back to top
Homeમનોરંજન'હું 'સીરિયલ કિસર' ટેગથી કંટાળી ગયો હતો':ઇમરાન હાશ્મીએ કહ્યું- એવા સીન બિનજરૂરી...

‘હું ‘સીરિયલ કિસર’ ટેગથી કંટાળી ગયો હતો’:ઇમરાન હાશ્મીએ કહ્યું- એવા સીન બિનજરૂરી રીતે ઉમેરવામાં આવતા હતા; તેનાથી મારી કારકિર્દીને નુકસાન થયું

ઇમરાન હાશ્મીનું નામ આવતાની સાથે જ સૌથી પહેલી તસવીર એક ‘સિરિયલ કિસર ‘ ની આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ ટેગથી તેને એક સમયે એટલો પરેશાન કરવામાં આવ્યો હતો કે, તે પોતાને એક ગંભીર સિરિયસ એક્ટર તરીકે સાબિત કરી શક્યા ન હતા. એક વાતચીતમાં, ઇમરાને સ્પષ્ટપણે કહ્યું કે, 2003 થી 2012 દરમિયાન તેની છબી એટલી હદે પુનરાવર્તિત થઈ કે તે એક લેબલ બની ગઈ. દરેક ફિલ્મના માર્કેટિંગમાં આ લેબલનો ઉપયોગ થવા લાગ્યો. ‘ લોકો મારા નામ પહેલા એ જ ટેગ વાપરવા લાગ્યા ‘
યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાના શોમાં બોલતાં, ઇમરાને કહ્યું , ‘ એક સમય હતો જ્યારે હું ઇચ્છતો હતો કે લોકો મને થોડો ગંભીરતાથી લે. મારી છબી એવી રીતે દબાઈ ગઈ કે તે એક ટેગ બની ગઈ. તેનો ઉપયોગ માર્કેટિંગમાં થતો હતો.’ દરેક ફિલ્મમાં કોઈ પણ કારણ વગર આ જ વસ્તુઓ ઉમેરવામાં આવી. અને જ્યારે પણ મારું નામ મીડિયામાં આવતું , તે પહેલાં મને ‘સીરીયલ કિસર’ તરીકે ટેગ કરવામાં આવતો . , ‘મેં આ જાતે બનાવ્યું હતું. પણ પછી મને ખ્યાલ આવ્યો કે નુકસાન પણ હતું’
ઇમરાને સ્વીકાર્યું કે આ ટેગ બનાવવામાં તેની પણ ભૂમિકા હતી. તેણે આગળ કહ્યું , ‘ આ મારી પોતાની દેણ હતી. હું બીજા કોઈને દોષી ઠેરવી રહ્યો નથી. પરંતુ જ્યારે તમે તે તબક્કામાંથી બહાર આવો છો , ત્યારે તમે ઇચ્છો છો કે લોકો તમારી રેન્જ જુએ.’ ‘તમે અલગ અલગ પ્રકારની ફિલ્મો કરો છો , છતાં પણ લોકો પૂછે છે – શું આ વખતે આવો કોઈ સીન નહોતો ?’ ‘ હું કંઈક નવું બતાવવા માગું છું , પણ લોકો જૂનું શોધે છે ‘
વાતચીતનો અંત કરતાં ઇમરાને કહ્યું , ‘ હું કંઈક નવું રજૂ કરી રહ્યો છું. હું એક એક્ટર છું અને મારું કામ અલગ અલગ પાત્રો ભજવવાનું છે.’ ‘તો પછી લોકો એ જ જૂની વસ્તુ કેમ જોવા માંગે છે ? હા , મને આ વાતથી થોડો ગુસ્સો આવતો હતો. નહીંતર હવે હું શાંત છું , એ મારા માટે કોઈ મોટી વાત નથી.’ ઈમરાન હાશ્મીનું વર્ક ફ્રંટ ​​​​​​
નોંધનીય છે કે, ઈમરાન હાશ્મી ટૂંક સમયમાં વોર ડ્રામા ફિલ્મ ‘ ગ્રાઉન્ડ ઝીરો’માં જોવા મળશે . આ ફિલ્મમાં તેનો ગંભીર અને નવો અંદાજ જોવા મળશે. જે અત્યાર સુધીની છબીથી સંપૂર્ણપણે અલગ હશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments