કડી તાલુકાના થોળ રોડ પર રંગપુરડા પાટિયા પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે. રંગપુરડા ગામના અંબારામભાઈ બબાજી ઠાકોરનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. અંબારામભાઈ રંગપુરડા પાટિયા પાસે આવેલી અમર જિનિંગ ફેક્ટરીમાં નોકરી કરતા હતા. તેઓ બપોરના સમયે જમવા માટે પોતાના બાઈક પર ઘરે જઈ રહ્યા હતા. રોડ ક્રોસ કરતી વખતે એક ટ્રકે તેમને અડફેટે લીધા હતા. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ કારણે રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. કડી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત સર્જીને ટ્રક ચાલક ફરાર થઈ ગયો હોવાથી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.