હતી. મોટી સંખ્યામાં દક્ષિણ ભારતના તમિલ સમાજના લોકો એકત્રિત થયા હતા અને ભગવાન કાર્તિક સ્વામીની આરાધના કરી હતી. કાવડમાં શું શું હોય છે?
આ મંદિર એક પૌરાણિક મંદિર છે જે ઘણા વર્ષોથી રેલવે સ્ટેશન પાસે આવેલું છે. આ મંદિરને 100 વર્ષ જેટલો સમય થયો છે. દક્ષિણ ભારતની સંપ્રદાય સંસ્કાર આજે પણ વડોદરા શહેરમાં જીવિત છે. ભગવાન સ્વામી જે કાર્તિક સ્વામી છે તેઓના આજે લગ્નનો દિવસ છે. જે કાવડ યાત્રામાં તમિલ સમાજના લોકો ભગવાન કાર્તિકે સ્વામી માટે બાધા લેતા હોય છે. તેમાં કાવડ હોય છે તે કાવડીનું મહત્વ છે જેમાં મોર પીંછ હોય છે. કળશમાં દૂધ હોય છે, આ કળશમાં દૂધ હોય છે તેને ભગવાનને અર્પણ કરતા હોય છે. સંગીત સાથે આ યાત્રામાં શ્રદ્ધાળુ ચાલતા હોય છે અને સાંજે ભગવાન મુર્ગન સ્વામીના લગ્નને દિવસ છે અને સાંજે વલ્લી અને દેવસેના સાથે લગ્ન થશે. સાંજે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શું છે મહાત્મ્ય?
આ અંગે વેંકટેશ ઐયરે જણાવ્યું હતું કે, આજના દિવસને તમલી તમલી ઉત્તમ તરીકે ઉજવવામાં આવે છે. આજે ભગવાન કાર્તિકે અને વલ્લી દેવસેનાના લગ્નનો દિવસ છે, મહાલક્ષ્મી અને નારાયણ ભગવાનનો લગ્નનો દિવસ છે સાથે મહાદેવ અને પાર્વતીનો લગ્નનો દિવસ છે. આજનો દિવસ ફાલ્ગુન મહિનાનો ઉત્તર નક્ષત્રનો દિવસ છે. ત્યારે કાવડી યાત્રા જે કોઈ શ્રદ્ધાળુ હોય છે અને જે માન્યતા હોય અને માનતા મુજબ શ્રદ્ધા પ્રમાણે આજના દિવસે પૂર્ણ કરે છે. દેવાધિદેવ મહાદેવના જયેષ્ઠ પુત્ર તરીકે ભગવાન કાર્તિકેનું પૂજન અર્ચન દેશના દક્ષિણ ભાગમાં કરવામાં આવે છે. ત્યારે વડોદરામાં વસતા દક્ષિણ ભારતીય લોકો દ્વારા 55મી પંગુની ઉથીરામ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી, બ્રહ્માંડ પુરાણ સૂચવે છે કે પંગુની ઉથિરામના દિવસે, લાખો દેવો તિરુપતિના વેંકટેશ્વર મંદિરના સાત પવિત્ર કુંડોમાંના એક, તુમ્બુરુ તીર્થમાં સ્નાન કરે છે . આ પ્રસંગે મંદિરના કુંડમાં સ્નાન કરવાથી પુનર્જન્મના ચક્રમાંથી મુક્તિ મળે છે. તામિલનાડુના કાંચીપુરમ ખાતે આવેલા એકમ્બરેશ્વર મંદિરમાં પૃથ્વી લિંગ, જે પૃથ્વી તત્વનું લિંગ છે, તેની પૂજા માટે આ દિવસનું વિશેષ મહત્વ છે, જ્યાં ઉત્સવો 13 દિવસ સુધી ચાલે છે. ગૌરીના રૂપમાં પાર્વતીએ કાંચીપુરમમાં લગ્ન કર્યા હોવાની માન્યતા
પ્રાદેશિક પરંપરા અનુસાર, ગૌરીના રૂપમાં પાર્વતીએ કાંચીપુરમમાં શિવ સાથે લગ્ન કર્યા હતા. તેથી, આ દિવસને ગૌરી કલ્યાણમ તરીકે પણ ઉજવવામાં આવે છે. ત્યારે આજના દિવસે વડોદરાના રેલ્વે સ્ટેશન નજીક આવેલ ભગવાન મુર્ગનના મંદિરમાં વહેલી સવારથી જ દક્ષિણ ભારતીય લોકો દર્શનાર્થે ઘસારો જોવા મળ્યો હતો. સાથે જ શોભાયાત્રામાં પણ મોટી સંખ્યામાં દક્ષિણ ભારતીય લોકો વિશેષ જોડાયા હતા ભગવાનના દર્શન મેળવી ધન્યતા અનુભવી હતી. અમદાવાદમાં પણ ઉજવણી
જ્યારે અમદાવાદમાં શ્રી બાલામુરુગન દેવસ્થાન ટ્રસ્ટના નેજા હેઠળ 59માં પગુંની ઉથરીમ મહોત્સવના ભાગરુપે 351 કાવડ તેમજ 101 દુધ ભરેલા કુંભ માથે રાખી ને દક્ષિણ ભારત ના તામિલ સમુદાયના શ્રદ્ધાળુઓ સવારે સાત કલાકથી આ કાવડ યાત્રામાં જોડાયા હતા.