હિંમતનગર તાલુકાના હમીરપુરા ગામમાં શુક્રવારે એક આકસ્મિક ઘટના સામે આવી. મોનાજી કુબેરજી પરમારના ઘરમાં રાખેલા ઘાસમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનાને કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં તરત જ પોલીસ કંટ્રોલ રૂમે હિંમતનગર ફાયર બ્રિગેડને સૂચના આપી. નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ. નળિયાવાળા કાચા મકાનમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે ફાયર ટીમે ઉપરથી પાણીનો મારો ચલાવ્યો. ફાયર ટીમે એક કલાકની સખત મહેનત બાદ 2500 લીટર પાણીનો ઉપયોગ કરીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.