back to top
Homeગુજરાતવિસાવદરને CM ભૂપેન્દ્ર પટેલની ભેટ:57.13 કરોડના વિકાસ કાર્યોનું ઈ-ખાતમુહૂર્ત અને 36.95 કરોડના...

વિસાવદરને CM ભૂપેન્દ્ર પટેલની ભેટ:57.13 કરોડના વિકાસ કાર્યોનું ઈ-ખાતમુહૂર્ત અને 36.95 કરોડના વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વિસાવદરની મુલાકાતે છે. વિસાવદર માર્કેટિંગ યાર્ડથી મુખ્યમંત્રીએ જૂનાગઢ જિલ્લામાં કુલ 94 કરોડના વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આમાં 36.95 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું ઈ-લોકાર્પણ સામેલ છે. તેમાં વંથલી તાલુકાનું બીજ નિગમ ગોડાઉન, જૂનાગઢ શહેરનું બીઆરસી ભવન અને કેશોદ ગવર્મેન્ટ ગર્લ્સ હાઇસ્કૂલનો સમાવેશ થાય છે. કુલ 94 કરોડના વિકાસ કાર્યોની ભેટ
વંથલી તાલુકાના ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડના ગોડાઉન કોમ્પલેક્ષ, જૂનાગઢ શહેર, તાલુકાના બીઆરસી ભવન, કેશોદ ગવર્મેન્ટ ગર્લ્સ હાઇસ્કુલના કુલ મળીને 36.95 કરોડના વિકાસકામોનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું છે. જ્યારે જૂનાગઢ શહેર, તાલુકાના નવા આઈટીઆઈ બિલ્ડીંગના બાંધકામ, સબ રજીસ્ટ્રાર કચેરી, સીટી સર્વે કચેરી, માળીયા હાટીના મામલતદાર કચેરી, જિલ્લા પંચાયત સંચાલિત સ્પોર્ટ્સ ક્લબ ક્લબમાં બેડમિન્ટન કોર્ટ, વિસાવદર, કેશોદ, માણાવદર, વંથલી અને ભેસાણ તાલુકાના જુદા જુદા રોડના કુલ મળીને 57.13 કરોડના વિકાસ કામનું ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આમ કુલ 94 કરોડના વિકાસ કાર્યોની વિસાવદરને મુખ્યમંત્રીએ ભેટ આપી છે. કંઈ તકલીફ હોય તો જણાવજો આપણે દૂર કરીશું: મુખ્યમંત્રી
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, કંઈ તકલીફ હોય તો જણાવજો આપણે દૂર કરીશું. હજી ગઈકાલે જૂનાગઢમાં ઉપરકોટ કિલ્લામાં મેમોરિયલનું ખાતમુહૂર્ત થયું છે અને હજી પણ ઉપરકોટ કિલ્લામાં વિકાસ કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનીતિ વિકસાવી તેમાં નાનામાં નાના માણસને લાભ થાય તેનો વિચાર કર્યો છે. વિકસિત ભારત વિકસિત ગુજરાત રસ્તા, આરોગ્યના કામોને પ્રાથમિકતા આપી છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, એક સમયે પાકો રસ્તો ન હતો, વીજળી ન હતી પણ જ્યારથી નરેન્દ્ર મોદીએ સુકાન સંભાળ્યું ત્યારથી રસ્તા, વીજળી અને આરોગ્ય સુવિધા મળે તેવી વ્યવસ્થા કરી છે. ‘તમારી ઉતાવળ એ અમારી ઉતાવળ’
અમારી સરકારે નાણાંના અભાવે કોઈ કામ અટકે નહીં તેનું ધ્યાન રાખ્યું છે. ધારાસભ્યની ગ્રાન્ટમાં એક કરોડનો વધારો કરાયો એમાંથી 50 ટકા પાણી માટે વાપરવામાં આવશે. આપણે તો પાણી વાપરીશું પરંતુ ભવિષ્યમાં પાણીની તકલીફ ન પડે તેવું આયોજન કરવામાં આવ્યું છે. વરસાદી પાણીના સંગ્રહનો પ્રયાસ કર્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, હોસ્પિટલ માટે જમીન ફાળવી દીધી છે, તમારી ઉતાવળ એ અમારી ઉતાવળ. તમે ઉતાવળ કરશો એટલી જલ્દી હોસ્પિટલ બનશે. ભવિષ્યનો વિચાર કરીને વિકસિત ભારત સંકલ્પ માટે વિસાવદરના કામો વેગ આપશે, સશક્ત તંદુરસ્ત સમાજનું નિર્માણ જરૂર પ્રધાનમંત્રીના 9 સંકલ્પમાં સહભાગી થઈએ. 9 સંકલ્પ વિસાવદરમાં પેટા ચૂંટણીના પડઘમ
વિસાવદર વિધાનસભાની આગામી સમયમાં પેટા ચૂંટણી યોજાવાની છે. પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ હાઈકોર્ટમાંથી ચૂંટણી પિટિશન પાછી ખેંચતા આ માર્ગ મોકળો બન્યો છે. 2022માં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ આ બેઠક જીતી હતી, પરંતુ એક વર્ષ બાદ તેમણે ભાજપમાં જોડાવા માટે રાજીનામું આપ્યું હતું. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલીયા ને મેદાનમાં ઉતારવામાં આવ્યા આવનાર સમયમાં આ પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામે તેવી શક્યતા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments