રાજ્યમાં એપ્રિલ મહિનામાં ગરમીનો પારો હાઈ થતા લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. છેલ્લા 10 દિવસથી મોટાભાગનાં શહેરોમાં સામાન્ય કરતાં વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. હવામાન વિભાગે આજથી બે ત્રણ દિવસ ગરમીમાં આંશિક રાહત મળવાની આગાહી કરવામાં આવી છે. જો કે, આ રાહત એક બે દિવસ જ રહેશે ત્યારબાદ તાપમાન ફરી ઊંચકાવાની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, ડીસા, અમદાવાદ, અમરેલી, વડોદરા અને ભાવનગરમાં આજે પણ 40 ડિગ્રી આસપાસ ગરમી રહેવાની શક્યતા છે. આજે વિવિધ શહેરોમાં મહત્તમ તાપમાનની આગાહી 10 એપ્રિલે અમદાવાદમાં 43.3 ડિગ્રી તાપમાન
હવામાન વિભાગે 10 એપ્રિલે પાંચ જિલ્લામાં હીટવેવની આગાહી આપી હતી. રાજ્યમાં આજે 43.3 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ રહ્યું હતું. 8 શહેરોમાં આજે પણ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. 10 એપ્રિલે રાજ્યમાં નોંધાયેલું મહત્તમ તાપમાન રાજકોટના BRTS સ્ટોપમાં ઠંડક માટે કૂલર મુકાયાં
રાજકોટ શહેરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. અને તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવે બીઆરટીએસ બસના મુસાફરોની સિવિધા માટે મનપા દ્વારા પ્રથમ વખત નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજકોટનાં 19 જેટલાં બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં કુલ 38 કૂલર મુકવામાં આવ્યાં છે. તેમજ બીઆરટીએસ બસમાં તો એસી હોય જ છે. ત્યારે હવે કાળઝાળ ગરમીમાં હજારો મુસાફરોને ટાઢક મળશે. લૂ કે હીટવેવ શું છે?
જવાબ- IMD (ભારત હવામાન વિભાગ) અનુસાર, જ્યારે મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અને પહાડી વિસ્તારોમાં તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે, ત્યારે ગરમ હવા ફૂંકાવા લાગે છે. જો કોઈપણ વિસ્તારમાં તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે, તો એને હીટવેવની ખતરનાક શ્રેણી માનવામાં આવે છે. હીટ સ્ટ્રોકનું કારણ શું છે?
આપણા શરીરનું સામાન્ય તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ છે, પરંતુ ઉનાળા દરમિયાન આસપાસના વાતાવરણનું તાપમાન 40થી 45 ડિગ્રી સુધી પહોંચી જાય છે. આવી સ્થિતિમાં જ્યારે આપણે તીવ્ર સૂર્યપ્રકાશ અથવા ગરમ હવામાં બહાર જઈએ છીએ ત્યારે આસપાસનું વાતાવરણ આપણા શરીરનું તાપમાન વધારી દે છે. જ્યારે આપણા શરીરનું તાપમાન સામાન્ય શરીરના તાપમાન, એટલે કે 37 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધી જાય છે ત્યારે આ સ્થિતિને હીટ સ્ટ્રોક કહેવામાં આવે છે. હીટ સ્ટ્રોકના કિસ્સામાં કયા પ્રકારના ઘરગથ્થુ ઉપચાર કરી શકાય?
હીટ સ્ટ્રોકના કિસ્સામાં સૌપ્રથમ શરીરના વધેલા તાપમાનને કંટ્રોલ કરવાની અને ડિહાઇડ્રેશન દૂર કરવાની જરૂર છે. આવી સ્થિતિમાં આ ઉપાયો અપનાવી શકાય છે, જેમ કે- જો કોઈ વ્યક્તિ માનસિક સમસ્યાઓથી પીડિત હોય, જેમ કે સ્ટટરિંગ, બેભાન થવું અથવા માનસિક ધ્રુજારી, આ સ્થિતિ ખતરનાક લેવલના હીટ સ્ટ્રોકની છે. આવી સ્થિતિમાં દર્દીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવો જોઈએ, કારણ કે આમાં શરીરનાં અંગોને નુકસાન થવાનું જોખમ રહેલું છે. વ્યક્તિએ પોતાની જાતે કોઈપણ પ્રકારની સારવાર ન કરવી જોઈએ, કારણ કે આવી સ્થિતિમાં થોડી બેદરકારી પણ દર્દીના મૃત્યુનું કારણ બની શકે છે. હીટ સ્ટ્રોકથી બચવા માટે કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ? હીટ સ્ટ્રોકથી બચવા માટે કેવો આહાર હોવો જોઈએ?
નિષ્ણાત તબીબના જણાવ્યા મુજબ, હીટ સ્ટ્રોકથી બચવા માટે ઘરની બહાર નીકળતાં પહેલાં કંઈક ખાવું. દાદા અને દાદી કહે છે કે ઘરની બહાર ક્યારેય ખાલી પેટ ન નીકળવું જોઈએ, એની પાછળ વિજ્ઞાન છે. જ્યારે તમે ખાલી પેટે બહાર જાઓ છો ત્યારે તમે ઝડપથી થાકી જાઓ છો અને ઇલેક્ટ્રોલાઇટ્સ ગુમાવો છો, જે ડિહાઇડ્રેશનનું કારણ બને છે. ગરમી અને સનસ્ટ્રોકથી બચવા માટે તમે નારિયેળ પાણી પી શકો છો. આ ઉપરાંત તડકામાંથી આવ્યા પછી અથવા વધુ પડતો પરસેવો આવ્યા પછી તરત જ ઠંડું પાણી પીવું જોઈએ નહીં. ઉનાળામાં પાણીમાં લીંબુ અને મીઠું ભેળવીને દિવસમાં બે-ત્રણવાર પીવું જોઈએ. આ હીટ સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે. જે લોકો હીટ સ્ટ્રોકથી પરેશાન છે તેઓ માટે જવનો લોટ અને ડુંગળી પીસીને પેસ્ટ બનાવો અને એને શરીર પર લગાવો, એનાથી તેમને ઘણી રાહત થશે. તડકામાંથી બહાર આવ્યા પછી ડુંગળીનો થોડો રસ મધમાં ભેળવીને ચાટવાથી હીટ સ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે. ઉનાળાની ઋતુમાં જમ્યા પછી ગોળ ખાવાથી હીટ સ્ટ્રોકનું જોખમ પણ ઓછું થઈ જાય છે. ઉનાળામાં હળવો ખોરાક લેવો જોઈએ અને ડાયટમાં દહીંનો સમાવેશ કરવો જોઈએ.