back to top
Homeગુજરાતચૈત્રી પૂનમે શંખલપુર મંદિરે બહુચર માતાજીનો પ્રાગટ્ય દિવસ:રાત્રે 10 વાગે બહુચરાજીથી શંખલપુર...

ચૈત્રી પૂનમે શંખલપુર મંદિરે બહુચર માતાજીનો પ્રાગટ્ય દિવસ:રાત્રે 10 વાગે બહુચરાજીથી શંખલપુર પધારશે માતાજીની સવારી, ફટાકડા-ડીજે સાથે ભવ્ય સ્વાગત

શંખલપુર ખાતે બહુચર માતાજીના મંદિરે ચૈત્રી પૂનમનો મેળો ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. શુક્રવારે હજારો માઈભક્તો પગપાળા અને સંઘો સાથે માતાજીના દર્શને પધાર્યા હતા. મંદિર પરિસર દિવસભર માતાજીના જયઘોષથી ગુંજતું રહ્યું હતું. શનિવારે ચૈત્રી પૂનમે મા બહુચરનો પ્રાગટ્ય દિવસ હોવાથી લાખો શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લેશે. રાત્રે 10 વાગે માતાજીની સવારી બહુચરાજી મંદિરથી શંખલપુર પધારશે. ગ્રામજનો અને મંદિર ટ્રસ્ટ દ્વારા ફટાકડાની આતશબાજી અને ડીજે સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવશે. બંને માતાજીની પૂજા-અર્ચના બાદ શોભાયાત્રા શંખલપુર ગામનું પરિભ્રમણ કરી બહુચરાજી પરત ફરશે. શંખલપુર ટોડા બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટના ચેરમેન કાળીદાસ પટેલે જણાવ્યું કે, ભક્તો માટે વિનામૂલ્ય ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. શુક્રવારે સાત હજારથી વધુ ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. પ્રાગટ્ય દિવસ નિમિત્તે માતાજી અને મંદિરનો નયનરમ્ય શણગાર કરવામાં આવ્યો છે. અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો છે. ભક્તોની સુવિધા માટે ભાઈઓ અને બહેનો માટે અલગ-અલગ દર્શન લાઈનની વ્યવસ્થા કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments