ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડવૉરની સ્થિતિ સતત વણસી રહી હોવાથી વૈશ્વિક અનિશ્ચિતતા સામે ટ્રમ્પ દ્વારા 70થી વધુ દેશોને રેસિપ્રોકલ ટેરિફના અમલીકરણમાં 90 દિવસની રાહત આપતાં વૈશ્વિક બજારોમાં આકર્ષક ઉછાળા સાથે આજે સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં પણ નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. ટ્રમ્પની આ રાહતથી ભારતનાં અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર માટે ભારતને વધુ 90 દિવસનો સમય મળતા આજે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડ ઘટતાં ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે સાઉદી અરેબિયાએ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધારવાની અને કિંમતો ઘટાડવાની જાહેરાત કરતાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 1.84% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 3.04% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મેટલ, કોમોડિટીઝ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, યુટીલીટીઝ, પાવર, એનર્જી, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી અને ઇન્ડસ્ટ્રીયલ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4079 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 846 અને વધનારની સંખ્યા 3115 રહી હતી, 118 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 8 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 8 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં એશિયન પેઈન્ટ 0.76% અને ટીસીએસ લિ. 0.43% ઘટ્યા હતા, જયારે ટાટા સ્ટીલ 4.91%, પાવર ગ્રીડ કોર્પોરેશન 3.72%, એનટીપીસી લિ. 3.25%, કોટક બેન્ક 2.85%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 2.84%, અદાણી પોર્ટ 2.81%, ઝોમેટો લિ. 2.65%, બજાજ ફિનસર્વ 2.56% અને ભારતી એરટેલ 2.42% વધ્યા હતા. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ ⦁ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 22917 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 22808 પોઈન્ટના પ્રથમ અને 22676 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 22979 પોઈન્ટ થી 23008 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં 22808 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
⦁ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 51174 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 51008 પોઈન્ટ પ્રથમ અને 50808 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 51303 પોઈન્ટ થી 51474 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 51606 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
⦁ ગોદરેજ કન્ઝ્યુમર ( 1230 ) :- ગોદરેજ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1203 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1180 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1247 થી રૂ.1260 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1273 ઉપર તેજી તરફી ધ્યાન.
⦁ અદાણી પોર્ટ્સ ( 1165 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1130 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1117 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1188 થી રૂ.1208 ભાવ નોંધાવે તેવી સંભાવના છે..
⦁ ગોદરેજ પ્રોપર્ટીઝ ( 1951 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.1988 આસપાસ વેચવાલી થકી રૂ.1927 થી રૂ.1909 ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1909 નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
⦁ ગ્લેનમાર્ક ફાર્મા ( 1381 ) :- રૂ.1404 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1414 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.1360 થી રૂ.1344 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1420 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા…
મિત્રો, અમેરિકાના ટેરિફના પરિણામે વિશ્વ મહા વેપાર યુદ્ધમાં હોમાયું છે. અમેરિકામાં આયાત પર વિશ્વના અનેક દેશો પર આકરાં ટેરિફ લાગુ કરનાર ડોનાલ્ડ ટ્રમ્પના આકરાં વલણ સામે જેવા સાથે તેવાની નીતિમાં ચાઈનાએ અમેરિકાથી થતી ચીજોની આયાત પર 145% લાગુ કરવાનો નિર્ણય લેતાં અને યુરોપના દેશો પણ અમેરિકા સામે આકરાં ટેરિફ પગલાં લેવાની તૈયારીમાં હોવાના અહેવાલો પાછળ વૈશ્વિક શેરબજારમાં વેચવાલીના દબાણે ઝડપી પીછેહઠ જોવા મળી હતી. અમેરિકાની રેસિપ્રોકલ ટેરિફની વિશ્વ પર માઠી અસરની સાથે અમેરિકાનું અર્થતંત્ર પણ મોંઘવારી અને મંદીમાં સરી પડવાના અંદાજો વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ મુદ્દે ચીન સિવાય અન્ય 75 જેટલા દેશો પર ઊંચા ટેરિફ દર 90 દિવસ સ્થગિત રાખવાનો નિર્ણય જાહેર કરતાં વૈશ્વિક શેરબજારોમાં રીકવરી જોવા મળી હતી. 2, એપ્રિલના ટ્રમ્પે ફાર્માસ્યુટિકલ્સની આયાત પર રેસિપ્રોકલ ટેરિફ નહીં લાદીને બાકાત રાખવાના સંકેત આપ્યા બાદ હવે ટૂંક સમયમાં ટેરિફ લાદવાનું જાહેર કરવાના કરેલા નિવેદને અને અમેરિકાએ ચાઈના પર આકરાં ટેરિફ લાગુ કરતાં અને વળતાં ચાઈનાએ પણ અમેરિકા પર ટેરિફ લાદતાં વૈશ્વિક મેટલ વેપાર ખોરવાઈ જવાની દહેશત વચ્ચે લંડન મેટલમાં નોન-ફેરસ મેટલના ભાવો તૂટતાં અને ભારતના મેટલ આયાત માટેના ક્વોલિટી માપદંડો આકરાં હોવાનું કહી આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ આયાતની મંજૂરી આપવા ભારત પર દબાણ કરવાની શરૂઆત તેમજ ઓટોમોબાઈલ ક્ષેત્રે વાહનોની અમેરિકામાં આયાત પર આકરાં ટેરિફના પરિણામે ઓટો ઉદ્યોગમાં મંદીના એંધાણની શક્યતા જોવાઈ રહી છે.