ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં આજે 2 મેચ રમાશે. દિવસની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC)નો સામનો મુંબઈ ઈન્ડિયન્સ (MI) સાથે થશે. મુકાબલો દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી રમાશે. દિલ્હી કેપિટલ્સની ટીમ શાનદાર રમી રહી છે, ટીમે અત્યાર સુધી 4માંથી 4 મેચ જીતી છે. તેમણે છેલ્લી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને તેના ઘરઆંગણે 6 વિકેટે હરાવ્યા હતા. બીજી તરફ, મુંબઈ ઈન્ડિયન્સને અત્યાર સુધી 5 મેચમાંથી માત્ર 1માં જ જીત મળી છે, તેમને છેલ્લી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે 12 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે, દિવસની પહેલી મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR)નો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સાથે થશે. મેચ રાજસ્થાનના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં બપોરે 3:30 વાગ્યાથી રમાશે. બીજી મેચનો પ્રીવ્યૂ… મેચ ડિટેઇલ્સ, 29મી મેચ
DC Vs MI
તારીખ: 13 એપ્રિલ
સ્ટેડિયમ: અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી
સમય: ટૉસ- 7:00 PM, મેચ શરૂઆત- 7:30 PM હેડ ટુ હેડમાં MI આગળ હેડ ટુ હેડમાં MIનું પલડું ભારે છે. અત્યાર સુધી IPLમાં બંને ટીમ વચ્ચે કુલ 35 મુકાબલા રમાયા છે. આમાંથી 19 દિલ્હીએ જીત્યા જ્યારે 19માં મુંબઈને જીત મળી. જ્યારે, અરુણ જેટલી સ્ટેડિયમમાં બંને ટીમ 12 વાર રમી ચૂકી છે. આમાંથી DC 7 વાર અને MI 5 વાર જીતી છે. DCનો બોલર મિચેલ સ્ટાર્ક ફોર્મમાં દિલ્હી કેપિટલ્સની ટીમ આ સીઝનમાં અત્યાર સુધી અજેય રહી છે. ટીમે પોતાની ચારેય મેચ જીતી લીધી છે. બેટર્સમાં કેએલ રાહુલે ટીમ માટે સૌથી વધુ 185 રન બનાવ્યા છે. જ્યારે, દિલ્હીના બોલર મિચેલ સ્ટાર્ક ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેમણે 4 મેચમાં 9 વિકેટ લીધી છે. તેના પછી કુલદીપ યાદવે 4 મેચમાં 8 વિકેટ લીધી છે. સૂર્યકુમાર MIનો ટૉપ સ્કોરર મુંબઈ ઈન્ડિયન્સના બેટર સૂર્યકુમાર યાદવ અત્યાર સુધી ટીમનો ટૉપ સ્કોરર છે. સૂર્યકુમારે 5 મેચમાં કુલ 199 રન બનાવ્યા છે. જ્યારે, બોલિંગ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા મુંબઈ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. પિચ રિપોર્ટ
અરુણ જેટલી સ્ટેડિયમની પિચ બેટર્સ માટે શ્રેષ્ઠ રહેશે. અહીં IPLમાં અત્યાર સુધી કુલ 89 મુકાબલા રમાયા છે. આમાંથી પ્રથમ બેટિંગ કરનાર ટીમે 42 મેચ તો ચેઝ કરનાર ટીમે 46 મુકાબલા જીત્યા છે. એક મુકાબલો પરિણામ વિનાનો પણ રહ્યો. વેધર અપડેટ
મેચના દિવસે દિલ્હીમાં ખૂબ ગરમી રહેશે. વરસાદની બિલકુલ શક્યતા નથી. 13 એપ્રિલે અહીંનું તાપમાન 24થી 35 ડિગ્રી સેલ્સિયસ રહેશે. પવનની ગતિ 7 કિમી પ્રતિ કલાક રહેશે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 (ઇમ્પેક્ટ પ્લેયર સહિત) દિલ્હી કેપિટલ્સ (DC): અક્ષર પટેલ (કેપ્ટન), જેક ફ્રેઝર-મેગર્ક, કેએલ રાહુલ, અભિષેક પોરેલ (વિકેટકીપર), ટ્રિસ્ટન સ્ટબ્સ, સમીર રિઝવી, આશુતોષ શર્મા, વિપરાજ નિગમ, મિચેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, મોહિત શર્મા, મુકેશ કુમાર. મુંબઈ ઈન્ડિયન્સ (MI): હાર્દિક પંડ્યા (કેપ્ટન), રાયન રિકેલ્ટન (વિકેટકીપર), વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, નમન ધીર, મિચેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ અને વિગ્નેશ પુથુર, રોહિત શર્મા.