ભાવિન પટેલ
અમદાવાદ એરપોર્ટ પર આવેલા 3505 મીટર લાંબા રન-વેની સમકક્ષ 1895 મીટર અડધો ટેક્સી-વે કાર્યરત છે. હવે 1610 મીટરનો ટેક્સી-વે પૂરો કરવા માટે અડચણરૂપ બાંધકામોને દૂર કરવા મેગા ડિમોલેશનની તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે, સરદારનગર એરિયાના અંદાજે 50 વર્ષથી રન-વેની બાજુમાં ઉભા બે-ત્રણ માળના મકાનોને આગામી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. આગામી દિવસોમાં નોટિસ ફટકારવામાં આવશે.210 જેટલા મકાનોના રેવન્યું રેકોર્ડની તપાસ થઇ તો જાણવા મળ્યું કે તે દબાણો ગેરકાયદેસર છે. કારણ કે તે 20 રૂપિયાના સ્ટેમ્પ પર લખીને આપેલા છે,
આ મકાનો તોડતા અટકાવવા કોઇ હાઇકોર્ટમાં સ્ટે ન લાવે માટે કેવિયેટ ફાઇલ કરાઇ છે, આ તોડફોડમાં જો કોઇ અડચણ ઉભી કરશેતો તેની સામે કલેક્ટર દ્વારા લેન્ડ ગ્રેબ્રિંગ કરવાની તૈયારીઓ થઇ છે. પોલીસ કાફલો પણ સ્થળ પર હશે અને કોઇ અનિચ્છિય ઘટના ન બને તે માટે ખાસ ધ્યાન રખાશે.આગામી સમયમાં પોલીસ અને સરકારી તંત્રને જાણ કરાશે, એરપોર્ટ પર આ મેગા ડિમોલેશન માટે એએમસીના ઉત્તર ઝોનના ડીવાયએમસીએ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરને આ ફાઇલ મંજૂરી માટે મોકલી આપી છે. તમામ પ્રકારની મંજૂરી મળ્યાં બાદ આગામી ટૂંક સમયમાં મેગા ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરાશે. આ સાથે જ એવી માહિતી પણ સામે આવી છે કે જે લોકોના આ 210 મકાનો તોડી પાડવામાં આવશે તેમને તંત્ર તરફથી કોઇ પણ પ્રકારનું વળતર અપાશે નહીં, કારણ કે આ તમામ બાંધકામો ગેરકાયદેસર રીતે ઉભા કરેલા છે. કાર્યવાહી કેમ: ઘણાય વર્ષો પહેલા આ જમીન એરપોર્ટ ઓથોરિટીએ સંપાદન કરી મુળ માલિકોને પૈસા ચુકવ્યા બાદ વર્ષો સુધી આ ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર બાંધકામો થઇ ગયા હવે તેને હટાવાશે. વિકાસ માટે ડિમોલેશન જરૂરી છે જેની અગાઉથી તૈયારી કરી આગામી સમયમાં પ્રક્રિયા હાથધરવામાં આવશે. -બંછાનિધીપાની, અમદાવાદ, મ્યુનિ.કમિશનર આટલો વિલંબ કેમ? એરપોર્ટ ઓથોરિટીની જગ્યા પર સ્થાનિકોએ વર્ષોથી દબાણ કરી દીધું હતું. ડેવલોપમેન્ટ માટે હટાવવાની પ્રક્રિયા હાથધરાય તે પહેલા રાજકીય દબાણ આવતું હતું. જોકે હવે વર્ષો બાદ દબાણો હટશે. સુવિધા: કુલ 10 હજાર વાર ખુલ્લી જગ્યા છે, જેમાં 3 હજાર વાર જગ્યામાં મકાનોના દબાણ છે અને તેને ખુલ્લા કરાશે. વિમાનો માટે નવા પાર્કિગ સ્ટેન્ડ બનશે, ભવિષ્ચમાં ટર્મિનલનું એક્સપાન્સન કરવું હશે સરળ રહેશે અમદાવાદ એરપોર્ટ પર આવેલા 3505 મીટર લાંબા રન-વેની સમકક્ષ 1895 મીટર અડધા બનેલો ટેક્સી-વે