મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા અને એક્સ વાઈફ નતાશા સ્ટેનકોવિક સતત હેડલાઈન્સમાં રહે છે. ગયા વર્ષે જુલાઇમાં બંનેએ છૂટાછેડા લીધા ત્યારથી તેમની પર્સનલ લાઈફ ચર્ચા છે. નતાશાનાં અફેરની ચર્ચા એલેક્ઝાન્ડર સાથે ચાલી રહી છે. બીજી તરફ હાર્દિક અને જાસ્મિનના પ્રેમની અફવાઓ પણ ઉડી રહી છે. એવામાં નતાશાના રૂમર્ડ બોયફ્રેન્ડ એલેક્ઝાન્ડરનો અગસ્ત્ય (હાર્દિક-નતાશાનો પુત્ર) સાથે એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એલેક્ઝાન્ડર હાર્દિક પંડ્યાના દીકરાને લાડ લડાવી રહ્યો છે. રેમ્પ વોક પર મમ્મીને ચીયર કરતો જોવા મળ્યો અગસ્ત્ય
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો વીડિયો બોમ્બે ટાઇમ્સ ફેશન વીકનો છે. જેમાં એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિકે રેમ્પ વોક કર્યું. આ દરમિયાન, તેનો રૂમર્ડ બોયફ્રેન્ડ એલેક્ઝાન્ડર અને પુત્ર અગસ્ત્ય તેને ચીયર કરતા જોવા મળ્યા. અગસ્ત્ય એલેક્ઝાન્ડરના ખોળામાં બેઠેલો જોવા મળે છે. રેમ્પ પર તેની મમ્મીને જોઈ તે ખુશ થઈ જાય છે અને ફ્લાઈંગ કિસ પણ આપે છે. જ્યારે એલેક્ઝાન્ડર આ પળને કેમેરામાં કેદ કરતો જોવા મળે છે. એલેક્ઝાન્ડરે અગસ્ત્યનને લાડ લડાવ્યા!
નતાશાના ફેશન વીકના ઘણા વીડિયો સામે આવ્યા છે. જેમાં એક વીડિયોમાં, એલેક્ઝાન્ડર અગસ્ત્ય માથા પર હાથ ફેરવી કિસ કરીને લાડ કરે છે. બીજા એક વીડિયોમાં નતાશા, એલેક્ઝાન્ડર અને અગસ્ત્ય બેક સ્ટેજ પર સાથે જોવા મળ્યા હતા. નતાશા ફરી કોના પ્રેમમાં પડી?
તાજેતરમાં નતાશા સ્ટેનકોવિકે સ્ટોરીમાં લખ્યું કે- ‘ફરી પ્રેમમાં પડીને સારું લાગે છે’ તેની આ પોસ્ટ પછી, લોકો પૂછવા લાગ્યા કે શું તે કોઈ નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહી છે? નતાશા સ્ટેનકોવિકની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ હતી. થોડા દિવસ પહેલાં પણ નતાશાએ ToIને આપેલા ઈન્ટરવ્યૂમાં ફરી પ્રેમમાં પડવા બાબતે વાત કરી હતી. તેણે ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે- તે આગામી વર્ષોમાં નવા અનુભવો, તકો અને કદાચ પ્રેમ પણ શોધવા માટે તૈયાર છે. હું પ્રેમમાં પાડવાની વિરોધમાં નથી. હું જીવનમાં આવતી દરેક તકોને સ્વીકારવા માગું છું, મને લાગે છે કે જ્યારે યોગ્ય સમય આવે છે ત્યારે યોગ્ય વ્યક્તિ સાથે આપોઆપ કનેક્શન થઈ જાય છે. આ ઉપરાંત તેણે કહ્યું છે કે હું વિશ્વાસ અને યોગ્ય વિચારસરણીવાળા સંબંધોને મહત્ત્વ આપવા ઇચ્છું છું. આગળ એક્ટ્રેસે કહ્યું, ગયું વર્ષ તેમના માટે ખૂબ જ પડકારજનક હતું. તેના ભૂતકાળના સંબંધો અંગે તેને ઘણા સારા અને ખરાબ અનુભવો થયા છે. તમે ઉંમરથી નહીં, પણ અનુભવોથી શીખો છો. લાંબા સમયથી પ્રોફેશનલ જીવનથી દૂર રહેવા વિશે વાત કરતાં એક્ટ્રેસે કહ્યું, પાંચ વર્ષ સુધી ઈન્ડસ્ટ્રીથી દૂર રહ્યા પછી કમબેક કરવું સરળ નથી, પરંતુ સખત મહેનત સાથે તે ટૂંક સમયમાં એક નવું કરિયર અપનાવશે. જીવનમાં આવતા ઉતાર-ચઢાવ આયોજિત નથી- નતાશા સ્ટેનકોવિક
હાર્દિક સાથે છૂટાછેડા બાદ નતાશા ફરી કમબેક કરવા માટે તૈયાર છે. 5 વર્ષ પછી તે ઇન્ડસ્ટ્રીમાં વાપસી કરશે. તે પોતાની ભૂલોને સુધારી આગળ વધવા માગે છે. એક્ટ્રેસનું માનવું છે કે- જીવનમાં આવતા દરેક ઉતાર-ચઢાવ આયોજિત નથી હોતા. તમે આને કેવી રીતે તબક્કાવાર કરો છો અને આગળ વધો છો એ તમારા ગ્રોથને દર્શાવે છે. કોઈને ખોટા સાબિત કરવામાં સમય ન બગાડવો જોઈએ, કારણ કે તે ફક્ત તમારી જ શાંતિને ખલેલ પહોંચાડશે. બસ, જીવનમાં દરેકને માફ કરો અને આગળ વધો. નતાશા ‘ડીજે વાલે બાબૂ’થી ફેમસ થઈ હતી
નતાશા સ્ટેનકોવિકનો જન્મ 4 માર્ચ, 1992ના રોજ સર્બિયામાં થયો હતો. બોલિવૂડમાં તેની પ્રથમ ફિલ્મ ‘સત્યાગ્રહ’ હતી. આ સિવાય તે ‘બિગ બોસ-8’ અને ‘નચ બલિયે-9’માં કન્ટેસ્ટન્ટ તરીકે જોવા મળી હતી. બાદશાહના ગીત ‘ડીજે વાલે બાબૂ’થી તેને વધુ લોકપ્રિયતા મળી હતી. હાર્દિક અને નતાશા એક નાઈટ ક્લબમાં મળ્યાં હતાં. અહીંથી જ બંને વચ્ચેની લવસ્ટોરી શરૂ થઈ હતી. હાર્દિક-નતાશાના લગ્ન 2020માં થયાં હતાં
હાર્દિકે 1 જાન્યુઆરી, 2020ના રોજ નતાશા સાથે સગાઈ કરી હતી. તેણે સોશિયલ મીડિયા દ્વારા પણ આ માહિતી આપી હતી. તેમના લગ્ન 31 મે, 2020ના રોજ થયાં હતાં. એ જ વર્ષે, 30 જુલાઈ 2020ના રોજ તેમના પુત્ર અગસ્ત્યનો જન્મ થયો.