2008ના મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાની રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા પહેલા દિવસે (શુક્રવારે) 3 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. એજન્સીએ કહ્યું કે તે સહયોગ કરી રહ્યો નથી. NIA પરિવાર અને મિત્રો વિશે માહિતી એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે. રાણાને દિલ્હીની તિહાર જેલમાં ઉચ્ચ સુરક્ષા વોર્ડમાં રાખવામાં આવશે, જોકે તેને ક્યારે અને કયા વોર્ડમાં રાખવામાં આવશે એ અંગેનો અંતિમ નિર્ણય હજુ સુધી જાણી શકાયો નથી. તપાસ એજન્સી NIA અને ગુપ્તચર એજન્સી RAWની સંયુક્ત ટીમ (9 એપ્રિલ) બુધવારે રાણાને લઈને અમેરિકાથી રવાના થઈ હતી. 64 વર્ષીય તહવ્વુર રાણાને ગઈકાલે અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો હતો. 10 એપ્રિલના રોજ ગુરુવારે સાંજે લગભગ 6:30 વાગ્યે રાણાને લઈને યુએસ ગલ્ફસ્ટ્રીમ G550 વિમાન દિલ્હીના પાલમ ટેક્નિકલ એરપોર્ટ પર ઊતર્યું, જ્યાં તેનું મેડિકલ ચેકઅપ થયું, ત્યાર બાદ તેને સીધો NIA હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યો હતો. ગઈકાલે રાત્રે રાણાનો પહેલો ફોટો પણ સામે આવ્યો હતો, જેમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ના અધિકારીઓ તેને પકડીને ઊભા જોવા મળ્યા હતા. આજે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે બીજો ફોટો બહાર પાડ્યો છે. આમાં અમેરિકન માર્શલ્સ તેને NIA અધિકારીઓને સોંપી રહ્યા છે. NIA આજે તહવ્વુર રાણાની પૂછપરછ કરશે આતંકવાદી તહવ્વુર રાણાની આજે NIA દ્વારા પૂછપરછ કરવામાં આવી શકે છે. NIAના SP અને DSP રેન્કના અધિકારીઓ રાણાની પૂછપરછ કરશે. પૂછપરછ NIAના પૂછપરછ રૂમમાં CCTVની સામે થશે અને સમગ્ર રેકોર્ડિંગ કરવામાં આવશે. રાણાની કસ્ટડી દરમિયાન NIA દૈનિક પૂછપરછ ડાયરી તૈયાર કરશે. પૂછપરછના અંતિમ રાઉન્ડ પછી તેનો ખુલાસો નિવેદન રેકોર્ડ પર લેવામાં આવશે. આ કેસ ડાયરીનો એક ભાગ છે. NIA વતી કોર્ટમાં રજૂ કરાયેલ દલીલ NIA વતી એડવોકેટ દયાન કૃષ્ણને દલીલ કરી હતી, જ્યારે રાણા વતી એડવોકેટ પીયૂષ સચદેવાએ દલીલ કરી હતી. રાણાને કોર્ટમાં રજૂ કરવામાં આવે ત્યાં સુધીની સંપૂર્ણ ટાઇમલાઇન મુંબઈ હુમલામાં 166 નાગરિક અને 9 આતંકવાદી માર્યા ગયા હતા 26 નવેમ્બર 2008ના રોજ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના 10 આતંકવાદીએ મુંબઈ પર હુમલો કર્યો. આ હુમલાઓ ચાર દિવસ સુધી ચાલુ રહ્યા. આ હુમલામાં કુલ 175 લોકો માર્યા ગયા હતા, જેમાં નવ હુમલાખોરોનો પણ સમાવેશ થાય છે અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. રાણા પાકિસ્તાની સેનામાં ડોક્ટર અને કેનેડિયન નાગરિક હતો મુંબઈ હુમલામાં ભૂમિકા- હેડલીને મુંબઈમાં ઓફિસ ખોલવામાં મદદ કરી પાકિસ્તાને રાણાથી અંતર બનાવ્યું
ગુરુવારે પાકિસ્તાને તહવ્વુર રાણાથી પોતાને દૂર રાખતાં કહ્યું હતું કે તે કેનેડિયન નાગરિક છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા શફકત અલી ખાને એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે તહવ્વુર રાણાએ છેલ્લા બે દાયકાથી પોતાના પાકિસ્તાની દસ્તાવેજો રિન્યૂ કરાવ્યા નથી. તેની પાસે કેનેડિયન નાગરિકતા છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન કેનેડામાં સ્થાયી થયેલા તેના નાગરિકોને બેવડી નાગરિકતા રાખવાની મંજૂરી આપે છે. અમેરિકાએ કહ્યું- પીડિતોને ન્યાય અપાવવા માટે જરૂરી પગલાં
યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે કહ્યું હતું કે મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાનું પ્રત્યાર્પણ પીડિતોને ન્યાય અપાવવા માટે એક જરૂરી પગલું છે. વિભાગના પ્રવક્તાએ કહ્યું- રાણાનું પ્રત્યાર્પણ મુંબઈ હુમલામાં માર્યા ગયેલા 6 અમેરિકન અને અન્ય ઘણા પીડિતોને ન્યાય અપાવવા તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું છે. રાણાની ઓક્ટોબર 2009માં ધરપકડ કરવામાં આવી હતી ઓક્ટોબર 2009માં FBIએ તહવ્વુર રાણાની શિકાગો, અમેરિકાના ઓ’હેયર એરપોર્ટ પરથી ધરપકડ કરી. તેના પર મુંબઈ અને કોપનહેગનમાં આતંકવાદી હુમલા કરવા માટે જરૂરી સામગ્રી પૂરી પાડવાનો આરોપ હતો. હેડલીની જુબાનીના આધારે તહવ્વુરને 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. 2011માં રાણાને ડેનિશ અખબાર મોર્ગેનાવિસેન જિલેન્ડ્સ-પોસ્ટેન પર હુમલો કરવાનું કાવતરું ઘડવાનો દોષી ઠેરવવામાં આવ્યો હતો. આ અખબારે 2005માં પયગંબર મહમ્મદ પર 12 વિવાદાસ્પદ કાર્ટૂન પ્રકાશિત કર્યાં હતાં. આ હુમલામાં એક કાર્ટૂનિસ્ટનું માથું કાપી નાખવામાં આવ્યું હતું. બીજા જ વર્ષે ‘ચાર્લી હેબ્દો’ નામના ફ્રેન્ચ મેગેઝિન દ્વારા આ 12 કાર્ટૂન પ્રકાશિત કરવામાં આવ્યાં, જેના બદલામાં 2015માં ચાર્લી હેબ્દોના કાર્યાલય પર હુમલો કર્યો હતો જેમાં 12 લોકો માર્યા ગયા.