back to top
Homeગુજરાતછેલ્લા ત્રણ વર્ષમાં શહેરમાં 6556 આગના બનાવો બન્યા:ગરમીને લીધે શોર્ટ સર્કિટ થતાં...

છેલ્લા ત્રણ વર્ષમાં શહેરમાં 6556 આગના બનાવો બન્યા:ગરમીને લીધે શોર્ટ સર્કિટ થતાં 3 વર્ષમાં આગની 3130 ઘટના, વધુ લોડથી વાયર ગરમ થાય છે

છેલ્લા ત્રણ વર્ષમાં શહેરમાં 6556 આગના બનાવો બન્યા હતા, જેમાં 60 ટકા એટલે કે 3933 આગ શોર્ટ સર્કિટ થવાના કારણે લાગી હતી. તેમાં પણ ગરમીના માર્ચથી જૂન મહિના સુધીમાં શોર્ટ સર્કિટ થવાના બનાવો સતત વધે છે. ત્રણ વર્ષમાં માર્ચથી જૂન સુધીમાં કુલ 2622 કોલ ફાયર બ્રિગેડને મળ્યા હતા. તેનુ કારણ નિયત ઈલેક્ટ્રિક લોડ કરતાં વઘુ લોડના કારણે વાયરો ગરમ થાય છે અને ઈલેક્ટ્રિક ડક તથા એસી ડક્ટમાં આગ લાગે છે. જો કે ઈલેક્ટ્રિક ઈન્સ્પેક્ટરોનું ચેકિંગ સમયાતરે કરાવવું જોઈએ જે થતું ન હોવાથી શોટ સર્કિટથી આગ લાગવાના બનાવો બની રહ્યા છે. ડીએફઓ ઓમ જાડેજાના જણાવ્યા અનુસાર, વાતાવરણ ગરમ હોય અને ઈલેક્ટ્રિક ઉપકરણના વધુ ઉપયોગથી ઓવરહિટીંગ થવાથી, એમસીબી તથા એલસીબી ટ્રિપ થતાં આગ લાગે છે. મોટાભાગે એસી, ફ્રીજ, ગીઝર જેવા ઈલેક્ટ્રિક ઉપકરણો જે 15 એમ્પિયર પર ચાલતા હોય છે. ઈલેક્ટ્રિક લોડ વધવાનું કારણ બને છે અને શોર્ટ સર્કિટ થાય છે. જેને રોકવા માટે, સારી ગુણવત્તાના ઉપકરણનો ઉપયોગ કરવો, એક ઈલેક્ટ્રિક ડકથી બીજા ઈલેક્ટ્રિક ડક્ટ સુધી વાયર જતો હોય તેની વચ્ચે સિલન્ટ કરાવું જોઈએ. ફાયરબ્રિગેડને 3 વર્ષમાં આગના 6556 કોલ મળ્યા હતા, જે કોલોમાં ફસાયેલા 12369 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. કોમર્શિયલ તથા ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગમાંથી ફાયર બ્રિગેડે 7421 લોકોને બચાવ્યા હતા. એટલે કે રેસ્કયુ કર્યાના 60 ટકા કોમર્શિયલ તથા ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોર પરથી બચાવવામાં આવ્યા હતા. આ 14 કારણથી આગ લાગે છે { શોર્ટ સર્કિટ { ઓવર કરંટ { અર્થ લીકેજ { આર્ક લીકેજ { ઓવર વોલ્ટેજ { અંડર વોલ્ટેજ { ફેજ લોસ્ટ { ફેજ રિવર્સ { કરંટ સપ્લાય { વોલ્ટેજ કોલીટી { લો પાવર { હાઈ પાવર { હાઈ ઈનરસ { અનબેલેન્સ લોડ ફાયર વિભાગે 12369 લોકોને રેસ્ક્યૂ કર્યા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments