ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં આજે સતત બીજા દિવસે ડબલ હેડર (એક દિવસમાં 2 મેચ) રમાશે. દિવસની પ્રથમ મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR)નો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સાથે થશે. મેચ રાજસ્થાનના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં બપોરે 3:30 વાગ્યાથી રમાશે. આ સીઝનમાં રાજસ્થાનની ટીમ 5માંથી સતત 2 મેચ જીતીને પોઈન્ટ્સ ટેબલમાં હાલ 7મા નંબરે છે. બેંગલુરુને 5માંથી 3 મેચોમાં જીત અને 2માં હાર મળી છે. બંને ટીમને તેમની છેલ્લી મેચમાં હાર મળી છે. જ્યારે, દિવસની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC)નો સામનો મુંબઈ ઈન્ડિયન્સ (MI) સાથે થશે. પ્રથમ મેચનો પ્રીવ્યૂ… મેચ ડિટેઇલ્સ, 28મી મેચ
RR Vs RCB
તારીખ: 13 એપ્રિલ
સ્ટેડિયમ: સવાઈ માનસિંહ સ્ટેડિયમ, જયપુર
સમય: ટૉસ- 3:00 PM, મેચ શરૂઆત- 3:30 PM હેડ ટુ હેડમાં બેંગલુરુ આગળ રાજસ્થાન અને બેંગલુરુ વચ્ચે IPLમાં 32 મેચ રમાઈ છે. 14માં રાજસ્થાન અને 15માં બેંગલુરુને જીત મળી છે. બંને વચ્ચે 3 મેચ પરિણામ વિનાની પણ રહી છે. જયપુરમાં બંને ટીમ વચ્ચે 9 મેચ રમાઈ છે, RRને 5માં અને RCBને 4માં જીત મળી છે. હસરંગા રાજસ્થાનનો ટૉપ વિકેટ ટેકર રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર બેટર છે. તેણે 5 મેચમાં 178 રન બનાવ્યા છે. આમાં એક ફિફ્ટી સામેલ છે. બોલર વાનિન્દુ હસરંગા ટીમનો ટૉપ વિકેટ ટેકર છે. તેણે પોતાની 3 મેચમાં કુલ 6 વિકેટ લીધી છે. તેણે ચેન્નઈ સુપર કિંગ્સ સામેની મેચમાં 35 રન આપીને 4 વિકેટ મેળવી હતી. રજત-કોહલીએ RCB માટે સૌથી વધુ રન બનાવ્યા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના બેટર વિરાટ કોહલી અને કેપ્ટન રજત પાટીદાર બંનેએ 5 મેચમાં કુલ 186 રન બનાવ્યા છે. કોહલીએ મુંબઈ સામે 67 રનની ઇનિંગ્સ રમી હતી. તે પહેલાં તેણે કોલકાતા સામે અણનમ 59 રન બનાવ્યા હતા. રજતે MI સામે 64 રનની અર્ધશતકીય ઇનિંગ્સ રમી હતી. વિકેટ ટેકર્સમાં ટીમના જોશ હેઝલવુડ ટૉપ પર છે. તેણે 5 મેચમાં કુલ 8 વિકેટ મેળવી છે. પિચ રિપોર્ટ
જયપુરના સવાઈ માનસિંહની પિચ બેટિંગ ફ્રેન્ડલી છે. T20 ક્રિકેટમાં અહીં 180-196 વચ્ચેનો સ્કોર સામાન્ય બાબત છે. આ સીઝનમાં અહીં આ પ્રથમ મેચ હશે. જયપુરમાં અત્યાર સુધી 57 IPL મેચ રમાઈ છે. પ્રથમ બેટિંગ કરનાર ટીમે અહીં 20 અને 37 મેચમાં ચેઝ કરનાર ટીમે જીત મેળવી છે. વેધર કંડિશન
જયપુરમાં મેચના દિવસે હવામાન ખૂબ ગરમ રહેશે. રવિવારે અહીંનું તાપમાન 25થી 38 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે. વરસાદની બિલકુલ શક્યતા નથી. પવનની ગતি 11 કિમી પ્રતિ કલાક રહેશે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 (ઇમ્પેક્ટ પ્લેયર સહિત)
રાજસ્થાન રોયલ્સ (RR): સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), યશસ્વી જયસવાલ, નીતિશ રાણા, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, શુભમ દુબે, જોફ્રા આર્ચર, મહિશ થિક્સાના, તુષાર દેશપાંડે, સંદીપ શર્મા, વાનિન્દુ હસરંગા. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): રજત પાટીદાર (કેપ્ટન), ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, લિયામ લિવિંગસ્ટન, જીતેશ શર્મા (વિકેટકીપર), કૃણાલ પંડ્યા, ટિમ ડેવિડ, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, યશ દયાલ, સુયશ શર્મા.