પરિષ્કારમાં લાગેલી આગથી નાસભાગ ખોખરાના પરિષ્કાર એપાર્ટમેન્ટમાં આગ લાગી. માતાએ સાહસ કરીને બે બાળકીને લટકાવી નીચેના માળે મોકલી, ત્યાર બાદ માતા પણ લટકીને નીચે માળે આવી સંઘવીના ઘરની સામેના બિલ્ડિંગમાં આગ સુરતના વેસુમાં લક્ઝુરિયસ બિલ્ડિંગના આઠમા માળે આગ લાગી. સ્ટીમ બાથ મશીન ચાલુ રહી જતાં આગ ફાટી નીકળી. ત્રીજા માળે લાગેલી આગ 11મા માળે ફેલાઈ હતી, જોકે આગ પર કાબૂ મેળવી લેવાયો છે. પહેલા પાટણ, પછી રાજકોટ કલેક્ટર કચેરીને ધમકી પાટણ અને રાજકોટ કલેક્ટર કચેરીમાં બોમ્બની ધમકી મળી. જિલ્લા કલેક્ટરને ધમકીભર્યો ઈ-મેલ મળતાં પોલીસ દોડતી થઈ, પાટણમાં અધિકારીઓ-કર્મીઓને રજા આપવામાં આવી. બોમ્બ-સ્ક્વોડે તપાસ હાથ ધરી. કેમ્પ હનુમાન મંદિરની ભવ્ય શોભાયાત્રા હનુમાનજયંતીના એક દિવસ પહેલાં કેમ્પ હનુમાન મંદિરની ભવ્ય શોભાયાત્રા નીકળી. શાહીબાગથી વાસણા વાયુ દેવતાના મંદિર સુધી યાત્રા યોજાઈ, સ્વામિનારાયણના સંતોએ આરતી કરી. અમરનાથ યાત્રા માટે ફિટનેસ સર્ટિ. આપવાનું શરૂ ત્રણ જુલાઈથી શરૂ થવા જઈ રહેલી અમરનાથ યાત્રા માટે આજથી ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું શરૂ કરાયું. આ પ્રક્રિયા આગામી 2 મહિના સુધી ચાલશે. સરકારી હોસ્પિટલ્સમાંથી આ સર્ટિફિકેટ લઈ શકાશે. રત્નકલાકારોની હત્યાના પ્રયાસ કેસમાં તપાસ તેજ સુરતમાં રત્નકલાકારોની સામૂહિક હત્યાના પ્રયાસમાં પોલીસે તપાસ તેજ કરી. સુરત આવેલા ઝેરી સેલ્ફોસના પાઉચના બેચ નંબરથી પોલીસ ખરીદનાર સુધી પહોંચશે, સાથે જ CCTVમાં કેદ લોકોના હાવભાવના આધારે પણ તપાસ કરાશે. ગેરકાયદે બાંધકામ કાયદેસર કરવા લોકદરબાર અમદાવાદમાં ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરવા લોકદરબાર યોજાયો. લોકોએ કહ્યું, નિયમોમાં ઘણી ગૂંચવણ છે અને NOC મળતું નથી. સુરતનો ખંડણીખોર કોર્પોરેટર પાસામાં ધકેલાયો સુરતમાં આમ આદમી પાર્ટીમાંથી કોર્પોરેટર બનેલા અને સસ્પેન્ડ થયેલા રાજેશ મોરડિયા પર પાસા લગાવી મહેસાણા જેલમાં મોકલાયો. રાજેશ મોરડિયા પર ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ખંડણીના અલગ અલગ ગુના નોંધાયેલા હતા. સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું નવું ટાઇમટેબલ સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં 14 એપ્રિલથી લેસર શો સાંજે 7-30 વાગ્યે અને મહાઆરતી 8-15 વાગ્યે યોજાશે. પ્રવાસીઓ આ બંને માણી શકે એ માટે નિઃશુલ્ક બસસેવા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 60 વર્ષના વૃદ્ધે સાત વર્ષની માસૂમને પીંખી તાપીના નિઝરમાં 60 વર્ષના વૃદ્ધે સાત વર્ષની માસૂમને પેપ્સીની લાલચ આપી દુષ્કર્મ આચર્યું. બાળકી રડતી રડતી ઘરે પહોંચી. પરિવારે ફરિયાદ નોંધાવી. પોલીસે તાત્કાલિક દુષ્કર્મીની ધરપકડ કરી લીધી છે.